Today Special/ આર્ય સમાજના સંસ્થાપક અને ભારતીય મહાન ચિંતક સ્વામી દયાનંદ સરસ્વતીની આજે જન્મ જયંતિ…

Dayanand Saraswati (દયાનંદ સરસ્વતી)ના બાલ્યકાળ દરમિયાન, તેમણે એક ઉંદરને પ્રસાદ ખાતા અને મૂર્તિ પર દોડતા જોયો. આ પછી, એમના મનમાં ધર્મ અંગે અનેક….

Trending
Dayanand Saraswati , દયાનંદ સરસ્વતી,આર્ય સમાજ, જીવન યાત્રા

Today Special: આધુનિક ભારતના મહાન ચિંતક, સમાજ સુધારક અને આર્ય સમાજના સંસ્થાપક એવા મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતી (Swami Dayanand Saraswati) એ ‘વેદો કી ઓર લૌટો’ એવું સૂત્ર આપ્યું હતુ. તેમણે વર્ષ 1876 માં સૌપ્રથમ વખત ‘સ્વરાજ્ય’ શબ્દપ્રયોગ કરીને રાષ્ટ્રચેતના જગાવી હતી.

સ્વામી દયાનંદ સરસ્વતી (Swami Dayanand Saraswati)નું સાંસારિક જીવન

સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતના મોરબીના ટંકારા ગામ (Tankara, Morbi, Gujarat)માં 12 ફેબ્રુઆરી 1824 (12 February 1824)ના રોજ ફાગણ મહિનામાં કૃષ્ણ પક્ષની દસમ તિથિએ થયો હતો. એમના પિતાનું નામ કરસનદાસ લાલજી ત્રવાડી (તિવારી) હતુ અને માતાનું નામ અમૃતબેન હતુ. તે બાળપણથી જ અત્યંત મેધાવી બુદ્ધિપ્રતિભાના માલિક હતા.

ઘરે પિતા પાસેથી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી એમને સંસ્કૃત ભણવાની ઇચ્છા થતા એ 14 વર્ષની ઉંમર સુધીમાં તો સંપૂર્ણ વ્યાકરણ, સામવેદ તથા યજુર્વેદનું અધ્યયન કરી લીધું હતુ.

તેમનું મૂળ નામ, મૂળ નક્ષત્રમાં જન્મ (Birth) લેવાના કારણે, મૂળશંકર પાડવામાં આવેલું. કેવળ 2 વર્ષની વયે એમણે ગાયત્રી મંત્ર(Gayatri Mantra)નું શુદ્ધ રીતે ઉચ્ચારણ કરતા થઇ ગયા હતા! ઘરમાં જ પૂજા-પાઠ અને ભક્તિભાવનું વાતાવરણ મળવાથી એમના મનમાં ભગવાન શિવ (Lord Shiva) પ્રત્યે એમને ગહન શ્રદ્ધાભાવ હતો.

તેઓ 8 વર્ષના હતા ત્યારે તેમનો યજ્ઞોપવિત સંસ્કાર વિધિ કરવામાં આવ્યો અને તે દ્વારા તેમનો પ્રવેશ ઔપચારિક શિક્ષણમાં કરાવવામાં આવ્યો. પિતા શિવઅનુયાયી હોવાથી બાળક મૂળશંકરને શિવની પૂજા કરવાની પદ્ધતિ શીખવી હતીઅને ઉપવાસ રાખવાનું મહત્વ પણ શીખવવામાં આવ્યું હતું.

Dayanand Saraswati , દયાનંદ સરસ્વતી,આર્ય સમાજ, જીવન યાત્રા

મૂર્તિપૂજા સામે વિદ્રોહનું બીજ રોપાયું

શિવરાત્રિ (Shiv Ratri)ના પ્રસંગે મૂળશંકરને જાગરણ હતુ આ દરમિયાન, તેમણે એક ઉંદર (Rat)ને પ્રસાદ ખાતા અને મૂર્તિ પર દોડતા જોયો. આ પ્રસંગ પછી, તેમણે માતા-પિતાને પ્રશ્ન કર્યો કે, જો ઇશ્વર એક ઉંદર સામે પોતાનો બચાવ ન કરી શકે તો પછી તે વિશ્વના તારણહાર કેવી રીતે હોઈ શકે?

