Lifestyle: એક એવું સુપરફૂડ (Superfood) છે જે ન કેવળ વ્યાજબી ભાવે મળી રહે છે પરંતુ શરીરને મલ્ટીવિટામિન (Multivitamin)ની ગોળીની જેમ કામ આપે છે અને એ છે કેળા (Banana)! આખું વર્ષ બજારમાં એ આરામથી ઉપલબ્ધ હોય છે અને આમ છતાંયે શિયાળામાં કેટલાય લોકો એને ખાવાનું ટાળતા જોવા મળે છે! લોકોની સામાન્ય ધારણા એવી છે કે આ ફળ ખાવાથી ઠંડી વધારે લાગે છે અથવા તો શરદી-ખાંસી (Cold-Cough) થાય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હકીકત કંઇક અલગ જ છે!

કેળાના પોષક ગુણધર્મો
આ ફળ ઊર્જાથી સભર હોય છે અને એ ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન B 6 (Fiber, Potassium, Magnesium, Vitamin B 6)નો કુદરતી ઉત્તમ સ્ત્રોત છે. શિયાળા (Winter)માં જ્યારે પણ શરીરને ઊર્જા અને રોગ પ્રતિકારક શક્તિ (Energy & Immunity)ની જરુર હોય છે ત્યારે એ અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. એમાં રહેલી કુદરતી શુગર શરીરને સત્વરે એનર્જી પ્રદાન કરે છે અને ઠંડીની મોસમમાં આળસ અને નબળાઇ દૂર કરે છે.

1. એમાં દ્રાવ્ય પ્રકારનું ફાઇબર હોય છે જે પાચનને સુદ્રઢ બનાવે છે અને ઠંડીની ઋતુમા થતી કબજીયાતની સમસ્યાને નિવારવામાં મદદરુપ થાય છે.
2. એમાં હાજર પોટેશિયમ શરીરના તાપમાનને સંતુલિત રાખવામાં સહાયક હોય છે તથા માંસપેશીઓમાં ખેંચાણ અને દર્દને ઓછું કરવામાં મદદ કરે છે.
3. એ પાચનમાં હળવા રહે છે અને એસિડિટી તથા ગૅસ જેવી તકલીફોમાં પણ લાભપ્રદ માનવામાં આવે છે.
કેળા (Banana) ખાવા જોઇએ કે નહિં?
હવે જાણીશું સ્વાસ્થ્ય માટે ઉપયોગી એવા કેળા વિશે આયુર્વેદ અને મોડર્ન સાયન્સ શું કહે છે? શું ખરેખર શિયાળામાં એને ખાવાથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે?
સાયન્સ શું કહે છે?
આ વિશેનો ચોંકાવનારો રિસર્ચ જાણીને તમને ખરેખર નવાઇ લાગશે કે આ સોંઘા ફળ તમારા હાડકાં, હાર્ટ અને પાચન તંત્રની કાયાપલટ કરી દેશે!

