અકસ્માત/ પોરબંદર-વેરાવળ હાઇવે કાર પલટી જતા એક જ પરિવારના 3 લોકોના મોત, 2 ગંભીર

કાર પલટી મારતા ખંભાળિયાના એક જ પરિવારના કિશન ચંદ્રાવાડિયા,મયુર ચંદ્રાવાડિયા અને ઘેલું ચંદ્રાવાડિયાનું મોત નીપજ્યું છે

Gujarat Others
પોરબંદર-વેરાવળ હાઇવે

ગુજરાતમાં હાલમાં હાઇવે પર અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. પોરબંદર-વેરાવળ હાઇવે પરના ચીકાસા અને નરવાઇ ગામ નજીક કાર પલટી જતા એક જ પરિવારના 3 લોકોના મોત નીપજ્યાં છે. બે લોકો ઘાયલ થયા છે, આ ઘટના બાદ પરિવારમાં શોકનું મોજું ફરીવળ્યું છે.

આ પણ વાંચો :  સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 5 હજાર વૃદ્ધોના પેન્શન બંધ થતાં વૃદ્ધોમાં ભારે રોષની લાગણી

આપને જણાવી દઈએ કે, આજે સવારના સમયે એક પરિવાર ખંભાળિયાના ખજૂરીયાથી માગરોળના લોએજ ગામે કાર લઇને જઇ રહ્યો હતો. તે દરમિયાન પોરબંદર-વેરાવળ હાઈવે પરના ચીકાસા અને નરવાઇ ગામ નજીક કાર પલટી મારતા ખંભાળિયાના એક જ પરિવારના કિશન ચંદ્રાવાડિયા,મયુર ચંદ્રાવાડિયા અને ઘેલું ચંદ્રાવાડિયાનું મોત નીપજ્યું છે. અને 2 લોકોની હાલત ગંભીર છે. આ કાર સુરેન્દ્રનગર પાર્સીંગની છે. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અને એક જ પરિવારના ત્રણ યુવકોના મૃત્યુથી શોકનો માહોલ છવાયો છે.

a 224 પોરબંદર-વેરાવળ હાઇવે કાર પલટી જતા એક જ પરિવારના 3 લોકોના મોત, 2 ગંભીર

આ પણ વાંચો :સુરત /  ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકો સહિત ચારનાં મોત થયા

બનાવને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કાર પલટી જતાં અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક 108નો સંપર્ક કરી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો :કેબિનેટ મંત્રી /  નવી સરકારના કેબિનેટ મંત્રીની સંપત્તિ વિશે જાણો….

આ પણ વાંચો :Political /  ગરીબ પરિવારમાંથી આવેલા કિર્તીસિંહ વાઘેલાને મંત્રીપદ મળતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ

આ પણ વાંચો :સુરેન્દ્રનગર /  સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 5 હજાર વૃદ્ધોના પેન્શન બંધ થતાં વૃદ્ધોમાં ભારે રોષની લાગણી

આ પણ વાંચો :વલસાડ /  બુટલેગરો બન્યા બેફામ, પોલીસ પર ગાડી ચડાવી મારી નાખવાનો પ્રયાસ