Not Set/ રાજકોટમાં વધુ 249 કેસ, કોમોડિટી એક્સચેન્જના CEO પી.બી. પાઠકનું કોરોનાથી નિધન, અહીં આ વેપાર-ધંધાઓ કોરોનાની ચેન તોડવા ત્રણ દિવસ બંધ

રાજકોટમાં કોરોના કાળમુખો બન્યો છે.ગઈકાલે બપોરે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7 ના પ્રભારી નિલેશ દવે કોરોના સામે જંગ હાર્યા હતા.ત્યાં વળી રાત્રે રાજકોટ કોમોડિટી એક્સચેન્જના CEOનું નિધન થયો હોવાના સમાચાર સામે

Top Stories Gujarat Rajkot
hotspot 6 રાજકોટમાં વધુ 249 કેસ, કોમોડિટી એક્સચેન્જના CEO પી.બી. પાઠકનું કોરોનાથી નિધન, અહીં આ વેપાર-ધંધાઓ કોરોનાની ચેન તોડવા ત્રણ દિવસ બંધ

રાજકોટમાં કોરોના કાળમુખો બન્યો છે.ગઈકાલે બપોરે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7 ના પ્રભારી નિલેશ દવે કોરોના સામે જંગ હાર્યા હતા.ત્યાં વળી રાત્રે રાજકોટ કોમોડિટી એક્સચેન્જના CEOનું નિધન થયો હોવાના સમાચાર સામે આવતા રાજકોટવાસીઓએ આઘાત અનુભવ્યો હતો, CEO પી.બી. પાઠકનું પણ કોરોનાથી  નિધન થયું છે, કોમોડિટી એક્સચેન્જના CEO પી.બી. પાઠક અત્યંત મિલનસાર સ્વભાવ  હોય બહોળું મિત્રવર્તુળ ધરાવતા હતા, રાજકોટનું વધુ એક રત્ન કોરોનાએ છીનવી લીધુ છે.તેઓની ગેરહાજરી તેમના કુટુંબીજનો અને મિત્ર વર્તુળને શોકમાં ગરકાવ કરી દીધા છે.

જ્યારે આજે સવારે જૈન ધર્મના ગોંડલ સંપ્રદાયના ધીર ગુરૂદેવના આજ્ઞાનુંવર્તી પુષ્પા મહાસતીજી કોરોનાને કારણે ધર્મ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે જૈન ધર્મમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.તેઓ રાજકોટ ઇન્દ્રપ્રસ્થ વાલા આરાધના ભવનમાં બિરાજિત હતા.

pb pathak રાજકોટમાં વધુ 249 કેસ, કોમોડિટી એક્સચેન્જના CEO પી.બી. પાઠકનું કોરોનાથી નિધન, અહીં આ વેપાર-ધંધાઓ કોરોનાની ચેન તોડવા ત્રણ દિવસ બંધ

આજે બપોરે 12 વાગ્યા સુધીમાં કોરોના પોઝિટિવ કેસ 318,વધુ 82 લોકોના મોત

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ગઈકાલે બપોરના 12 : 00 વાગ્યાથી સાંજ સુધીમાં કુલ 249 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે.રાજકોટ શહેરના કુલ કેસ
કુલ કેસ 24219 નોંધવામાં આવ્યા છે જ્યારે 3575 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું નોંધવામાં આવ્યું છે,249 દર્દીઓને હોસ્પિટલમાંથી કોરોનાની સારવાર બાદ સાજા થતાં રજા આપવામાં આવી છે. જ્યારે 206 દર્દીઓના મોત નિપજ્યા છે.

આજે વધુ 82 લોકોના મોત નોંધાયા છે. સરકારની કોઈવિડ ઓડૃટ કમિટીના રિપોર્ટ પ્રમાણે ગઈકાલે 55 પૈકી 10 કોવિડ ડેથ થયા છે, સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં 129 બેડ ખાલી છે, શહેરમાં અંદાજે 4000 દર્દીઓ સારવાર હેઠળ છે જેથી કુલ આંકડો 21,202 પર પહોંચ્યો છે. આજ દિન સુધીમાં 18,966 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રિકવરી રેટ 90. 30 ટકા થયો છે.

