આરોપી/ કચ્છમાં 145 દારૂની બોટલ સાથે 3 આરોપીઓ પકડાયા

પોલીસે 3 આરોપીને પકડ્યા

Gujarat
daryuu કચ્છમાં 145 દારૂની બોટલ સાથે 3 આરોપીઓ પકડાયા

મુંદ્રા મરીન પોલીસે  કચ્છના લુણી ગામનાં રેલ્વે ફાટક પાસે એક મોટર સાયકલ ચાલક રાધા ડોસા પારાધી નશાયુકત હાલતમાં મળી આવતાં તેની તપાસ કરતાં સ્પેશિયલ વહીસ્કીની એક બોટલ મળી આવી હતી. આરોપીની સઘન પૂછપરછ કરતા આ દારૂની બોટલ શેખડીયા ગામનાં અને સીમ વિસ્તારમાં ગાય-ભેંસનો વાડો ચલાવતા ગોકુલ પબુભાઇ ગઢવી પાસેથી લઇ આવેલ હોવાનું જણાવતાં આરોપીને સાથે રાખી ગાય ભેંસના વાડામાં તપાસ કરતાં ગોકુલ પબુભાઇ ગઢવી હાજર મળી આવેલ અને તેના કબ્જાનાં વાડામાં આવેલ ઓરડીમાં તપાસ કરતાં પાર્ટી સ્પેશીયલ વ્હીસ્કી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલો 145 નંગ. કિ. રૂપિયા 58,000નો મળી આવ્યો હતો. આ દારૂ બાબતે આ આરોપીની પુછપરછ કરતાં આ દારૂ મંગા કાના ગઢવીનું હોવાનું જાણવા મળ્યું હતું.

આરોપી પાસેથી બાઈક કિંમત 5,000 બે મોબાઇલ ફોન કિંમત 5,100 અને સ્પેશીયલ વ્હિસ્કીની 145 બોટલ કિંમત 58,000નો મળીને કુલ 68,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે