MANTAVYA Vishesh/ ખેડૂતોને બધા ખરીફ પાકના ટેકાના ભાવ કરતાં 10થી 30 ટકા નીચા ભાવ મળ્યા

ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરવામાં આવે છે, પરંતુ જ્યારે વાસ્તવિક ધરાતલ પર જોવામાં આવે તો આજે પણ નફારૂપી પાક તો વચેટિયાઓ જ લણી જાય છે. સરકાર ખેડૂતની આવક બમણી કરવા સંખ્યાબંધ માપદંડને ધ્યાનમાં રાખીને લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરે છે, પરંતુ ખેડૂતોની સ્થિતિ ઠેરની ઠેર છે. સરકારે ખેડૂતોના નક્કી કરેલા ભાવ છતાં પણ ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ કરતાં પણ નીચા ભાવે તેમનો પાક વેચવાની ફરજ પડે છે.

Mantavya Vishesh
ખરીફ પાક

ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરવામાં આવે છે, પરંતુ જ્યારે વાસ્તવિક ધરાતલ પર જોવામાં આવે તો આજે પણ નફારૂપી પાક તો વચેટિયાઓ જ લણી જાય છે. સરકાર ખેડૂતની આવક બમણી કરવા સંખ્યાબંધ માપદંડને ધ્યાનમાં રાખીને લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરે છે, પરંતુ ખેડૂતોની સ્થિતિ ઠેરની ઠેર છે. સરકારે ખેડૂતોના નક્કી કરેલા ભાવ છતાં પણ ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ કરતાં પણ નીચા ભાવે તેમનો પાક વેચવાની ફરજ પડે છે.

 

આ પ્રકારની પરિસ્થિતિમાં સરકાર પાસે બે જ વિકલ્પ છે. ખેડૂતોની પેદાશના ભાવ જો લઘુત્તમ ટેકાના ભાવ મુજબના ન હોય તો સરકાર તેમને ભાવફેરનો લાભ સીધા તેમના ખાતામાં જમા કરાવે. એટલે કે ખેડૂતોની જે પેદાશના ભાવ લઘુત્તમ ટેકાના ભાવ કરતાં ઓછા હોય તો ખેડૂતની પેદાશના ભાવ અને તેના લઘુત્તમ ટેકાના ભાવ વચ્ચેનો ફરક ખેડૂતના ખાતામાં જમા કરાવવામાં આવે.

ખરીફ પાક

જ્યારે બીજો વિકલ્પ છે કે સરકાર ખાનગી વેપારીઓને ફરજ પાડે કે ખેડૂતોની પેદાશના ભાવ કમસેકમ લઘુત્તમ ટેકાના ભાવ કરતાં વધારે હોય તેવી બોલી લગાવવામાં આવે, પરંતુ સરકાર શું ખાનગી વેપારીઓને આ પ્રકારની ફરજ પાડી શકે તે મોટો સવાલ છે. વાસ્તવમાં તો સરકારે વેપારીઓને તેણે પોતે નક્કી કરેલા લઘુત્તમ ટેકાના ભાવથી નીચેના ભાવ બોલાવવાની જ છૂટ ન આપવી જોઈએ. સરકારે પોતે જ નક્કી કરવું જોઈએ કે કોઈ ખેડૂતને લઘુત્તમ ટેકાના ભાવ કરતાં નીચા ભાવે તેની ખેતપેદાશ વેચવાની ફરજ ના પડે.

વાસ્તવમાં પુરવઠા ખાતાના અધિકારીઓ ભ્રષ્ટ હોવાના કારણે આ સ્થિતિનું સર્જન થયું હોવાનું કહેવાય છે. જો આ અધિકારીઓ તકેદારી રાખે તો ખેડૂતો માટે જાહેર થયેલા લઘુત્તમ ટેકાના ભાવથી નીચી કોઈ બોલી જ વેપારી કઈ રીતે લગાવી શકે, પણ આવું થતું નથી. હવે જો આવું ન થાય તો તેના બીજા ઉપાય તરીકે ખેડૂતો માટે વેપારીઓ દ્વારા બોલવામાં આવતા ભાવ અને સરકારે લઘુત્તમ ટેકાના ભાવ વચ્ચેનો ભાવફેર કે ભાવાંતર સરકાર ચૂકવી આપે અને આ રકમ ડીબીટી એટલે કે ડાયરેક્ટ ટે બેનિફિટ હેઠળ સીધી ખેડૂતના ખાતામાં જ જમા થવી જોઈએ.

ખરીફ પાક

આમ એક રીતે વેપારીઓ તો કડદો કરે જ છે, પરંતુ આ ભ્રષ્ટ અધિકારીઓ પર કડદો કરે છે અને તેનો માર ખેડૂતોને પડે છે. તેના કારણે સરકારે જ ખેડૂતોની આવક બમણુ કરવાનું નિયત કરેલું લક્ષ્ય પાર પડતું નથી. આ અંગે નિષ્ણાતોનું કહેવું છે કે વાસ્તવમાં તો સરકારે આ બધા માટે નવો જ વિભાગ ખોલવો પડે તેવી સ્થિતિ છે, જે ખેડૂતોને લગતી બાબતો પર પ્રારંભથી લઈને અંત સુધી તેનો ટ્રેક રાખે, ત્યારે આ પ્રક્રિયા સુપેરે પાર પડે અને સરકારે નક્કી કરેલા લાભ ખેડૂતો સુધી પહોંચે. હવે જો ખેડૂતને લઘુત્તમ ટેકાના ભાવ જ ન મળે તો પછી તે તેની ખેતપેદાશ મેળવવાનો ખર્ચ કઈ રીતે કાઢે.

કોઈપણ ખેડૂત લાંબા સમય સુધી ખાધ કઈ રીતે વેઠી શકે. પોતાની ખેતપેદાશમાંથી નફો તો બાજુએ મૂકી દો પણ ખર્ચ માંડ-માંડ કાઢી શકતો હોય તે સંજોગોમાં તે ખેતી કઈ રીતે ચાલુ રાખી શકે. આવી જ સ્થિતિ લાંબા સમય સુધી ચાલતી રહી તો ખેડૂત માટે તો ખેતી છોડી દેવા સિવાય કોઈ આરો રહેતો નથી.

ખરીફ પાક

ગુજરાતમાં ચાલુ વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બર 2025માં બધા ખરીફ પાકના ભાવ ખેડૂતોને 10થી લઈને 30 ટકા સુધી ઓછા મળ્યા છે. ઉદાહરણ તરીકે જોઈએ તો સરકારે અડદના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ  7,800 રૂપિયા નક્કી કર્યા હતા, પરંતુ તેનો બજારભાવ 6,090 રૂપિયા જ હતો. આમ ટેકાના ભાવ કરતાં તેમા લગભગ 22 ટકા જેટલો ઘટાડો હતો. સોયાબીનનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 7,263 હતો, જ્યારે તેનો બજારભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 5,583 મળ્યો હતો.

ખરીફ પાક

વાસ્તવમાં સરકાર દ્વારા ઓફર કરવામાં આવતા લઘુત્તમ ટેકાના ભાવને તો તળિયાના ભાવ ગણવા જોઈએ અને તેની બોલી તો વાસ્તવમાં તેના કરતા ઉપરથી શરૂ થવી જોઈએ. તેના બદલે વેપારીઓની બોલી તો લઘુત્તમ ટેકાના ભાવથી પણ નીચે ઉતરી જાય છે. સરકારે ખરેખર તો લઘુત્તમ ટેકાના ભાવથી નીચેના ભાવે ખેતપેદાશો વેચનારાઓ વેપારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. સરકારે વાસ્તવમાં તો આ પ્રકારનો કાયદો બનાવવો જોઈએ અને તેનો કડકાઈથી અમલ કરાવવો જોઈએ.

ખરીફ પાક

સરકારે વાસ્તવમાં બધા માર્કેટ યાર્ડને ફરજ પાડવી જોઈએ કે લઘુત્તમ ટેકાના ભાવથી નીચેના ભાવે ખરીદી જ ન થાય. આવું કરનારા માર્કેટિંગ યાર્ડોને દંડ ફટકારવો જોઈએ. અહીં સરકારની નિયત ગમે તેટલી સાફ હોય, પરંતુ સરકારની અંદરના કેટલાક તત્વો સરકારની જ પોતાની આશાને બર આવવા દેતા નથી. સરકારે પહેલાં તો કદાચ અહીં પોતાનું ઘર સાફ કરવાની જરૂર છે, તેના પછી જ તે ખેડૂતોના પ્રશ્નો ઉકેલી શકશે તેમ માનવામાં આવે છે.

ખરીફ પાક

સરકારે હવે જો આ તત્વોની સામે પગલાં પણ ભરવા ન હોય, પરંતુ પોતાની લાજ બચાવવી હોય તો બસ આ ભાવફેર છે તે ખેડૂતોને આપી દેવો જોઈએ. તે સીધો ખાતામાં ટ્રાન્સફર કરવો જોઈએ. તેના કારણે કમસેકમ ખેડૂતને તેની ખેતપેદાશના ભાવ તો મળે અને તેની ખેતી ચાલુ રહી શકે. છેલ્લે સરકાર કમસેકમ એટલું વલણ તો દર્શાવી શકે કે ખેડૂત ખેતી કરતો રહી શકે. કોઈપણ ખેડૂત લાંબા સમય સુધી નુકસાનમાં ખેતી ન કરી શકે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં નવેમ્બર સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શક્ય જ નથી તેવો દાવો

આ પણ વાંચો: અમરેલીના કોલેજના નિયામકે વિદ્યાર્થીનીઓની છેડતી કરતાં જેનીબેન ઠુમ્મર લાલઘૂમ

આ પણ વાંચો: જૂના સંબંધોમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ ડાયવોર્સ ‘મન્થ’ !