ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નમામી ગંગે પ્રોજેક્ટના સ્થળે એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં વીજ કરંટ લાગવાથી 16 લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. બધાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ બધાને મૃત જાહેર કર્યા. સાથે જ આ અકસ્માતને લઈને નારાજ લોકો ઉર્જા નિગમ પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે. તેઓ કોર્પોરેશન સામે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે. અકસ્માતની જાણ થતાં જ અહીં પ્રોજેક્ટનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. રાહત માટે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
ચમોલી ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. ચમોલીના એસપી પરમેન્દ્ર ડોભાલે જણાવ્યું હતું કે ચમોલી જિલ્લામાં અલકનંદા નદીના કિનારે ટ્રાન્સફોર્મર ફાટતાં 16 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલની બહાર લોકોની ભીડ જામી છે. આ ઉપરાંત હોસ્પિટલ અને ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીઓનો ધસારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો:જોધપુરમાં સામૂહિક હત્યા, એક જ પરિવારના 4 લોકોને મારીને સળગાવી દેવામાં આવ્યા
આ પણ વાંચો: ઓડિશામાં ટ્રેન દુર્ઘટના મામલે CRS રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા,જાણો સમગ્ર વિગત
આ પણ વાંચો:શિમલાની રેસ્ટોરેન્ટમાં વિસ્ફોટ થતા 1 વ્યક્તિનું મોત 9ની હાલત ગંભીર
આ પણ વાંચો:સીમા હૈદર બાદ હવે પોલેન્ડની મહિલા ભારતીય પ્રેમી માટે ઝારખંડ આવી,જાણો રસપ્રદ કહાણી