સુરત/ સચિન GIDCમાં એથર કેમિકલ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં મૃતકોને 50 લાખની સહાય

સુરતના સચિન GIDC વિસ્તાર માં આવેલ એથર કેમિકલ કંપનીમાં સ્ટોરેજ પ્લાન્ટમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગતા 27 કર્મીઓ દાજી ગયા હતા.

Top Stories Gujarat Surat Breaking News
સચિન GIDCમાં
  • સચિન GIDCમાં એથર કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટમામાલો 
  • સુરત હેઠળ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ માં આગ લાગવાનો મામલો
  • આગ લાગવાના કારણે સાત વ્યક્તિઓના થયા છે મોત
  • સાત વ્યક્તિઓ ના મત બાદ કંપનીએ કરી વળતરની જાહેરાત
  • મૃતક વ્યક્તિ દીઠ 50 લાખના વળતરની કરાઈ જાહેરાત

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના સચિન GIDC વિસ્તાર માં આવેલ એથર કેમિકલ કંપનીમાં સ્ટોરેજ પ્લાન્ટમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગતા 27 કર્મીઓ દાજી ગયા હતા જ્યારે 7 કર્મીઓ મોત ને ભેટ્યા હતા. કંપનીએ હાલ તો મૃતકના પરિવાર જનોને 50 લાખ તેમજ ઘાયલ થયેલા કર્મચારીઓને 25 લાખ વળતર ની જાહેરાત કરી છે.

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એથર ઇન્ડસ્ટ્રીઝમાં આગની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. મંગળવારે રાત્રે આગ લાગતા મોતનું તાંડવ જોવા મળ્યું હતું 27 કામદારો ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે સાત લોકોના કંકાલ આજે વહેલી સવારે મળી આવ્યા હતા આ સાત લોકો ગુમ હતા જેના પરિવારજનો છેલ્લા બે દિવસથી રજડતા હતા ત્યારે આજે સાત કંકાલો મળી આવતા અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસનો દોર શરૂ કર્યો હતો આ દરમિયાન એથર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે.

Untitled 2 1 સચિન GIDCમાં એથર કેમિકલ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં મૃતકોને 50 લાખની સહાય

આગ લાગવાના કારણે જે સાત વ્યક્તિઓના મોત થયા છે તેમાં મૃતકોને 50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે અને ઇજાગ્રસ્તોને 25 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે આ સાથે જ મૃતક વ્યક્તિના બાળકોની અભ્યાસની જવાબદારી પણ કંપની ઉઠાવશે અને ઇજાગ્રસ્ત તમામ કામદારોની સંપૂર્ણ સારવારની જવાબદારી પણ કંપની ઉઠાવશે આ સાથે વધુમાં જણાવ્યું હતું કે મૃતક પરિવારના સભ્યોને કામ કરવાની ઈચ્છા હશે તો નોકરી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે ત્યારે હાલ તો જીપીસીબી પોલીસ અને તંત્ર તપાસ કરી રહ્યું છે.

મહત્વનું છે કે એથર કંપની ના માલિકો નું નામ ફોબ્સ ની યાદી માં પણ સામે આવ્યું છે..દેશ ના ધનાઢય લોકો ની યાદી માં એથર કંપની ના ડિરેક્ટરો નું નામ છે.આમ મિલેનીયર ની કંપની માં.આ પ્રકાર ની ઘટના બનતા અનેક સવાલો ઉઠ્યા હતા.જોકે હજુ પણ ઘટના અંગે અનેક સવાલો થઈ રહ્યા છે.કારણ કે જ્યારે ઘટના બની ત્યારબાદ બધા કર્મચારીઓ બહાર નીકળી ગયા છે તેવી વાત ફેલાવી હતી.પરંતુ ત્યારબાદ 7 મૃતદેહ એક દિવસ બાદ મળી આવ્યા હતા..એટલે સવાલ એ પણ થાય છે કે એક દિવસ સુધી શા માટે મૃતદેહ ની જાણ ન કરાઇ.હાલ સમગ્ર દિશા માં પોલીસે તપાસ શરૂ કરી છે. અત્યાર સુધી જે પણ કંપની માં આ પ્રકાર ની ઘટના બની છે તેમાં કંપની ના માલિક સામે સપરાધ મનુષ્ય વધ નો ગુનો નોંધાયો છે.. હવે જોવાનું એ રહે છે કે 50 લાખ ની સહાય જાહેરાત કરી આ લોકો કાયદા થી છટકી જશે કે કેમ તે જોવું રહ્યું.


whatsapp ad White Font big size 2 4 સચિન GIDCમાં એથર કેમિકલ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં મૃતકોને 50 લાખની સહાય


આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર

આ પણ વાંચો:ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ડિસેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણ સુવિધા સાથે ધમધમશે

આ પણ વાંચો:દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો..

આ પણ વાંચો:મારી છોકરી જોડે કેમ વાત કરે છે…કહીને યુવતીના પિતાએ યુવકને છરીના ઘા ઝીકી ઉતાર્યો મોતને ઘાટ