મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર/ 6 વર્ષની બાળકીને થાપાના ભાગે ડામ આપનાર આરોપી સહિત 3ની ધરપકડ, જાણો શું કહ્યું પોલીસે…

સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સ્લમ રોડ પર એપાર્ટમેન્ટમાં રહેતા એક શ્રમિકની છ વર્ષની દીકરીને ગાંજાનું વેચાણ કરનારા ઈસમ દ્વારા થાપાના ભાગે ડામ આપ્યા હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઈને મંતવ્ય ન્યૂઝ અહેવાલ બાદ પોલીસ એક્શનમાં આવી હતી.

Top Stories Gujarat Surat
થાપાના ભાગે ડામ

@અમિત રૂપાપરા 

સુરત શહેરમાં નસીલા પદાર્થોનું વેચાણ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની વાતો પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ અવાર નવાર દારૂ અને ગાંજાનું વેચાણ થતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. ત્યારે સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સ્લમ રોડ પર એપાર્ટમેન્ટમાં રહેતા એક શ્રમિકની છ વર્ષની દીકરીને ગાંજાનું વેચાણ કરનારા ઈસમ દ્વારા થાપાના ભાગે ડામ આપ્યા હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઈને મંતવ્ય ન્યૂઝ અહેવાલ બાદ પોલીસ એક્શનમાં આવી હતી. ગણતરીના સમયમાં બાળકીને ડામ આપનારા આરોપી અને બે મહિલાની ધરપકડ કરી હતી.

Untitled 33 6 વર્ષની બાળકીને થાપાના ભાગે ડામ આપનાર આરોપી સહિત 3ની ધરપકડ, જાણો શું કહ્યું પોલીસે...

સ્લમ રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં એક શ્રમિક પરિવાર તેના ત્રણ સંતાનો સાથે રહે છે. આ શ્રમિક પરિવારની નજીકમાં જ રહેતા સાહિલ અને તેની પત્ની ખુશી અવારનવાર આ શ્રમિક પરિવારના બાળકો પાસે ગાંજાના પેકિંગો કરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાળકીની માતા દ્વારા આક્ષેપ કરાયો છે કે, સાહિલ અને તેની પત્નીને અગાઉ પણ આ બાબતે મનાઈ કરી હતી પરંતુ તેઓ માનવા તૈયાર નથી.

આશરે ત્રણ દિવસ પહેલા શ્રમિક દંપતી રાત્રિના સમયે ફેક્ટરી પર કામ કરવા ગયું હતું અને ત્યારબાદ સવારે જ્યારે પરત આવ્યું ત્યારે આજુબાજુના વિસ્તારના લોકો દ્વારા શ્રમિક દંપતીને કહેવામાં આવ્યું હતું કે સાહિલ દ્વારા છ વર્ષની બાળકીને માર મારવામાં આવ્યો છે. જ્યારે પરિવારે આ બાબતે સાહિલને પૂછ્યું ત્યારે સાહિલ અને તેની પત્ની દ્વારા કહેવામાં આવ્યું કે, તારી દીકરી ગાંજો ચોરી ગઈ છે તેથી તેને માર મારવામાં આવ્યો છે પરંતુ આ ઘટનામાં ગાંજો વેચનારા સાહિલ અને તેની પત્ની પર આક્ષેપ છે કે, તેમને આ છ વર્ષની દીકરીને ઈંડા અને સેન્ડવીચ શેકવાના મશીન વડે બાળકીના થાપાના ભાગે ડામ આપ્યા હતા.

ડામ

હાલ આ બાળકીને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તો બાળકીની માતા દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી નથી. તેમ જ ગાંજા નું વેચાણ કરનાર પોલીસને સમયસર પૈસા આપતો હોવાનો આક્ષેપ પણ કરાયો છે. તો પોલીસે આ ઘટનાના ત્રણ દિવસ થયા છતાં અને હોસ્પિટલમાંથી એમએલસી થયું હોવા છતાં શા માટે ગાંજાનું વેચાણ કરનારા સાહિલ અને તેની પત્ની પર કોઈ કાર્યવાહી નથી કરી તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

આ બાબતે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ સચિન પોલીસ એક્શનમાં આવી હતી અને 6 વર્ષની બાળકીને થાપાના ભાગે ડામ આપનારા આરોપી સાહિલ અને તેની પત્ની ખુશી સહિત કુલ 3 લોકોની ધરપકડ કરી છે. આ ઘટનાને લઈને સવાલો એ થઈ રહ્યા છે કે જ્યારે પોલીસને આરોપી ગાંજાનું વેચાણ કરે છે કે, કેમ તે બાબતે પૂછતા પોલીસ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે, ફરિયાદી તરફથી માત્ર ચોરીની ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ચોરીની ઘટના બાબતે જ આરોપીઓએ આ બાળકીને થાપાના ભાગે ડામ આપ્યા છે. આરોપી ગાંજાનું વેચાણ કરે છે તે બાબતે કોઈ પણ વાત ફરિયાદી દ્વારા કરવામાં આવી નથી પરંતુ હવે આરોપી ગાંજાનું વેચાણ કરે છે કે, કેમકે બાબતે પણ પોલીસ તપાસ કરશે. પરંતુ હવે જોવાનું એ રહે છે કે, આ સમગ્ર મામલે ખરેખર કોઈ તટસ્થ તપાસ થાય છે કે નહીં.

આ પણ વાંચો:શ્રમ રોજગાર કચેરીનું બાળ મજૂરી નાબૂદી અભિયાન, દરોડા પાડી છોડાયા 7 બાળકો

આ પણ વાંચો:સુરતમાં એક જ પરિવારના ચાર લોકોએ પીધું ઝેર, માતા-પુત્રીનું મોત

આ પણ વાંચો:ક્રાઇમ બ્રાન્ચે યોજી એક અનોખી ડ્રાઇવ કે જેનાથી ભાગેડુ આરોપીઓમાં ફેલાયો….

આ પણ વાંચો:માંડવીની જીવાદોરી સમાન આમલી ડેમના તળિયા દેખાતા ખેડૂતોમાં ચિંતા