Cancel Train/ 2 જૂન સુધી 930 ટ્રેનો કેન્સલ રહેશે, યાત્રા પહેલા જાણી લો

રેલ્વેએ તેની સેવાઓ પર મેગા બ્લોક લગાવ્યો છે. રેલવેએ આટલી મોટી સંખ્યામાં ટ્રેનો કેન્સલ કરવાનું કારણ આપ્યું છે. રેલવેના જણાવ્યા અનુસાર, દક્ષિણ ………..

India Trending
Image 2024 05 31T153319.328 2 જૂન સુધી 930 ટ્રેનો કેન્સલ રહેશે, યાત્રા પહેલા જાણી લો

Mumbai: મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે આ મહત્વનું છે. 30મે મોડીરાત્રિથી 930 ટ્રેનોને 63 કલાક માટે રદ કરી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં ટ્રેન રદ કરવાનું કારણ પણ રેલ્વેએ આપ્યું છે. જોકે, આટલી મોટી સંખ્યામાં ટ્રેનો રદ થતાં મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે મુંબઈમાં લોકલ ટ્રેન ખૂબ જ સુલભ માધ્યમ છે. જેના દ્વારા દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે.

2 જૂન સુધી રદ રહેશે

રેલ્વેએ તેની સેવાઓ પર મેગા બ્લોક લગાવ્યો છે. રેલવેએ આટલી મોટી સંખ્યામાં ટ્રેનો કેન્સલ કરવાનું કારણ આપ્યું છે. રેલવેના જણાવ્યા અનુસાર, દક્ષિણ  મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશન અને થાણે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મને પહોળું અને વિસ્તૃત કરવાનું કામ ચાલી રહ્યું છે. આ કારણોસર આટલી મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ટ્રેનોને 30મી મેની મધરાતથી રદ કરવામાં આવી છે. તેમજ 2 જૂને બપોરે 3.30 વાગ્યા સુધી ટ્રેનો રદ રહેશે.

મધ્ય રેલ્વેના ચાર મુખ્ય કોરિડોર છે. જેમાં મેઈન, હાર્બર, ટ્રાન્સ હાર્બર અને ઉરણનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, આ કોરિડોર પર દરરોજ 1800 થી વધુ ટ્રેનો મુસાફરી કરે છે. આનો અર્થ એ થયો કે  મુંબઈમાં દરરોજ ત્રણ લાખ મુસાફરો સીધા રેલવે સાથે જોડાયેલા છે . આ ટ્રેનો આગામી 54 કલાક માટે રદ રહેશે. આ અસરને કારણે લાંબા અંતરની કેટલીક ટ્રેનોને પણ અસર થશે. તેમ રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું. જો જરૂરી ન હોય તો આ રૂટ પર આ લોકલ ટ્રેનોમાં મુસાફરી ન કરો. અન્યથા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IRDAI હેલ્થ ઇન્સ્યોરન્સ મામલે લીધો મહત્વનો નિર્ણય, 1 કલાકમાં જ આપવી પડશે કેશલેસ ટ્રીટમેન્ટની મંજૂરી

આ પણ વાંચો: PM મોદીના કન્યાકુમારીના રોક મેમોરિયલ પર ધ્યાન મામલે વિપક્ષના પ્રહાર, ટેલિકાસ્ટ પર કરશે ફરિયાદ

આ પણ વાંચો: લો બોલો ! દિલ્હીમાં રેકોર્ડ તોડ 52.9 ડિગ્રી તાપમાન ‘સેન્સરની ભૂલ’ ?