75th Republic Day/ જૂનાગઢ ખાતે 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે. ગુજરાતનાં ડીજીપી પણ ઉપસ્થિત રહ્યા…

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 26T112303.275 જૂનાગઢ ખાતે 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ

Gujarat News: સમગ્ર દેશવાસીઓ આજે 75મા લોકતાંત્રિક દિવસની ઉજવણી કરી રહ્યાં છે. ત્યારે રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થઈ રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે. ગુજરાતનાં ડીજીપી પણ ઉપસ્થિત રહ્યા હતા.


ધ્વજારોહણ કાર્યક્રમમાં ધ્વજવંદન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કરાયું છે. તેમજ રાજ્યના પોલીસ વિભાગ દ્વારા પરેડ કરવામાં આવી હતી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી કરાશે. રાજ્યના વિવિધ વિભાગો દ્વારા ગ્રાઉન્ડ પર કરતબો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
રાજ્યપાલે સુરક્ષા જવાનોની પરેડનું નિરિક્ષણ કર્યું હતું. ધ્વજવંદન બાદ જવાનો દ્વારા બાઈક સ્ટંટ, અશ્વ અને શ્વાન દળનો શો વગેરે યોજાયા હતા. તેમજ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ લોકોને 75માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.