તા. 14/04/2021 ના કુલ ટેસ્ટ  14360, કુલ પોઝિટિવ 551, પોઝિટીવ રેઈટ  3.84 % કુલ ડીસ્ચાર્જ , 249,આજે તા. 15/04/2021 ના બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ  318,આજ સુધીના કુલ પોઝિટિવ કેસ  24537, કુલ ડિસ્ચાર્જ 20467, રિકવરી રેઈટ  83.41 %,આજ સુધીમાં કુલ ટેસ્ટ809885, પોઝિટિવિટી રેઈટ  2.99 %

mmata 117 રાજકોટમાં વધુ 249 કેસ, કોમોડિટી એક્સચેન્જના CEO પી.બી. પાઠકનું કોરોનાથી નિધન, અહીં આ વેપાર-ધંધાઓ કોરોનાની ચેન તોડવા ત્રણ દિવસ બંધ

બેડી માર્કેટિંગ યાર્ડ પણ અનિશ્ચિત મુદત સુધી બંધ, જ્યારે કોરોનાની ચેઈન તોડવા માટે કેટલાક ધંધાઓ ત્રણ દિવસ બંધ

કોરોનાને પગલે બેડી માર્કેટિંગ યાર્ડ પણ અનિશ્ચિત મુદત સુધી બંધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન ડી.કે. સખિયા પણ તેમના પૌત્ર સાથે કોરોના સંક્રમિત થયા  છે. બે દિવસ પૂર્વે જ તેઓ કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાને વેક્સિનેશન કેમ્પમાં મળ્યા હતા.

રાજકોટમાં દાણાપીઠમાં વેપારીઓનું આવતીકાલે ગુરુવારે તારીખ 15 એપ્રિલથી રવિવારે 18 એપ્રિલ અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. એવું દાણાપીઠ એસોસિયેશનના પ્રમુખ બિપીનભાઈ કેસરિયા જણાવ્યું છે.હોલસેલ અને રીટેલ 250 દુકાનો બપોરે સવારે 9 થી બપોરે ૩ વાગ્યા સુધી બંધ રહેશે.

રાજકોટ એસટી ડેપોમાં 96 મુસાફરોને કોરોના સંક્રમણ હોવાનું સામે આવ્યું છે તેમજ ડેપો મેનેજર પણ હોમ આઇસોલેટ થયા છે. જેના પગલે સમગ્ર એસટીમાં સોપો પડી ગયો છે.

રાજકોટ કોરોનાના કેસ વધતા કોસ્મેટિક એસોસિએશન દ્વારા લેવાયો નિર્ણય,મિલપરા વિસ્તારમાં આવેલ તમામ કોસ્મેટિક્સની દુકાનો કરશે લોકડાઉન કોસ્મેટિક એસોસિએશન માત્ર સવારના 9થી બોપરના 3 વાગ્યા સુધી દુકાનો રાખશે ખુલ્લી,કોસ્મેટિક એસોસિએશનના પ્રમુખ સુનિલભાઈ સુરાણીએ કરી જાહેરાત

આ ઉપરાંત રાજકોટના ગોલ્ડ ડીલર એસોસીએશનના પ્રભુદાસભાઈ પારેખ અને ભાયા ભાઈ સાહોલિયા દ્વારા કોરોના સંક્રમણ નીચે તોડવા માટે ત્રણ દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે શુક્ર શનિ રવિ એટલે કે 16 થી 18 એપ્રિલ રાજકોટના જ્વેલર્સ બંધ પાળશે.

કોરોનાની ચેઇન તોડવા માટે રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા 3 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. 16, 17 અને 18 એપ્રિલ એમ ત્રણ દિવસ સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટના 700 જેટલા ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ 3 દિવસ પરિવહન બંધ રાખશે. આથી ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓને 3 દિવસમાં લાખો રૂપિયાનું નુકસાન પહોંચશે.

