Lifestyle/ ચટપટું આમળાનું અથાણું, તેલ-મસાલા વગર આ હૅલ્ધી રીતે બનાવો…શિયાળામાં માટે છે સુપરફૂડ…

Amla Pickle…આ ઓઇલ ફ્રી આમળાનું અથાણું બાળકો અને વૃદ્ધો માટે એક સ્વસ્થ વિકલ્પ સિદ્ધ થાય છે. આમળા શિયાળાનું સુપરફૂડ ગણાય છે…

Trending Food Health & Fitness Lifestyle
Amla Pickle, આમળાનું અથાણું, તેલ વગરનું અથાણુું, હૅલ્ધી

Lifestyle: આમળાનું અથાણું (Amla Pickle) તમારા રોજીંદા ભોજનમાં સરળતાથી ભળી જશે. ખીચડી, દાળ-ભાત કે પરાઠા સાથે તેનો સ્વાદ અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. તેલના ઉપયોગ વિના બનેલું આ ઓઇલ ફ્રી અથાણું (Oil Free Pickle) બાળકો અને વૃદ્ધો માટે એક સ્વસ્થ (Healthy) વિકલ્પ સિદ્ધ થાય છે.

આમળા છે શિયાળાનું સુપરફૂડ

શિયાળાની ઋતુ આવતાની સાથે જ ચોમાસાનો મંદાગ્નિ જેમ જઠરાગ્નિમાં પરિવર્તિત થઇ જાય છે એ જ પ્રમાણે રસોડા અને ગૃહિણીઓની ઊર્જામાં વૃદ્ધિ થઇ જાય છે! લીલાછમ શાકભાજીની આવકની સાથોસાથ લીલા કાચ જેવા આમળા પણ ઠેર-ઠેર દેખાવા લાગે છે. આમળા એક સુપરફૂડ (Superfood) છે જેનું સેવન શિયાળામાં સ્વાસ્થ્ય (Health) માટે ઘણું જ ઉત્તમ ગણાય છે. શિયાળામાં બજારમાં આમળાનું ધૂમ વેચાણ થાય છે. ઘર-ઘરમાં ઠંડીની સિઝનમાં એમાંથી ભાત-ભાતની વાનગીઓ અને વ્યંજન બનતા હોય છે. આમળામાંથી અનેકવિધ વાનગીઓ અને મુખવાસ પણ બને છે જે વિશે આપણે હવે જાણીશું.

Amla Pickle, આમળાનું અથાણું, તેલ વગરનું અથાણુું, હૅલ્ધી

આમળાની વિવિધ વાનગીઓ અને ફાયદા

કોઇ આમળાની ચટણી (Amla Chatni) ખાવાનું પસંદ કરે છે તો કોઇને આમળાને મુરબ્બો (Amla Murabba)! કોઇ આથેલા આમળા ખાવાનું પસંદ કરે છે તો વળી કોઇને આમળાનું અથાણું (Amla Pickle) પસંદ હોય છે! આ તમામ વસ્તુઓ સ્વાદિષ્ટ હોય છે પણ શું તમે ક્યારેય આમળાની કેન્ડી (Amla Candy) ખાધી છે ખરી? એ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, સ્વાસ્થસભર મુખવાસ છે. એના સેવનથી ઇમ્યુનિટી (Immunity Booster) બુસ્ટ થાય છે અને જેથી વાયરલ ઇન્ફેક્શન (Viral Infection)નું જોખમ પણ મોટા ભાગે રહેતું નથી. ઘણા લોકોને એનો ખાટો સ્વાદ ગમતો ન હોય તો તમે આમળાના અથાણાના સ્વરુપમાં સેવન કરી શકો છો. હવે જો તમે આમળાનું અથાણું (Amla Pickle) ઘરે જ તૈયાર કરવા માગતા હો તો અહિં પ્રસ્તુત છે એની સરળ રેસિપી (Recipe)…

