Not Set/ કચ્છમાં 4.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા

ભૂકંપથી અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. મધ્યમ તીવ્રતાના ભૂકંપને કારણે કોઈ જાનમાલને નુકસાન કે જાનહાનિ  થઇ નથી

Gujarat Others
Untitled 236 કચ્છમાં 4.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા

ગુજરાતના કચ્છ જિલ્લામાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુજરાતના કચ્છ જિલ્લામાં શનિવારે 4.1 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ધોલાવીરા પાસે છે, એમ ભૂકંપ સંશોધન સંસ્થા એ જણાવ્યું હતું. ભૂકંપનો આંચકો આવતાની સાથે જ લોકો પોતાના ઘરની બહાર આવતા જોવા મળ્યા હતા. 

આ પણ વાંચો :અમદાવાદમાં એક યુવકનું દર્દનાક મોત, કારણ જાણીને તમે પણ ચકિત થઇ જશો

ભૂકંપથી અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. મધ્યમ તીવ્રતાના ભૂકંપને કારણે કોઈ જાનમાલને નુકસાન કે જાનહાનિ  થઇ નથી , એમ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :આ યુવકે 3 કિલોના બર્ગરને માત્ર ચાર મિનિટમાં ખાઈને બનાવ્યો રેકોર્ડ, જોઈ લો વિડીયો તમે પણ

ગાંધીનગર સ્થિત સંસ્થા ISR એ કહ્યું કે શનિવારે બપોરે 12.08 કલાકે કચ્છના ધોળાવીરાના 23 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વ  સાથે 4.1 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. . અગાઉ 4 ઓગસ્ટના રોજ 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આ જ જિલ્લામાં આવ્યો હતો. આ ગુજરાતનો એ જ વિસ્તાર છે જ્યાં 2001 માં વિનાશક ભૂકંપ આવ્યો હતો.