ગૌરીદળ ગામે સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવશે. આગામી 16થી 21 સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવશે. કોઈ પણ ગ્રામજન દુકાન ખોલશે તો તેની પાસેથી 1000 રૂ.નો દંડ વસુલવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ઇન્ડોર સ્ટેડિયમમાં કોવિડ બેડ ધરાવતી હોસ્પિટલોનું નિર્માણ કરવા તૈયારી 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 બેડની ઓક્સિજનની સુવિધા સાથેની કોવિડ હોસ્પિટલ તૈયાર કરાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ હોસ્પિટલ બનાવવા માટે કન્વેન્શન સેન્ટરની જગ્યા પણ ફાળવી દીધી છે અને આ જગ્યાએ બુધવારે યુનિવર્સિટી અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ સ્થળ તપાસ પણ કરી લીધી છે. નજીકના દિવસોમાં અહીં પ્રથમ તબક્કામાં 200 અને બીજા તબક્કામાં 200 એમ 400 બેડની ઓક્સિજનની સુવિધા સાથેની હોસ્પિટલ બનાવાશે.

મેયર ડૉક્ટર પ્રદીપ ડવએ પણ જણાવ્યું હતું કે  ઈન્ડોર સ્ટેડિયમમાં તેમજ અન્ય કોમ્યુનિટી હોલમાં હોસ્પિટલોનું  કરવા તૈયારી ચાલી રહી છે પરંતુ જો જર પડે તો રેસકોર્સ મેદાનમાં પણ મેડિકલ સુવિધા સાથેના ડોમ તાત્કાલીક ધોરણે ઉભા કરવાનું આયોજન તૈયાર રાખવામાં આવ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરનામાનો ભંગ કરતા ચાર લોકો સામે પોલીસ ફરિયાદ

કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડેલ છે જેમાં કન્ટેન્ટમેન્ટ / માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવેલ ઘર/મકાનોમાં રહેતા લોકોને ઝોન વિસ્તારમાંથી બહાર જવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના પોઝિટિવ આવેલ વિસ્તારને ચેપ ગ્રસ્ત વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. જેમાં લોકોને બહાર નીકળવા પર પ્રતિબંધ ફરવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરતા વોર્ડ નં. ૧૭માં હુડકો આરોગ્ય કેન્દ્ર વિસ્તારના ચાર લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

જિલ્લા કલેકટર રેમ્યા મોહનની પ્રેસ કોન્ફરન્સ,લોકોને ફરજીયાત વેકસીન લેવા અનુરોધ,400 બેડ યુનિવર્સિટીમાં ફૂલ ફેલ હોસ્પિટલ 5 દિવસમાં શરૂ થશે

remya mohan રાજકોટમાં વધુ 249 કેસ, કોમોડિટી એક્સચેન્જના CEO પી.બી. પાઠકનું કોરોનાથી નિધન, અહીં આ વેપાર-ધંધાઓ કોરોનાની ચેન તોડવા ત્રણ દિવસ બંધ

RMC સાથે અમૃત ઘાયલ હોલ ખાતે સ્ટાર સીનર્જી દ્વારા સારવાર શરૂ થઈ જશે,400 બેડ યુનિવર્સિટીમાં ફૂલ ફેલ હોસ્પિટલ 5 દિવસમાં શરૂ થશે,
સ્ટાફ માટેનો પ્લાનિંગ શરૂ કર્યું,નર્સિંગ સ્ટુડન્ટને લાવવામાં આવશે,પીડિયા ટ્રિક, IMઆ ના 4 ડોકટરો સમરસમાં સેવા આપશે,તબીબી સ્ટાફમાં ખૂબ જ મોટી ખેંચ જિલ્લામાં વર્તાઈ રહી છે – રેમ્યા મોહન,24 કલાક લોકો કામ કરી ફહ્યા છે સ્ટાફને બુસ્ટિંગ આપવાની જરૂર છે, માનસિક તણાવ અનુભવી રહ્યા છે અમે વાસ્તવિક પરિસ્થિતિ જોઈએ છીએ – રેમ્યા મોહન,ઓક્સિજન કંફટેબલ છે, સમરસમાં પણ ઓક્સિજનનો જથ્થો પૂરતો છે,વેન્ટિલેટર 100 આવી ગયા છે, સિવિલમાં 305 વેન્ટિલેટર થયા જ્યારે 395 ખાનગીમાં ઉપલબ્ધ છે,રાજ્યમાંથી 10 નવી એમ્બ્યુલન્સ લાવી,વેકસીન લીધેલા લોકોમાં ગંભીર લક્ષણો નથી આવતા,લોકોને ફરજીયાત વેકસીન લેવા અનુરોધ કરાયો,

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…