paper leak case/ સુરતમાં પેપર લીક મામલે MTB કોલેજના 3 અધિકારીઓ સસ્પેન્ડ

વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાના પેપર માં ખોટા પ્રશ્નો પૂછાવા અથવા તો પેપર લીક થવાની વાતો સામે આવતી રહે છે. એમટીબી કોલેજમાં બી.એની પરીક્ષાનું સેમ-3નું પેપર લીક થયું હોવાનો મામલો સામે આવ્યો હતો

Top Stories Gujarat
6 20 સુરતમાં પેપર લીક મામલે MTB કોલેજના 3 અધિકારીઓ સસ્પેન્ડ
  • સુરતમાં પેપર લીક મુદ્દે 3 અધિકારી સસ્પેન્ડ
  • MTB કોલેજના ત્રણ અધિકારીઓ સસ્પેન્ડ
  • BA સેમ-3નું પેપર લીક થવાની હતી ફરિયાદ
  • પેપર એક દિવસ અગાઉ જ ખુલ્યું હતું
  • તપાસ માટે કુલપતિએ ચાર સભ્યોની બનાવી કમિટી
  • પરીક્ષાની કામગીરી કરતાં ત્રણ અધિકારી સસ્પેડન્ડ

વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાના પેપર માં ખોટા પ્રશ્નો પૂછાવા અથવા તો પેપર લીક થવાની વાતો સામે આવતી રહે છે. એમટીબી કોલેજમાં બી.એની પરીક્ષાનું સેમ-3નું પેપર લીક થયું હોવાનો મામલો સામે આવ્યો હતો.  આ મામલે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે યુનિવર્સિટી દ્વારા સમિતિની રચના કરી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સુરત પેપર લીક મામલે 3 અધિકારીઓને સત્વરે  સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મામલે કોઇ બાંધછોડ કરવામાં આવી ન હતી અને અસરકારક નિર્ણય લેવામાં આવ્યો હતો. MTB કોલેજના 3 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.પેપર ફુટવાની ઘટના સામે આવતા કુલપતિએ 4 સભ્યોની તપાસ સમિતિ બનાવવામાં આવી હતી. આ કમિટીના રિપોર્ટના આધારે 3  અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.