વિટામિન સી (Vitamin C)થી ભરપૂર આમળા પાચન, ત્વચા અને વાળ (Digetion, Skin, Hair) માટે એક સુપરફૂડ ગણાય છે. જોકે, મોટાભાગના લોકો અથાણાં ખાવાનું ટાળે છે કારણ, તેમાં ઘણું તેલ અને મસાલા હોય છે. જો તમે સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા ધરાવો છો અને તેલથી લથબથ અથાણાં ખાવાનું ટાળો છો, તો આ આમળાનું અથાણું તમારા માટે ઉચિત રહેશે. આ રેસીપીમાં તેલ કે વધુ પડતા મસાલાનો ઉપયોગ નથી, એમ છતાંયે તેનો ખાટો-મીઠો અને મસાલેદાર સ્વાદ તમને અવશ્ય ગમશે. આ સ્વાદિષ્ટ તેલ વગરના આમળાનું અથાણું (Amla Pickle) કેવી રીતે બનાવવું એ અંગે હવે વિસ્તૃતપણે જાણીશું…

શી રીતે બનાવશો ઓઇલ-ફ્રી આમળાનું અથાણું (Amla Pickle)?

ઓઇલ-ફ્રી આમળાનું અથાણું (Amla Pickle) બનાવવા માટે તમને આટલી સામગ્રીની આવશ્યકતા રહેશે.

Amla Pickle, આમળાનું અથાણું, તેલ વગરનું અથાણુું, હૅલ્ધી

સામગ્રી

500 ગ્રામ આમળા

4 થી 5 લીલા મરચાં

2 ઇંચનો આદુનો ટુકડો

મીઠું સ્વાદાનુસાર

1/2 ચમચી હળદર પાવડર

2 ચમચી લીંબુનો રસ

પાણી

Amla Pickle, આમળાનું અથાણું, તેલ વગરનું અથાણુું, હૅલ્ધી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ, તાજા લીલાછમ આમળાને સારી રીતે ધોઈ લો.

2. એક મોટી તપેલીમાં પાણી ઉકાળો અને તેમાં આમળા ઉમેરો અને લગભગ 8 થી10 મિનિટ સુધી ઉકળવા દો

3. આમળા થોડા નરમ થાય ત્યારે ગૅસ બંધ કરી દો. અહિં ધ્યાન રાખવું કે તે વધારે ન ગળી જાય.

4. આ બાફેલા આમળાને પાણીમાંથી કાઢીને ઠંડા થવા દો. એ ઠંડા થાય પછી તેને ધીમેથી દબાવીને અલગ કરો. વચ્ચેના બીજ કાઢી લેવા.

5. હવે આ આમળાના ટુકડાને એક મોટા બાઉલમાં મૂકો. તેમાં લાંબા સમારેલા લીલા મરચાં અને આદુની મોટી કતરણ ઉમેરો.

6. મીઠું તથા હળદર ઉમેરીને સારી રીતે મિક્સ કરવા. જો તમને વધારે ખાટો સ્વાદ ગમતો હોય તો લીંબુનો રસ ઉમેરી શકો છો.

7. આ મિશ્રણને સ્વચ્છ, સૂકી કાચની બરણીમાં ભરો. હવે તમે આમળાને જે પાણીમાં ઉકાળ્યા હતા તેમાંથી જ થોડું પાણી ઠંડુ કરીને ઉમેરી શકો છો. આનાથી અથાણું રસાદાર રહેશે.

8. આ કાચના જાર કે બરણીને સ્વચ્છ કપડા અથવા ઢાંકણા વડે સીલ કરો અને 2 થી 3 દિવસ સુધી તડકામાં કે કોઇ ગરમ જગ્યાએ મૂકી રાખો.

9. પૂરા 3 દિવસ બાદ, આમળાનું અથાણું (Amla Pickle) સંપૂર્ણપણે મેરીનેટ થઈને ખાવાલાયક બની જશે. તમે તેને રેફ્રિજરેટરમાં પણ સ્ટોર કરી શકો છો.

તો તૈયાર છે તમારું આમળાનું ઓઇલ-ફ્રી અથાણું….જેને તમે તમારા ભોજનમાં સ્વાદવર્ધક અથાણા તરીકે ખાઇ શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શિયાળામાં ગોળને અવશ્ય તમારા ડાયેટમાં સામેલ કરો…સ્વાસ્થ્યને મળશે ઘણા લાભ…આ 5 રેસિપીથી!

આ પણ વાંચો: હળદર કેવળ કિચનનો મસાલો નથી, દવા છે! ન્યુટ્રિશનિસ્ટ પાસેથી જાણીએ એના 8 જાદુઇ સ્વાસ્થ્ય લાભ વિશે…

આ પણ વાંચો: આમળા કેન્ડીનો મુખવાસ, છે ઇમ્યૂનિટી વર્ધક…ઘરે બનાવવાની અત્યંત સરળ રેસિપી…