Today Special/ વિકાસવાદના અને ઉત્ક્રાંતિના જનક ગણાતા ચાર્લ્સ ડાર્વિનના જન્મદિવસની ઉજવણી… ‘ઇન્ટરનેશનલ ડાર્વિન ડે’…

International Darwin Day (આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ) મહાન વિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિનને શ્રદ્ધાંજલી આપવા માત્રનો નથી પણ વિજ્ઞાનની શકિતને સલામ કરવાનો પણ છે!

Trending World
International Darwin Day ,આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ, ચાર્લ્સ ડાર્વિન

Today Special: આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ (International Darwin Day 2026) 12 ફેબ્રુઆરીએ દર વર્ષે સમગ્ર દુનિયામાં મનાવવામાં આવે છે. વિકાસવાદના અને ઉત્ક્રાંતિ (Theory of Evolution)ના જનક કહેવાતા ચાર્લ્સ ડાર્વિનનો જન્મ 12 ફેબ્રુઆરી 1809 માં ઈંગ્લેન્ડમાં થયો હતો. એના માતા-પિતાનું નામ રોબર્ટ ડાર્વિન અને સુજાના ડાર્વિન હતુ. ક્રાઇસ્ટ કૉલેજ, કેમ્બ્રિજ (Christ’s College, Cambridge)માંથી એમણે મેડિકલ ચિકિત્સાનું શિક્ષણ પ્રાપ્ત કર્યુ હતુ.

આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ (International Darwin Day 2026) શાથી ઉજવાય છે?

ડાર્વિન ડે પ્રકૃતિવાદી વૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિનના વિજ્ઞાન ક્ષેત્રે યોગદાનને સન્માનિત કરવા અને માનવતા અને વિજ્ઞાનનો જશ્ન મનાવવા માટે આ ખાસ દિવસ ઉજવવામાં આવે છે.

ચાર્લ્સ ડાર્વિન (Charles Darwin)ના પ્રસિદ્ધ પુસ્તક ‘ઑન ધ ઓરિજિન ઑફ સ્પીશીઝ’ (On the Origin of Species, 1859) ના માધ્યમથી વિકાસવાદનો સિદ્ધાંત જગતને મળ્યો તથા ‘ધ ડિસેન્ટ ઑફ ધ મૅન’ (1871) માં મનુષ્યના વિકાસને વ્યાખ્યાયિત કરવામાં આવી છે.

International Darwin Day ,આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ, ચાર્લ્સ ડાર્વિન

વિકાસનો સિદ્ધાંત (Theory of Evolution)

1. પૃથ્વી પરના તમામ જીવન પરસ્પર જોડાયેલા છે અને આને ફાઇલોજેનેટિક ટ્રી ના સ્વરુપમાં ડાર્વિને સમજાવ્યું હતુ.

2. પ્રજાતિઓ વચ્ચે વિવિધતા પ્રાકૃતિક પસંદગીના નિયમ ના કારણે થાય છે.

જેટલી વધુ પ્રજાતિઓ આગળની પેઢીને આપવામાં આવે તેટલી વધુ વૈવિધ્યસભર પ્રજાતિઓની રચના થાય છે. ફક્ત તે જ પ્રજાતિઓ ટકી રહે છે જે તેમના વાતાવરણમાં શ્રેષ્ઠ રીતે અનુકૂળતા સાધે છે. ડાર્વિનનું કાર્ય “સૌથી યોગ્યનું અસ્તિત્વ” (Survival of the fittest) નામના વાક્યથી વ્યાપક ગેરસમજણ થયેલી છે. અહીં, “સૌથી યોગ્ય” નો અર્થ ચોક્કસ પરિસ્થિતિઓમાં સૌથી અનુકૂળ થવું છે. જેઓ તેમના જનીનો આગામી પેઢી સુધી પહોંચાડવામાં સક્ષમ હોય છે. ધીરે ધીરે, જેમ-જેમ જનીનો આગામી પેઢીને આપવામાં આવે છે, તેમ-તેમ પરિવર્તનો થાય છે. આ સાથે જ સંપૂર્ણપણે એક નવી પ્રજાતિ વિકસિત થઈ શકે છે.

