MANTAVYA Vishesh/ લગ્ન, માતૃત્વ અને કારકિર્દી સહિતના અનેક ઘોડાઓ પર સવાર IAS ઓફિસર પુષ્પલતા યાદવ

માતૃત્વની જવાબદારી અને UPSC સક્ષમતા — IAS Pushpalata Yadavના જીવનની અસાધારણ કહાણી.

Mantavya Vishesh
IAS Pushpalata Yadav:માતૃત્વ અને કારકિર્દી બંનેમાં શ્રેષ્ઠતા

IAS Pushpalata Yadav: મહિલાઓની સામાન્ય માનસિકતા એવી હોય છે કે લગ્ન થાય અને સંતાનને જન્મ આપે એટલે બધું પૂરું થઈ ગયું, પરંતુ ગુજરાત કેડરના 2014ની બેચના IAS ઓફિસર પુષ્પલતા યાદવ (IAS Pushpalata Yadav) જુદી જ માટીના નીકળ્યા. તેમણે માતૃત્વ ધારણ કર્યા પછી પણ યુપીએસસીની પરીક્ષા આપી અને સફળતાપૂર્વક પાર કરી.

IAS Pushpalata Yadav

IAS Pushpalata Yadavએ UPSC માટે આસિસ્ટન્ટ મેનેજરનો હોદ્દો છોડ્યો

હાલમાં રાજપીપળાના કલેક્ટર તરીકે કામગીરી બજાવી રહેલા પુષ્પલતા યાદવે ધાર્યુ હોત તો ખાનગી બેન્કમાં મોટા હોદ્દા પર રહીને તેમનું જીવન પૂરુ કરી શક્યા હોત. તેમણે જાહેર સેવામાં ઝંપલાવ્યુ તે પહેલા ખાનગી બેન્ક (Private Bank)ની નોકરી છોડી ત્યારે તેઓ સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદમાં આસિસ્ટન્ટ મેનેજર હતા, પણ સમાજ માટે કંઇક કરી શકવાની તેમની ઝંખના તેમને યુપીએસસી સેવા તરફ લઈ આવી, પણ યુપીએસસી કરવાનો તેમનો નિર્ણય અત્યંત કપરો હતો.

IAS Pushpalata Yadav

પાંચ વર્ષના બ્રેક પછી અભ્યાસ શરૂ કરવાનો કપરો નિર્ણય

UPSC કરવાના નિર્ણયના પગલે તેમણે પહેલાં તો ખાનગી નોકરી છોડવી પડી હતી, જ્યાં તેઓ ઊંચા હોદ્દા પર હતા. આ ઉપરાંત તેમણે પાંચ વર્ષથી પુસ્તકો જ હાથમાં લીધા ન હતા, આમ ભણવાનું છોડ્યા પછી ફરી પાછું ભણવા જવું અને તેમા પણ સાસરીમાં રહેતી વખતે કરવું તથા સંતાનની જવાબદારી પણ સંભાળવી તેમ મોટો પડકાર હતો, પરંતુ મને મારા પતિ અને સાસરાનો ખૂબ જ સહકાર મળ્યો હતો. તેના પગલે હું યુપીએસસી ક્રેક કરી શકી હતી. આમ બહુ જૂજ મહિલાઓ કરી શકે તેવું કામ તેમણે લગ્ન પછી અભ્યાસ કરી બતાવ્યું હતું. તે કામ પણ સંતાનની જવાબદારી સંભાળતા-સંભાળતા કર્યુ હતું. યુપીએસસી પાસ કરવી આમ પણ અઘરી હોય છે અને તેમા પણ કોઈ મહિલા માટે લગ્ન પછી કરવી તો વધારે અઘરી હોય છે.

