food poisoning/ દિલ્હી એનસીઆરમાં દાણાદાળનો લોટ ખાવાથી 487 લોકો બિમાર

દરમિયાન ગુરૂગ્રામના સેક્ટર-14માં ત્રણ પરિવારોમાં 12 જણા બિમાર થઈ ગયા હતા. તેમને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરાયા છે. સેક્ટર-14 પોલીસે ફરિયાદ મળતા કાર્યવાહી શરૂ કરી છે. જે દુકાનમાંથી આ લોટ ખરીદવામાં આવ્યો હતો ત્યાંથી ખાદ્ય સુરક્ષા વિભાગની.

Top Stories India
Beginners guide to 2024 03 10T180611.231 દિલ્હી એનસીઆરમાં દાણાદાળનો લોટ ખાવાથી 487 લોકો બિમાર

@ નિકુંજ પટેલ

Delhi News: મહાશિવરાત્રીને દિવસે હલ્કી ગુણવત્તાવાળો લોટ ખાવાથી દિલ્હી એનસીઆરમાં 487 જણાની તબિયત બગડી હતી. સૌથી વધુ 350 લોકો ગ્રેટર નોઈડામાં બિમાર પડ્યા હતા. જ્યારે નોઈડામાં 15, નવી દિલ્હીમાં 110 અને ગરૂગ્રામમાં 12 જણાની તબિયત લથડી હતી. ખાદ્ય વિભાગે લોટ દળવાના કેન્દ્રો, જથ્થાબંધ દુકાનોમાંથી નમૂના લઈને તેને સીલ કરી દીધા હતા.

ગ્રેટર નોઈડામાં લો કોલેજ અને એપીજેની હોસ્ટેલોમાં ક્રમશ : 215 અને 15 વિદ્યાર્થીઓની તબિયત બડી હતી. તમામ લોકોએ અસહ્ય પેટનો દુખાવો, ઝાડા-ઉલ્ટીની ફરિયાદ કરી હતી. વિદ્યાર્થીઓને અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરાયા હતા. જેમાથી 15 વિદ્યાર્થીઓ આઈસીયુમાં છે.

બીજી તરફ દાદરીમાં 50 જણા બિમાર થયા છે. તમામ ઠેકાણે અભિ પ્યોર બ્રાંડ નામના કોથળામાં પેક દાણાદાળ લોટ નોઈડાના સેક્ટર-73ના એક મકાનમાં ચાલી રહેલા પિસાઈ કેન્દ્રમાંથી આવ્યા હતા. નવી દિલ્હીના રાણીબાગ,પીતમપુરા, ત્રિનગર સહિત અન્ય ઠેકાણે પણ 110 જણા બિમાર થઈ ગયા હતા.

દરમિયાન ગુરૂગ્રામના સેક્ટર-14માં ત્રણ પરિવારોમાં 12 જણા બિમાર થઈ ગયા હતા. તેમને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરાયા છે. સેક્ટર-14 પોલીસે ફરિયાદ મળતા કાર્યવાહી શરૂ કરી છે. જે દુકાનમાંથી આ લોટ ખરીદવામાં આવ્યો હતો ત્યાંથી ખાદ્ય સુરક્ષા વિભાગની ટીમે લોટ અને અન્ય પદાર્થોના નમૂના લઈને તપાસ માટે મોકલી આપ્યા છે.

રાણીબાગ વિસ્તારમાં ખાદ્ય સુરક્ષા વિભાગે અનેક દુકાનો પરદરોડા પાડીને લોટના નમૂના એકઠા કરીને  તપાસ માટે મોકલી આપ્યા છે. ખાદ્ય વિભાગના કમિશનર નેહા બંસલે જણાવ્યું કે આ ઘટના ગંભીર છે. જેને પગલે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે દરોડા પાડીને નમૂના પણ લેવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