International Darwin Day ,આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ, ચાર્લ્સ ડાર્વિન

પ્રાકૃતિક દર્શન પ્રતિ પોતાના ઝનૂન અને કૂતુહલને અનુલક્ષીને એમણે અનેક આવિષ્કાર કર્યા અને વિકાસવાદ અને કુદરતી પસંદગીના સિદ્ધાંતને પ્રતિપાદિત કરવા માટે પ્રથમ તો અનેક સ્થળોની યાત્રા કરી અને વિવિધ પ્રજાતિઓ અને એમના પર્યાવરણ અંગે ગહન અધ્યયન અને વિશ્લેષણ કર્યુ. વિજ્ઞાનમાં એમનું યોગદાન અભૂતપૂર્વ ગણાય છે.

વર્ષ 1993માં પ્રથમ વાર આ દિવસ મનાવાયો હતો

વર્ષ 1993માં પ્રથમ વાર પાલો ઓલ્ટો ખાતે સાર્વજનિક રુપે આ ડાર્વિન ડે મનાવાયો હતો. વિજ્ઞાન સાથે સંલગ્ન સમુદાય અને અન્ય લોકોના આલોચનાત્મક મૂલ્યાંકન, જીજ્ઞાસા અને બૌદ્ધિક ઈમાનદારી જેવા મૂલ્યો પર વિચાર કરવા માટે આ દિવસ પ્રેરણાદાયી છે.

International Darwin Day ,આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ, ચાર્લ્સ ડાર્વિન

ચાર્લ્સ ડાર્વિનનું અમૂલ્ય યોગદાન

ડાર્વિને 1831 માં 22 વર્ષની વયે એચએમએસ બીગલ જહાજ (HMS Beagle Ship) પર પોતાની યાત્રા શરુ કરી હતી અને અશરે 5 વર્ષ સુધી દુનિયાભરની યાત્રા કરીને અધ્યયન હેતુ જીવાશ્મ (Fossil)ના નમૂના એકત્રિત કર્યા હતા અને સ્થાનીય ભૂવિજ્ઞાનની તપાસ કરી હતી.

ડાર્વિનના પુસ્તકો પ્રકાશિત થયા બાદ એની ટીકા કરવામાં આવી પણ પુસ્તકની લાખો કોપી વેચાઇ પણ હતી. વર્ષ  1951 માં ડીએનએ ની શોધ પછી ડાર્વિનના કામને માન્યતા અને પ્રશંસા પ્રાપ્ત થઇ હતી.

એણે ઇક્વાડોરના ગાલાપૅગોસ દ્વિપમાં જોવા મળતા ફિંચ પક્ષીઓનું અવલોકન કરીને સંશોધન કર્યુ હતુ. આ પંખીઓને ડાર્વિન ફિંચ (Darwin Finch Birds) નામથી ઓળખવામાં આવે છે.

ડાર્વિનના અન્ય પુસ્તકો છે, વોયેજ ઓફ ધ બીગલ, ધ ડિસેન્ટ ઓફ મેન, સિલેક્શન ઇન રિલેશન ટુ સેક્સ (1871), એક્સપ્રેશન ઓફ ધ ઇમોશન્સ ઇન મેન એન્ડ એનિમલ્સ (1872)…માનવીઓની જૈવિક ઉત્પત્તિ વિશેની ધાર્મિક માન્યતાઓ પર પ્રશ્ન ઉઠાવતા ઘણા નિબંધો પણ એણે લખ્યા હતા, પરંતુ તેમણે તેમના મૃત્યુ પર્યંત પ્રકાશિત કર્યા ન હતા કારણ કે, તેમનું માનવું હતું કે આનાથી વિજ્ઞાન અને ધર્મ વચ્ચે સંઘર્ષ ઉદ્ભવશે અને મોટો વિવાદ ઊભો થશે.

આ દિવસ જીવ વિજ્ઞાન, વિકાસ અને જૈવ વિવિધતા પ્રત્યે સમાજમાં જાગૃતિ વધારવા માટે સમર્પિત છે. આખી દુનિયામાં સ્કૂલ, વિશ્વવિદ્યાલય અને સંગ્રહાલયોમાં વ્યાખ્યાન, પ્રદર્શનો અને શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

આ દિવસ મહાન વિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિનને શ્રદ્ધાંજલી આપવા માત્રનો નથી પણ વિજ્ઞાનની શકિતને સલામ કરવાનો પણ છે!


આ પણ વાંચો: આજે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે… ICG દિવસની ઉજવણી…ભારતીય તટના રક્ષકોનું સન્માન..!

આ પણ વાંચો: 

આ પણ વાંચો: ભારતમાં શાથી વધી રહ્યા છે કેન્સરના કેસ…જાણીએ શું છે એની પાછળના મુખ્ય 3 કારણો અને ‘વિશ્વ કેન્સર દિવસ’ 2026 ની મહત્તા…