એમના આવા તાર્કિક સવાલોથી ઘણી વાર માતા-પિતા અકળામણ અનુભવતા.

ત્યાર બાદ, કોલેરા (Cholera)ના પ્રકોપને કારણે તેમની નાની બહેન અને કાકાનું મૃત્યુ થવાથી મૂળશંકર જીવન અને મૃત્યુના અર્થ પર ગહનતાથી વિચાર કરવા લાગ્યા. તેમણે એવા પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું જેથી તેમના માતાપિતાને ફિકર થવા લાગી હતી.

ગૃહત્યાગ કરી દીક્ષા લઇ ‘દયાનંદ’ બન્યા

કિશોરાવસ્થામાં જ તેમની સગાઈ થઈ ગઈ હતી પરંતુ લગ્ન તેમના માટે નથી એવું વિચારીને વર્ષ 1846 માં ઘરેથી ભાગી ગયા. ત્યાંથી ચાણોદ જઈને દંડી સ્વામી પૂર્ણાનંદ પાસે સંન્યાસીની દીક્ષા લઈને મૂલશંકરે ‘દયાનંદ’ નામ ધારણ કર્યું.

બ્રહ્મચર્યકાળમાં જ મૂળશંકરે ભારતવર્ષના ઉદ્ધારનો ભેખ ધારણ કરીને ગૃહત્યાગ કરી દીધો હતો. 14 વર્ષની વયે એમના મનમાં મૂર્તિપૂજા પ્રત્યે વિદ્રોહ જાગ્યો હતો અને 21 વર્ષે તો ઘર છોડીને સંન્યાસી જીવન અપનાવી લીધું હતુ અને 18 વર્ષ સુધી આ સંન્યાસીજીવન દરમિયાન, અનેક સ્થળોએ ભ્રમણ કરીને અનેક વિદ્વાનો પાસેથી શિક્ષાજ્ઞાન મેળવ્યું હતુ.

તેમના ગુરુ હતા સ્વામી વિરજાનંદ (Swami Virjanand) કે જેઓ મથુરામાં નિવાસ કરતા હતા. એમની પાસેથી શિક્ષણ પ્રાપ્ત કરીને ગુરુઆજ્ઞાથી ધર્મમાં પ્રવેશેલી બદીઓની સુધારણા હેતુ એમણે ‘પાખંડ ખંડિની પતાકા’ લહેરાવી હતી!

Dayanand Saraswati , દયાનંદ સરસ્વતી,આર્ય સમાજ, જીવન યાત્રા

‘આર્યસમાજ’ની સ્થાપના સહિત અનેક સમાજ સુધારના કાર્યો કર્યા

હિન્દુ ધર્મમાં સુધારણા કરવાના હેતુથી દયાનંદ સરસ્વતીએ 10 એપ્રિલ વર્ષ 1875માં મુંબઇ ખાતે આર્ય સમાજ (Arya Samaj, Mumbai)ની સ્થાપના કરી હતી.

વેદોના પ્રચાર અર્થે એમણે આખા દેશમાં ભ્રમણ કરીને પંડિતો અને વિદ્વાનોને વેદ મહત્તા સમજાવી.

ધર્મ પરિવર્તન કરી ચૂકેલા લોકો માટે ફરીથી હિન્દુ ધર્મ (Hindu Religion) અપનાવવાનું ‘શુદ્ધિ આંદોલન’ પણ ચલાવ્યું.

વર્ષ 1886માં લાહોર ખાતે સ્વામી દયાનેદ સરસ્વતીના અનુયાયી લાલા હંસરાજે (Lala Hansraj) એંગ્લો વૈદિક કોલેજ ની સ્થાપના કરી હતી.

સ્વામી દયાનંદ ‘એકેશ્વરવાદ’માં વિશ્વાસ કરતા હતા અને એમના પ્રયાસોથી હિન્દુ સમાજને નવી ચેતના મળી અને અનેક કુરિવાજો (Bad Customs)થી મુક્ત થયો.

