જીવનની છેલ્લી ચોરી!/ વડોદરામાં ચોરી કરવા ગયેલ ચોરને મળ્યું મોત, જાણો એવું તો શું થયું કે ગુમાવ્યો જીવ

વડોદરા નજીક આવેલ નંદેશરી જીઆઇડીસીમાં છેલ્લા કેટલાય વર્ષોથી બંધ પડેલ 124 33a પ્લોટ નંબરમાં આવેલ ઉષ્મા કેમિકલ કંપનીમાં ચોરી કરવાના ઇરાદે બે ચોરો ઘુસ્યા હતા.

Top Stories Gujarat Vadodara
Untitled 99 વડોદરામાં ચોરી કરવા ગયેલ ચોરને મળ્યું મોત, જાણો એવું તો શું થયું કે ગુમાવ્યો જીવ

વડોદરામાં આવેલી આવેલી નંદેસરી જીઆઇડીસીમાં વર્ષોથી બંધ ઉષ્મા કેમિકલમાં ગઈકાલે રાત્રિના અરસામાં 2 ચોર ચોરી કરવાના ઇરાદાથી ઘૂસ્યા હતા.  તે દરમિયાન એક યુવક હોઝમાં પડી જતાં તેનું મોત થયું હતું.પોલીસે બીજા ચોરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આપને જણાવી દઈએ કે, શહેરના સીમાડે આવેલી નંદેસરી જીઆઇડીસીમાં આવેલી ઉષ્મા કેમિકલ કંપની વર્ષ 1990થી બંધ પડેલી છે. દરમિયાન ગુરુવારે રાત્રીના સુમારે પ્રકાશ જાડેજા અને યોગેશ સાતમસિંગ ગોહિલ ચોરી કરવાના આશય સાથે કંપનીમાં ઘૂસ્યા હતા. બચાવો બચાવોની બુમો મારતા આસપાસના સિક્યુરિટી ગાર્ડ દોડી આવ્યા હતા.જ્યારે બંધ કંપનીમાં જઈને જોતા ખાડકુંવામાં એક વ્યક્તિ અધવચ્ચે લટકતો દેખાતા સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

ફાયરબ્રિગેડના લશ્કરોએ સ્થળ પર આવીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું.જેમાં અધવચ્ચે લટકતા તસ્કરને બચાવી લેવામાં આવ્યો હતો.તેની સાથે ચોરી કરવાના ઇરાદે આવેલો અન્ય એક યુવક ખાડકુંવામાં ડૂબી ગયો છે તેમ જણાવતા ફાયરબ્રિગેડ દ્વારા ભારે જહેમતે ડૂબી ગયેલા તસ્કરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

જીવિત મળી આવેલા તસ્કરને પૂછતાં તેને પોતાનું નામ યોગેશ સામંતસિંહ ગોહિલ જણાવ્યું હતું.જ્યારે નંદેસરી ગામના ભીખા સોમાની ચાલમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. ડૂબી જતા મોતને ભેટેલો તસ્કર નંદેસરી હાઉસિંગ બોર્ડમાં રહેતો પ્રકાશ જાડેજા હોવાનું તસ્કરે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે,પ્રકાશ વેલ્ડિંગની નોકરી કરતો હતો. અગાઉ તેની વિરુદ્ધ દારૂનો કેસ હોવાથી ગુરુવારે તેની કોર્ટની મુદત હતી, જેથી તે નોકરી પર નહતો ગયો. કોર્ટની મુદત પૂરી થયા બાદ યોગેશ સાથે ચોરીનો પ્લાન બનાયો હોય તેવું તપાસમાં જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો:હરિયાણામાં ગાય લેવા ગયા હતા પણ મોત લઈને આવ્યા ગુજરાતી!

આ પણ વાંચો:સુરતમાં ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા માથું ધડથી અલગ

આ પણ વાંચો:GMSCLના ગોડાઉનમાં કૌંભાડની આશંકા, ગેરકાયદ સ્ટિકર લગાવી સગેવગે

આ પણ વાંચો:હાટકેશ્વર બ્રિજ કેસમાં AMCના ટેકનિકલ સુપર વાઈઝરની ધરપકડ, થઈ શકે મોટા ખુલાસા