Balasinor News : બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનમાં મહિલા પીઆઇ દ્વારા એક વિદ્યાર્થીને મારઝૂડ (Beaten) ની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ભારે ચર્ચા ચાલી રહી છે તેમજ લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.
વિદ્યાર્થીને મારઝૂડ (Beaten)ની આ ઘટનાની જાણ થતાં જ ભોગ બનનાર વિદ્યાર્થીની હાલચાલ જાણવા માટે બાયડના ધારાસભ્ય ધવલ ઝાલાએ તેની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય ધવલ ઝાલા ભોગ બનનાર વિદ્યાર્થીના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે વાતચીત કરી સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી.
આ મુલાકાત દરમિયાન તાલુકાના ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધવલ ઝાલા સહિત તાલુકાના અનેક અગ્રણીઓએ મારઝૂડ (Beaten) નો ભોગ બનનાર વિદ્યાર્થીને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી.
ધારાસભ્ય ધવલ ઝાલાએ સમગ્ર મામલાને ગંભીર ગણાવી જિલ્લા પોલીસ વડા સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. બાદમાં જિલ્લા પોલીસ વડાએ સમગ્ર બાબતે તપાસના આદેશ આપ્યા.