હાડકાં માટે નેચરલ પેઇન કિલર
ઠંડીની ઋતુમાં સાંધા અને મસલ્સમાં દર્દ થવાની સમસ્યા સામાન્ય હોય છે. એક રિસર્ચ અનુસાર, એમાં કેલ્શિયમ, મેંગેનિઝ અને મેગ્નેશિયમનું જબરદસ્ત સંયોજન હોય છે જે હાડકાંની ઘનતા વધારે છે. હાડકાં માટે માત્ર કેલ્શિયમ જ નહિં પરંતુ પોટેશિયમ પણ આવશ્યક છે. ‘અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યૂટ્રિશન’ (American Journal of Clinical Nutrition)માં પ્રસિદ્ધ એક સંશોધન મુજબ, પોટેશિયમ હાડકાના સ્વાસ્થ્ય (Bones Health)માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમે શિયાળામાં સાંધાના દુ:ખાવા (Joints Pain)થી બચવા માગતા હો તો આ ફળ તમારા માટે એક ઉત્તમ વિકલ્પ છે. દરરોજ બે કેળા ખાવાથી તમને ફાયદો થશે.
મગજ અને હૃદયના બોડીગાર્ડ
યુ.કે.ની ‘લીડ્સ યુનિવર્સિટી’ (University of Leeds)ના એક અધ્યયન અનુસાર, કેળા જેવા હાઈ ફાઇબર ફૂડ હૃદયની બીમારીઓ અને કોરોનરી હાર્ટ ડિઝીઝ (Heart Diseases)ના જોખમોને અનેકગણા ઘટાડી નાખે છે. કેળામાં હાજર પોટેશિયમ બીપીને નિયંત્રિત (BP Control) કરે છે અને તમારા મગજને વધુ સતર્ક રાખે છે.
વજન ઘટાડવા અને કબજીયાત મટાડવાનો અચૂક ઇલાજ
એમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને ફાઇબર (Soluble Fiber & Insoluble Fiber) હાજર હોય છે અને મેડિકલ સાયન્સ (Science) અનુસાર, દ્રાવ્ય ફાઇબર પાચનને ધીમું કરે છે અને આથી લાંબો સમય પેટ ભરેલું લાગે છે. આથી ફાલતુ વસ્તુઓ ખાઇને કેલરી વધારવામાંથી બચી શકાય છે. આ કબજીયાતના દર્દીઓ માટે પણ કોઇ દવાથી કમ નથી!

શું કહે છે આયુર્વેદ નિષ્ણાત?
કેળા ભલે ને પોષણથી ભરપૂર આહાર હોય એમ છતાં આયુર્વેદિક સિદ્ધાંતો (Ayurveda) અનુસાર, કેટલીક બાબતોનું ધ્યાન રાખવું અનુવાર્ય છે.
1. જો તમને ઘણી જલ્દી ગુસ્સો (Anger) આવતો હોય કે પેટમાં બળતરા રહેતી હોય અર્થાત્ પિત્ત દોષ હોય તો એને ખાતા પહેલા ધ્યાન રાખવું જરુરી છે.
2. જો તમને અગાઉથી જ કફ કે શ્વસન સંબંધી સમસ્યા રહેતી હોય તો કેળા ખાવાથી હાલત ખરાબ થઇ શકે છે.
3. આયુર્વેદ અનુસાર, રાત્રે એને ખાવાથી શરીરમાં કફ અને ગળફાં વધવાની સંભાવના રહે છે.
4. રાત્રે ખાધેલું આ ફળ પચવામાં સમય લે છે અને સવારે સુસ્તી મહેસૂસ થાય છે.
5. શિયાળામાં એને ખાવાનું તમે ટાળતા હો તો એને સવારે નાસ્તામાં દૂધ સાથે, ફાડા અથવા ઓટ્સમાં મિક્સ કરીને સેવન કરવું ઉત્તમ રહેશે.
આમ આયુર્વેદની દ્રષ્ટિએ જોઇએ તો યોગ્ય રીતે અને સંતુલિત માત્રામાં આ ફળને ખાવાથી દરેક ઋતુમાં સ્વાસ્થ્ય (Health) માટે એ બહેતર સાબિત થશે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: શિયાળામાં તમારા હાથ-પગ પર સોજા આવે છે? આંગળીઓની પીડા અને ખંજવાળથી રાહત મેળવવાની હૅલ્થ ટિપ્સ..!
આ પણ વાંચો: ફાઇબરયુક્ત આહાર શા માટે મહત્વપૂર્ણ છે? દૈનિક કાર્યોમાં આ રીતે કરો સામેલ
આ પણ વાંચો: ડાયેટ પ્લાન વિના જ મહિલાએ 18 મહિનામાં ઘટાડ્યું 45 કિલો વજન…!! જાણીએ 5 સિક્રેટ વેટ લોસ હૅલ્થ ટિપ્સ..!
