Lifestyle: મકર સંક્રાતિ (Makar Sankranti) પર ખીચડો અને ઊંધિયુ ખાવાની તો પરંપરા છે જ પણ કંઇક ગરમાગરમ ફરસાણ ખાવું હોય તો શું કરશું? 14 અને 15 જાન્યુઆરીએ ઉત્તરાયણ નિમિત્તે બનાવો દાળ વડા (Dal Vada)…આ રેસિપી (Recipe) બધાએ ચોક્કસ બનાવી જ હશે પણ આ સરળ રીતથી બનાવી જોશો તો વારંવાર બનાવવાનું પસંદ કરશો.
ઉત્તરાયણના તહેવાર (Uttarayan Festival) નિમિત્તે મહેમાનો પણ ઘરે પધારે છે તો તમે એમને સાંજની ચા સાથે સર્વ કરી શકો છો. આમ તો મગ દાળના આ પકોડા (Dal Vada) બનાવવા માટે મગની ફોતરાવાળી દાળને આખી રાત પલાળી રાખવામાં આવતી હોય છે પણ આ વિધિમાં તમે 4 થી 5 કલાક દાળ પલાળશો તો પણ આરામથી આ દાળ વડા અને લીલી ચટણી (Green Chutney) બનાવીને એની મજા માણી શકો છો! ઘરના સભ્યો પણ (Dal Vada) ખાઇને ખુશ થઇ જશે અને તમને બનાવતા વાર પણ નહિં લાગે!

મકર સંક્રાંતિ પર બનાવો દાળવડા (Dal Vada) ફરસાણ
મકર સંક્રાંતિનો તહેવાર હર્ષોલ્લાસનનું પર્વ છે. ગુજરાત (Gujarat)માં સવિશેષ ઉજવાતી ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિ (Uttarayan, Makaranti)ની વાત કરીએ તો, સૌપ્રથમ તો આપણને ખુલ્લું આકાશ અને પતંગ-ફીરકી (Patang-Firki) જ યાદ આવે! તલ-ગોળની લાડુડી, તલ પાપડી (Til Papdi), સીંગની ચીકી, દાળીયાની ચીકી, ઉંધિયુ-જલેબી, ખીચડો (Khichdo) વગેરે પરંપરાગત વાનગીઓની સ્વાદ અને સોડમ વિશે વિચારવામાત્રથી જ આપણા મોંમાં આવી જાય છે. વળી, સિઝનલ ફળો જેવા કે બોર, જામફળ અને શેરડી (Bor, Guava and Sugarcane) ખાવાની તો મજા જ કંઇ ઓર છે! પરંતુ, જે વસ્તુ આપણને સૌથી વધુ આકર્ષે છે તે છે ભૂરા સ્વચ્છ આકાશમાં વિહાર કરતા રંગબેરંગી પતંગો (Kites) તથા સ્વાદિષ્ટ ફરસાણમાં સૌના ફેવરિટ છે દાળ વડા (Dal Vada)…તો ચાલો જોઇએ દાળ વડા બનાવવાની સરળ રેસિપી…
શી રીતે બનાવશો દાળવડા?
દાળ વડા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
200 ગ્રામ ફોતરા વાળી મગ દાળ
1 ચપટી હીંગ
3 થી 4 તીખા લીલા મરચા
1 ઇંચ આદુ
1/2 કપ સમારેલી ડુંગળી
1/4 ચમચી લાલ મરચું પાવડર
1 થી 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર
સ્વાદાનુસાર મીઠું
તળવા માટે તેલ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ મગ દાળ (Moong Dal)ને આશરે 4 થી 5 કલાક ધોયા બાદ પાણીમાં પલાળી રાખો.
2. દાળ સારી રીતે ફૂલી જાય પછી એને હાથેથી મસળી લો અને એની છાલ એટલે કે ફોતરાને ઉપર તરી આવે એટલે કાઢી લો.
3. હવે દાળને નિતારીને એને મિક્સરમાં અધકચરી વાટી લો. એમાં આદુ અને મરચાં (Ginger & Green Chilies) પણ ઉમેરીને સાથે જ વાટી લેવા.
4. દાળ પીસતી વખતે ઢીલી ન થઇ જાય એનું ધ્યાન રાખવુ નહિં તો દાળ વડા બનાવવામાં તકલીફ પડી શકે છે.
5. હવે એમાં ઝીણા સમારેલા કાંદા, કોથમીર, મસાલા તથા મીઠું (Salt) ઉમેરી દો.
6. એક તાવડીમાં તેલ ગરમ કરવા મૂકી દો.
7. જ્યાં સુધી તેલ ગરમ થાય ત્યાં સુધી આ મિશ્રણને સારી રીતે ફેંટી લો જેથી એ હળવું અને ફ્લફી થઇ જશે તથા એનો રંગ પણ સહેજ લાઇટ થઇ જશે.
8. હવે આ બેટરમાંથી નાની-નાની સાઇઝના દાળ વડા (Dal Vada) ઉમેરતા જાઓ. પ્રથમ ફાસ્ટ ગૅસ પર ઉમેરીને પછી મધ્યમ તાપે આ મગ દાળના પકોડા તળી લો. એ ક્રિસ્પી અને લાઇટ બ્રાઉન થાય ત્યારે એને તેલમાંથી કાઢી લેવા.
તો તૈયાર છે તમારા કુરકુરા, મજેદાર ગરમાગરમ દાળ વડા…જેને તમે ચા, લીલા તળેલા મરચા કે તીખી ચટણી અને લાંબી સમારેલી ડુંગળી સાથે સર્વ કરી શકો છો.
આ પણ વાંચો: શિયાળામાં સરસવ કે બથુઆ…કઇ ભાજી ઉત્તમ, હૅલ્થ માટે શું ખાવું બહેતર?
આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હૅલ્ધી પાલખ ચીલા, આ રહી ફટાફટ બ્રેકફાસ્ટ રેસિપી…!
આ પણ વાંચો: મૂળાની ભાજીને ફેંકશો નહિં…બનાવો ચટાકેદાર મૂળાની ચટણી…ફટાફટ રેસિપી…
