Not Set/ ગુજરાતમાં મહિલાઓ કરતાં પુરુષોમાં જોવા મળે છે વધુ ચરબીનું પ્રમાણ – સ્ટડી

ધ લાન્સેટ સ્ટડી દ્વારા કરાયેલ સ્ટડી મુજબ ગુજરાતમાં મહિલાઓ કરતાં પુરુષોમાં ઓબેસિટી એટલે કે સ્થૂળતાનો દર વધારે છે. લાન્સેટ સ્ટડી મેડીકલ જર્નલ બહાર પાડે છે. એમણે ભારતનાં વિવિધ રાજ્યોના આંકડા બહાર પાડ્યા છે જેમાં પહેલાનાં સમયમાં અને અત્યારનાં સમયમાં મહિલાઓમાં અને પુરુષોમાં જોવાં મળતાં સ્થૂળતાના, વધારે ચરબીના પ્રમાણને સરખાવ્યા છે. વર્ષ 1990 અને 2016 માટેનો […]

Gujarat Health & Fitness Lifestyle
fat 1 ગુજરાતમાં મહિલાઓ કરતાં પુરુષોમાં જોવા મળે છે વધુ ચરબીનું પ્રમાણ – સ્ટડી

ધ લાન્સેટ સ્ટડી દ્વારા કરાયેલ સ્ટડી મુજબ ગુજરાતમાં મહિલાઓ કરતાં પુરુષોમાં ઓબેસિટી એટલે કે સ્થૂળતાનો દર વધારે છે. લાન્સેટ સ્ટડી મેડીકલ જર્નલ બહાર પાડે છે. એમણે ભારતનાં વિવિધ રાજ્યોના આંકડા બહાર પાડ્યા છે જેમાં પહેલાનાં સમયમાં અને અત્યારનાં સમયમાં મહિલાઓમાં અને પુરુષોમાં જોવાં મળતાં સ્થૂળતાના, વધારે ચરબીના પ્રમાણને સરખાવ્યા છે.

study fat ગુજરાતમાં મહિલાઓ કરતાં પુરુષોમાં જોવા મળે છે વધુ ચરબીનું પ્રમાણ – સ્ટડી
149 % rise in obesity in Gujarat men, said the study

વર્ષ 1990 અને 2016 માટેનો આ ડેટા છે. આ સ્ટડી મુજબ ગુજરાતમાં 1990 માં દર 100 પુરુષોમાંથી 4.7 પુરુષોમાં વધુ ચરબી જોવાં મળતી હતી જયારે 2016 માં આ આંકડો વધીને 11.6 એ પહોચી ગયો હતો. એની સરખામણીએ 1990 માં દર 100 મહિલાઓમાંથી 8 મહિલાઓમાં વધુ ચરબીનું પ્રમાણ હતું અને 2016માં આ આંકડો 17.7 થયો.

આ આંકડા અનુસાર મહિલાઓમાં 121.6 % નો વધારો થયો છે જયારે આની સરખામણીએ પુરુષોમાં 148.9 % નો વધારો થયો છે. આ આંકડા સાબિત કરે છે ગુજરાતી પુરુષો વધારે સ્થૂળ છે જેને કારણે તેઓમાં ચરબીનું પ્રમાણ વધુ જોવા મળે છે.

fat ગુજરાતમાં મહિલાઓ કરતાં પુરુષોમાં જોવા મળે છે વધુ ચરબીનું પ્રમાણ – સ્ટડી
149 % rise in obesity in Gujarat men, said the study

ડાયેબીટોલોજીસ્ટ બંશી સાબોએ જણાવ્યું કે, ‘વધુ કલાકો સુધીનું બેઠાળુ જીવન, જંક ફૂડ અને લીમીટેડ શારીરિક પ્રવૃત્તિને કારણે આ પ્રોબ્લેમ વધારે થાય છે.’