ગુજરાત/ કાપડ વેપારીને છોકરીનો ફોટો મોકલી હની ટ્રેપમાં ફસાવી 50 લાખ પડાવ્યા, પોલીસે બે આરોપીની ધરપકડ કરી

સુરતમાં વેસુ વિસ્તારમાં રહેતા એક કાપડના વેપારીને અને ટ્રેપમાં ફસાવી તેની પાસેથી 50 લાખ રૂપિયા પડાવી લેતી એ ગેંગના બે આરોપીઓને પકડવામાં સુરતની અઠવા લાઈન્સ પોલીસને મોટી સફળતા મળી છે.

Top Stories Gujarat Surat
હની ટ્રેપમાં

@અમિત રૂપાપરા 

સુરતમાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જાણે આરોપીઓને અસામાજિક તત્વોને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સુરતમાં એક કાપડના વેપારીને હની ટ્રેપમાં ફસાવી આરોપીઓએ તેની પાસેથી 50 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે અને વધુ 20 લાખ રૂપિયાની માગણી કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો. પોલીસે બે રીઢા આરોપીને ઝડપી પાડ્યા હતા અને હની ટ્રેપનો માસ્ટર માઈન્ડ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસે નિકુલ સોલંકી અને પિયુષ વોરા નામના ઇસમની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 10  લાખ રૂપિયા રોકડા નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આરોપીઓએ વેપારીને નવેમ્બર 2022માં હનીટ્રેપમાં ફસાવી 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને ત્યારબાદ વેપારી પાસેથી 10 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આરોપીઓએ whatsappના માધ્યમથી વેપારીને પહેલા યુવતીનો ફોટો મોકલ્યો હતો અને ત્યારબાદ અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં વેપારીને યુવતીને મળવા મોકલ્યો હતો. ત્યારબાદ ત્રણ આરોપી ત્યાં પહોંચી ગયા અને પછી વેપારી પાસે પૈસાની માગણી કરવામાં આવી હતી. આ ઘટનાના પાંચ મહિના જેટલો સમય વીત્યા બાદ 30 મે 2023ના રોજ આરોપીએ વેપારીને ફોન કર્યો હતો અને પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી હતી.

આરોપીએ વેપારીને પોલીસ તરીકેની ઓળખ આપીને કહ્યું હતું કે, છ મહિના પહેલા છોકરીની એક મેટર બની હતી તેમાં સાઇન કરવાની બાકી છે અને તું ઘર નીચે આવી જા. ત્યારબાદ આરોપીઓ એક ફોરવીલર કાર લઇ વેપારીના ઘર નીચે ગયા હતા અને જ્યારે વેપારી ઘર નીચે આવ્યો ત્યારે કારમાં બેસેલા ત્રણમાંથી એક વ્યક્તિએ પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી વેપારી પાસેથી 50 લાખની માગણી કરી હતી. ત્યારબાદ આ મેટરમાં સમાધાન પેટે 40 લાખ રૂપિયા વેપારી પાસેથી પડાવી લીધા હતા.

પહેલા 10 લાખ અને ત્યારબાદ 40 લાખ રૂપિયા પડાવી લીધા બાદ પણ ફરીથી આરોપીએ વેપારીનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલે ફરીથી સમાધાન પેટે 20 લાખ રૂપિયાની માગણી કરી હતી અને ત્યારબાદ વેપારી દ્વારા આ મામલે અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે વેપારીની ફરિયાદ નોંધી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

ત્યારબાદ હની ટ્રેપના એક આરોપીએ પોતાની ઓળખ પોલીસ અધિકારી મકવાણા સાહેબ તરીકેની આપી ફરિયાદી વેપારીને whatsapp કોલ કરી રૂપિયા આપવા કહ્યું હતું અને ત્યારબાદ અઠવા પોલીસ દ્વારા આ મામલે આખી ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને જ્યારે વેપારી આરોપીને પૈસા આપવા ગયા હતા ત્યારે ટ્રેપ ગોઠવીને પોલીસે બે આરોપીને પકડી પાડ્યા હતા અને આરોપીઓએ ફરિયાદી પાસેથી પડાવી લીધેલા 50 લાખ રૂપિયામાંથી રોકડા રૂપિયા 10 લાખ અને 50,000નો એક મોબાઈલ તેમજ 40,000ની હોન્ડા સાઈન મોટરસાયકલ પોલીસે કબજે લીધી હતી.

મામલે પોલીસ દ્વારા શિવરાજ નામના એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. તો આ ટોળકી વિરુદ્ધ અગાઉ 2020માં પુણા પોલીસ સ્ટેશનમાં પણ હની ટ્રેપનો એક ગુનો નોંધાયો છે અને આરોપીઓ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને આ ઘટનાને અંજામ આપતા હતા ત્યારે હાલ જે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે બંનેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:પત્ની અને તેના પ્રેમીને કેરબામાંથી પીવડાવ્યુ કેફી પીણું…પછી ઢોર માર-મારતો બનાવ્યો વીડિયો.. વાંચો સનસનાટીભરી ઘટના

આ પણ વાંચો:સુરતમાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવાના ચક્કરમાં પાંચ યુવાનો ગયા જેલમાં

આ પણ વાંચો:અકસ્માતમાં પુત્રને ખોપડી નીકળી ગઈ, માતા ખોળામાં લઇ બેસી રહી…

આ પણ વાંચો:ગુજરાતની ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો આનંદોઃ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આજથી અમલી