Not Set/ દિલ્હીમાં વેક્સીન લીધેલા 37 ડોક્ટરો કોરોના સંક્રમિત

પાંચની હાલત ગંભીર છે અને તેમને ગંગારામ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં એડમીટ

India
hospital દિલ્હીમાં વેક્સીન લીધેલા 37 ડોક્ટરો કોરોના સંક્રમિત

37 doctors vaccinated against corona in Delhi

દેશમાં કોરોનાની લહેરે માજા મુકી છે. ચારેકોર કોરોનાનો કહેર છે. જેમાંથી હવે ધીમે-ધીમે કોઇ બાકાત નથી રહી શકતુ. પરંતુ પ્રજાને એટલો સંતોષ છે કે કોરોનાની રસી અમને બચાલી લેશે. પરંતુ હવે કોરોનાની રસી પણ કહેવા પુરતી જ સાબિત થઇ રહી છે. જેનું ઉત્તમ ઉદાહરણ દિલ્લીમાં જોવા મળ્યુ છે.

હોસ્પિટલના 37 ડોક્ટરો કોરોના ગ્રસ્ત થયા છે. જેમાંથી 32 ડોક્ટરો હોમ આઇસોલેશન થયા છે

દેશની રાજધાની દિલ્લીના સરગંગારામ હોસ્પિટલના 37 ડોક્ટરો કોરોના ગ્રસ્ત થયા છે. જેમાંથી 32 ડોક્ટરો હોમ આઇસોલેશન થયા છે. જેમાંથી પાંચ ડોક્ટરોની હાલત તો ગંભીર છે. જે પોતે જ હોસ્પિટલમાં એડમીટ થયા છે.રાજધાની કોરોનાનું હોટસ્પોટ બન્યુ હોય તેમ લાગી રહ્યુ છે. ગઇકાલે જ ડોક્ટરોના રીપોર્ટ આવ્યા હતા, જેમાંથી 37 ડોક્ટરો ના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

તેમાંથી પાંચની હાલત ગંભીર છે અને તેમને ગંગારામ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં એડમીટ

અત્રે ઉલ્લેખનીય છે કે જે બધાની સારવાર કરે છે તે ડોક્ટરોને જ કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતા. તેમને ધ્યાન પર આવતા પોતે હોમ કોરોનટાઇન થઇ ગયા. પરંતુ તેમાંથી પાંચની હાલત ગંભીર છે અને તેમને ગંગારામ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં એડમીટ કરવામાં આવ્યા છે.

કોરોનાથી સંક્રમીત થયેલા ડોક્ટરોમાં વધારે પડતા ડોક્ટરોએ કોરના વાયરસથી બચવા માટે વેક્સીન પણ લીધી હતી. ત્યારબાદ પણ સામાન્ય લક્ષણ જોવાતા તેમને ત્તકાલ સારવાર લેવાનું શરૃ કર્યુ છે.