Pakistan/ બૌદ્ધ મંદિરમાંથી મળ્યો 2 હજાર વર્ષ જૂનો દુર્લભ ખજાનો!

2000 વર્ષ જૂના સિક્કાઓનો ખૂબ જ દુર્લભ ભંડાર મળી આવ્યો છે. આ ભંડારમાં મોટાભાગના સિક્કા તાંબાના છે.

World Trending
WhatsApp Image 2023 12 03 at 10.30.27 AM બૌદ્ધ મંદિરમાંથી મળ્યો 2 હજાર વર્ષ જૂનો દુર્લભ ખજાનો!

આપણી ધરતી પર મનુષ્ય દ્વારા દફનાવવામાં આવેલા એવા ઘણા ખજાના છે, જે ઘણીવાર ખોદકામ દરમિયાન મળી આવે છે. આ ખજાનો ક્યારેક જમીન પર કે દરિયામાં ડૂબી જાય છે અને જ્યારે તેની શોધ કરીને બહાર કાઢવામાં આવે છે અને તેમાથી કિંમતી હીરા જ મળે છે. હાલમાં એક ખજાનાની લોકોમાં ચર્ચામાં છે, જ્યાં કુશાણ કાળનો ખજાનો લોકોની સામે આવ્યો છે.

આ મામલો પાકિસ્તાનનો છે. અહીં 2000 વર્ષ જૂના સિક્કાઓનો ખૂબ જ દુર્લભ ભંડાર મળી આવ્યો છે. આ ભંડારમાં મોટાભાગના સિક્કા તાંબાના છે, જે એક બૌદ્ધ મંદિરના ખંડેરમાંથી મળી આવ્યા છે. LiveScienceએ આ ખજાનાને લઈને એક રિપોર્ટ શેર કર્યો છે. તે દક્ષિણ-પૂર્વ પાકિસ્તાનમાં મોહેંજો-દારોના વિશાળ અવશેષો વચ્ચે સ્થિત હોવાનું કહેવાય છે, જે લગભગ 2600 ઈ.સ પૂર્વનો છે.

પુરાતત્વવિદ્ અને માર્ગદર્શક શેખ જાવેદ અલી સિંધીએ આ ખજાના વિશે જણાવ્યું કે, આ ખજાનો મોહેંજોદારોના પતન બાદ લગભગ 1600 વર્ષનો છે. જે બાદ ખંડેર પર સ્તૂપ બનાવવામાં આવ્યો હતો. શેખ જાવેદ પણ તે ટીમનો એક ભાગ છે જેને ખોદકામ દરમિયાન આ સિક્કા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ મળી આવેલા સિક્કાઓનો રંગ સંપૂર્ણપણે લીલો છે કારણ કે હવાના સંપર્કમાં આવ્યા બાદ તાંબુ બગડી જાય છે. સદીઓથી દટાયેલા હોવાને કારણે આ સિક્કા ગોળાકાર ઢગલામાં ફેરવાઈ ગયા છે. આ ખજાનાના વજન અંગે પુરાતત્વવિદોએ જણાવ્યું કે તેનું વજન લગભગ 5.5 કિલો છે અને આ ખજાનાને જોઈને દરેકની આંખો ભીની થઈ ગઈ હતી.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: