Gujarat Weather/ રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં કેવો પડશે વરસાદ

પાંચ દિવસ દરમિયાન પણ ધોધમાર વરસાદ રહે તેવી આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ વાતાવરણ વરસાદી રહેશે.

Top Stories Gujarat Others
Untitled 158 રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં કેવો પડશે વરસાદ

રાજ્યમાં આગામી 5 દિવસ લઈને હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે.ત્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ડાંગ, અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આ સાથે જ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ 5 દિવસ વરસાદ રહેશે.ત્યારે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હાલ આગાહી કરવામાં આવી છે.અને સાઇક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદ રહેશે તેવું જણાવવામાં આવી રહ્યું છે.

પાંચ દિવસ દરમિયાન પણ ધોધમાર વરસાદ રહે તેવી આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ વાતાવરણ વરસાદી રહેશે. બધા જ રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે ખેડૂતોને પણ સલાહ આપી છે કે આ સપ્તાહમાં તેઓ પોતાના પાકને પાણીથી બચાવવાની વ્યવસ્થા કરી રાખે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.

હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 154 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં 5.5 ઇંચ વરસ્યો છે. તો ખેડાના મહેમદાબાદ અને નડિયાદમાં 4:30 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. કચ્છના મુન્દ્રામાં અને મોરબીના મોરબી સિટીમાં 3.5 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. સુરેન્દ્રનગરના વઢવાણમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આમ, રાજ્યના 13 તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. તો રાજ્યના 45 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે.

આ સિવાય મંગળવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરતમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. અમદાવાદમાં પણ સવારથી વાદળો ઘેરાયેલા જોવા મળ્યા હતા. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. વલસાડ, ઉમરગામ, સુરત, ઘોરાજી વગેરે વિસ્તારમાં જોરદાર વરસાદ જોવા મળ્યો હતો. નવસારીમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જે બાદ કેટલાંક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. નડિયાદમાં પણ ઠેર ઠેર કેડસમા પાણી ભરાયા હતા. ત્યારે આગામી ત્રણ દિવસમાં હજુ પણ વરસાદ ધબધબાટી બોલાવે એવી શક્યતા છે.

ઉપરાંત પાટણ, મહેસણા, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર જિલ્લાઓમાં પણ મંગળવારથી વરસાદની શરુઆત થાય એવી આગાહી છે. ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં મંગળવારે હળવો વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી નથી, પરંતુ હળવો વરસાદ પડી શકે છે. બીજી તરફ, કચ્છની વાત કરવામાં આવે તો સાર્વત્રિક વરસાદ પડ્યો નથી. આગામી દિવસોમાં કચ્છમાં પણ ભારે વરસાદની વકી છે. અહીં હાલ છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો:જામનગરમાં ગાયનો જીવલેણ હુમલો, દીકરાને બચાવતા જતા માતાને થઇ ગંભીર ઈજા

આ પણ વાંચો:પીઠીની વિધિમાં યમ બનીને ત્રાટક્યો ભાઈ, વરરાજાની સામે દુલ્હને તોડ્યો દમ

આ પણ વાંચો:અરવલ્લીમાં નિર્માધીન બિલ્ડીંગનો સ્લેબ તૂટ્યો, સેફ્ટી વગર ઊંચાઈ પર કામ શ્રમિકનું મોત

આ પણ વાંચો:હવે વડ જેવા મોટા ઘટાદાર વૃક્ષોને પણ તમે તમારા ઘરે ઉછરી શકો છો, સુરતના આ વ્યક્તિ 30 વર્ષથી તૈયાર કરી રહ્યા છે બોંસાઈ ટ્રી