રિમાન્ડ/ ચકચારી લોન કૌભાંડમાં શૈલેષ ભંડારીના રિમાન્ડ મંજુર

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ ઇલેકટ્રોથર્મ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ભંડારી ની ધરપકડ નો કેસ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.. ત્યારે ગઈકાલે ધરપકડ થયા બાદ આજે પોલીસે આરોપી શૈલેષ ભંડારીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતોજેમાં પોલીસે નામદાર કોર્ટ સમક્ષ ૨૦૦ કરોડ રૂપિયાના પૂર્વ આયોજિત કૌભાંડના મૂળ સુધી પહોંચવા રિમાન્ડની જરૂર છે તે અંગેના મુદ્દા […]

Ahmedabad Gujarat
WhatsApp Image 2021 03 11 at 7.04.06 PM 3 ચકચારી લોન કૌભાંડમાં શૈલેષ ભંડારીના રિમાન્ડ મંજુર
@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ
ઇલેકટ્રોથર્મ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ભંડારી ની ધરપકડ નો કેસ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.. ત્યારે ગઈકાલે ધરપકડ થયા બાદ આજે પોલીસે આરોપી શૈલેષ ભંડારીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતોજેમાં પોલીસે નામદાર કોર્ટ સમક્ષ ૨૦૦ કરોડ રૂપિયાના પૂર્વ આયોજિત કૌભાંડના મૂળ સુધી પહોંચવા રિમાન્ડની જરૂર છે તે અંગેના મુદ્દા રજૂ કર્યા હતા કોર્ટે પોલીસ અને આરોપીના વકીલ ની રજૂઆત સાંભળ્યા બાદ આરોપી શૈલેષ ભંડારીને કોર્ટે ચાર દિવસના રિમાન્ડ માટે પોલીસને સોંપ્યો છે…
નોંધનીય બાબત છે કે, આરોપી શૈલેષ ભંડારી એ પોતાના જ સગા ભાઈ ની ડુપ્લીકેટ સહી કરીને કંપનીના નામે રૂપિયા 200 કરોડની લોન લઈ ઠગાઈ નું ષડયંત્ર રચ્યું હતું. ઉલ્લેખનીય છે કે આરોપી શૈલેષ ભંડારીએ ઇલેક્ટ્રોથર્મ માં તેના મળતિયાઓ સાથે પૂર્વ આયોજિત ષડયંત્ર ગોઠવીને ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક માં પહેલા 100 કરોડની લોન લીધી હતી અને ત્યાર બાદ ફરી એકવાર બોગસ સહી કરીને ૧૦૦ કરોડની લોન લેવામાં આવી. 200 કરોડનું કૌભાંડ આચર્યું બાદ શૈલેષ ભંડારી શાંત ન રહ્યો. સની કંપની માંથી 35 લાખ રૂપિયાનો ઈમ્પોર્ટેડ વિદેશી દારૂ ઝડપાયો આ ઉપરાંત તેના વિરોધમાં અન્ય ત્રણ ગુના નોંધાયેલા છે. જેથી આરોપી શૈલેષ ભંડારીના કૌભાંડોની કુંડળી ખોલવા માટે સાતેજ પોલીસે રિમાન્ડ મેળવી તપાસના તખ્તો તૈયાર કર્યો છે.
કરોડો રૂપિયાની ઠગાઇના ષડ્યંત્રમાં ભાઈએ જ ભાઈ ને ઠગી લીધો.આરોપી શૈલેષ ભંડારી એ સમગ્ર ષડયંત્રને કેવી રીતે આકાર આપ્યો અને તેની સાથે અને કોણ જોડાયેલું છે તે પોલીસ માટે તપાસનો વિષય છે. આ ઉપરાંત બેન્કમાંથી ૨૦૦ કરોડ રૂપિયાની નકલી સિગ્નેચર કરીને લેવામાં આવેલી લોનના કૌભાંડમાં બેંકનો કોઈ કંસારી સામેલ છે કે કેમ તે પણ જાણવું જરૂરી છે. આ ઉપરાંત ૨૦૦ કરોડ રૂપિયા આરોપીએ ક્યાં સગેવગે કર્યા છે અને તેની સાથે અન્ય કોણ-કોણ સામેલ છે તે જાણવા પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવીને તપાસનો તખ્તો તૈયાર કર્યો છે.