અઘરા કામ પાર પાડવાની વિશેષ આવડત

આ બધા વચ્ચે પુષ્પલતા યાદવે બતાવ્યું છે કે તેઓ કંઇ જુદી જ માટીના બનેલા છે. આ પ્રકારના અઘરા કાર્યો પાર પાડવાની આવડત તેમને સનદી અધિકારી બન્યા પછી કામે આવી છે. આના કારણે સરકારી તંત્રમાં આવતી અઘરી સમસ્યાઓ તેમણે આગવી આવડતથી ઉકેલી છે. હાલમાં તેઓ નર્મદા-રાજપીપળા જિલ્લામાં કલેક્ટર તરીકેની કામગીરી નીભાવી રહ્યા છે.

IAS Pushpalata Yadav

આદિવાસી કલ્યાણ માટે જાણીતું નામ

એકબાજુએ નર્મદા જિલ્લો અને રાજપીપળા વિસ્તાર આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે. બીજી બાજુએ અહીં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી (એસઓયુ) આવ્યું હોવાથી આ સ્થળ વર્લ્ડ ટુરિઝમના મેપ પર છે. તેમણે આદિવાસી ઉત્કર્ષ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓને આદિવાસીઓની રોજગારીની સાથે જોડ્યા છે. ટુરિઝમનો ઉપયોગ તે આદિવાસીઓમાં રોજગાર સર્જન માટે કરી રહ્યા છે, તે તેમની આગવી આવડતનું પ્રતિબિંબ પાડે છે. હરિયાણાના રેવાડી જિલ્લામાં એક સામાન્ય કુટુંબમાં રહીને ઉછર્યા હોવા છતાં સાયન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી એમબીએની ડિગ્રી મેળવી હતી. તેના પછી તેમણે લગ્ન કર્યા હતા અને સંતાનના જન્મ પછી તે યુપીએસસી તરફ વળ્યા હતા. આ માટે તેમણે આસિસ્ટન્ટ બેન્ક મેનેજરની પોસ્ટ છોડી દીધી હતી.

IAS Pushpalata Yadav

પરિવર્તનશીલ વહીવટીતંત્રમાં વિશ્વાસ

તેમણે સ્વીકાર્યુ છે કે બેન્કના વહીવટ કરતા સનદી અધિકારી તરીકેની કામગીરી અલગ જ કક્ષાની છે. તેના માટે કોઈ ફોર્મેટ નથી. જો તમે જનસેવાની ભાવના ધરાવતા ન હોવ તો ખરેખર આ જોબ માટે અવાય જ નહી. તમારે ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવાનો આવી શકે છે. માતૃત્વ અને કારકિર્દી બે ઘોડા પર એકસાથે સવારી કરતાં આ અધિકારી માને છે કે વહીવટીતંત્ર સતત પરિવર્તનશીલ રહેવું જોઈએ. તેઓ જૂનાગઢના ડીડીઓ હતા ત્યારે ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજમાં કરેલા સુધારાએ બતાવ્યું કે તંત્રમાં ક્યાં-ક્યાં સુધારાની જરૂર છે.

IAS Pushpalata Yadav

શાંત રહો પણ નક્કર કામ કરો

હાલમાં પણ નર્મદા જિલ્લામાં તેઓ આદિવાસીઓનું જીવન સ્તર ઊંચા લાવવા જે પ્રયત્નો કરી રહ્યા છે તેની રાજ્ય સ્તરે નોંધ લેવામાં આવી છે. તેના લીધે આદિવાસી કલ્યાણની કોઈપણ યોજના હોય તો તંત્રમાં તેમનો અભિપ્રાય ચોક્કસ લેવાય છે. શાંત રહો પણ નક્કર કામ કરો તે તેમનું જીવનસૂત્ર છે.


આ પણ વાંચો:રાજ્યમાં કામગીરી વડે સુવાસ ફેલાવતા IAS સૌરભ પારધી

આ પણ વાંચો:વહીવટી સેવાની સાથે કલા-સાહિત્યનો અકલ્પનીય સુભગ સમન્વય IAS અધિકારી જયંતિ રવિ

આ પણ વાંચો:તળિયાના પ્રશ્નોને ટોચના સ્તરે ઉકેલવાની કુનેહ ધરાવતા IAS અધિકારી કે એસ વસાવા