જાતિવાદ, બાળવિવાહ (Child Marriage)ના એ કટ્ટર વિરોધી હતા તથા નારીઓના પ્રશિક્ષણ અને વિધવા વિવાહ (Widow Marriage)ને એમણે પ્રોત્સાહન આપ્યું હતુ.

અંગ્રેજો સામે પણ એમણે અભિયાન છેડ્યું હતુ અને “ભારત, ભારતીયોનું છે…” એવું કહેવાનું સાહસ દેખાડ્યું હતુ. પોતાના પ્રવચનોમાં અત્યાચારી અંગ્રેજ સામે ભારતવાસીઓને રાષ્ટ્રીયતાનો ઉપદેશ આપ્યો હતો. તેમણે વર્ષ 1876માં પ્રથમ વાર ‘સ્વરાજ્ય’ શબ્દ આપ્યો હતો.

અંગ્રેજ સરકાર એમની સામે પડનારા સ્વામી દયાનંદ સરસ્વતીથી બેબાકળી બની હતી અને કહેવાય છે કે, એમની વિરુદ્ધ અનેક ષડ્યંત્રો પણ રચાયા હતા.

સ્વામીજીનો દેહાંત (Death) વર્ષ 1883ની દિવાળીની સંધ્યાસમયે અજમેર ખાતે થયો હતો.

એમની અનેક રચનાઓમાં સર્વાધિક મહત્વપૂર્ણ ગ્રંથ છે ‘સત્યાર્થ પ્રકાશ’ (Satyarth Prakash) જે મૂળ રુપથી હિન્દી ભાષામાં લિખિત છે.

Dayanand Saraswati , દયાનંદ સરસ્વતી,આર્ય સમાજ, જીવન યાત્રા

આર્યસમાજ શું છે?

આર્યસમાજનો પ્રભાવ પશ્ચિમ તથા ઉત્તર ભારતમાં સવિશેષ છે.

જેમાં અસ્પૃશ્યતા, મૂર્તિપૂજા વિરોધ, પશુબલિ, શ્રાદ્ધ, પૂજારી પ્રથા અને મંદિરમાં પ્રસાદ પૂજાનો વિરોધ છે. જાતિ આધારિત નહિં પણ યોગ્યતા આધારિત વર્ણવ્યવસ્થા, કર્મનો સિદ્ધાંત અને વેદોની મહત્તા, ગાયની પવિત્રતા, વ્યક્તિગત સંસ્કારોને મહત્વ તથા વૈદિક યજ્ઞોની પ્રભાવશીલતા ઉપરાંત સામાજીક સુધારણાનો કાર્યોને પુષ્ટિ આપવામાં અને પ્રસાર કરવામાં આવે છે.

મહિલા ઉત્થાન (Women’s Empowerment) માટે આર્ય સમાજ દ્વારા શિક્ષણ અને આંતરજ્ઞાતીય લગ્નોને ઉત્તેજન આપવાની દિશામાં કાર્ય કરવામાં આવ્યું છે. વિધવાઓ માટે મઠ, અનાથાલય અને ઘરનું નિર્માણ કરવા ઉપરાંત શાળઆ-કોલેજોનું એક નેટવર્ક પણ સ્થાપિત કરવામાં આવ્યું છે. ચિકિત્સા કાર્યો અને દુષ્કાળ રાહત જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. આ સઘળા કાર્યોનું શ્રેય સ્વામી દયાનંદ સરસ્વતીને ફાળે જાય છે

આજે પણ આર્ય સમાજ સાથે જોડાયેલા અનેક અનુયાયીઓ એમના કાર્યોને આગળ ધપાવી રહ્યાં છે.


આ પણ વાંચો: આજે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે… ICG દિવસની ઉજવણી…ભારતીય તટના રક્ષકોનું સન્માન..!

આ પણ વાંચો: 

આ પણ વાંચો: દુનિયામાં કેટલા બધા લોકો બીમાર છે!!…કરુણા અને પ્રાર્થના માટેનો ખાસ દિવસ…’વર્લ્ડ ડે ઓફ ધ સિક’…