Lifestyle: વર્ષ 2026માં 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ (Mahashivratri 2026)નું વ્રત છે. ભગવાન ભોળાનાથના ભક્તો આખી રાત પૂજા-અર્ચનામાં મગ્ન રહે છે. આ વિશેષ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર બીલીપત્ર (Bilipatra)ચડાવવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ બીલીપત્ર ખાવાથી અનેક રોગ દૂર થાય છે. ઘણા લોકો શિવલિંગ પર ચડાવેલા બીલીપત્રોનું સેવન પણ કરે છે.
બીલી એક એવું વૃક્ષ છે જેના ફળ, પાંદડા અને ડાળીઓનો વપરાશ ઘણી આયુર્વેદિક દવાઓમાં કરવામાં આવે છે. એનું સેવન સ્વાસ્થ્ય (Health) માટે ફાયદાકારક માનવામાં આવે છે. એના ફળ અથવા પાન બંનેનો ઉપયોગ કરીને અનેક રોગ ઠીક થતા હોવાની આયુર્વેદ (Ayurveda)માં માન્યતા છે. તો ચાલો જોઇએ શિવલિંગ (Shivling) પર ચડાવવામાં આવતા બીલીપત્ર ખાવાથી શા લાભ થાય છે?

બીલીપત્ર ખાવાના સ્વાસ્થ્ય લાભ (Bilipatra Health Benefits)
ભગવાન શિવને અત્યંત પ્રિય, ત્રણ પાંનવાળુ બીલીપત્ર એક પવિત્ર અને ઔષધીય વનસ્પતિ છે, જેના સેવનથી પાચન, ડાયાબિટીસ અને હૃદયનું સ્વાસ્થ્ય બહેતર બને છે. તેમાં વિટામિન A, C, ફાઈબર તથા એન્ટીઓક્સીડેન્ટ (Vitamin A, Vitamin C, Fiber and Antioxidants) ભરપૂર માત્રામાં હોય છે. આથી આ પાન કબજિયાત, એસિડિટી અને રોગપ્રતિરોધક શક્તિ વધારવામાં મદદ કરે છે. વળી ધાર્મિક માન્યતા અનુસાર, મહાદેવને તે અર્પણ કરવાથી આપણી મનોકામના પૂર્ણ થાય છે.
1. પેટ માટે અમૃત સમાન
બીલીપત્ર ખાવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે. એનો ઉકાળો તો ઘણો જ ગુણકારી છે. એમાં રહેલા ફાઇબર પેટ સાફ કરવામાં સહાયક છે. ગેસ તથા એસિડીટી થતા નથી.
2. હ્યદય મજબૂત બનાવે
એમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ ગુણધર્મોના કારણે એ હાર્ટ હૅલ્થ સુધારે છે. રોજ થોડાક બીલીપત્ર ખાવાથી હાર્ટની બીમારીઓ (Heart Diseases) ઓછી થવાથી એ મજબૂત બને છે.

3. ઉધરસ દૂર કરે
એનો ઉપયોગ ખાંસી (Cough)ને દૂર કરવા માટે પણ કરવામાં આવે છે. એને ખાવાથી કફ છૂટો થઇને બહાર નીકળી જાય છે અને આરામ મળે છે. શ્વાસ લેવામાં પણ રાહત મળે છે.
4. વાળ માટે ઉત્તમ
બીલીપત્રના પાનનો પાવડર બનાવીને કોપરેલમાં મિક્સ કરીને લગાવવાથી વાળનો વિકાસ સરસ થાય છે. આનાથી માથાની નિયમિતપણે માલિશ કરવાથી હૅર ગ્રોથ (Hair Growth) વધે છે અને પોષણ મળે છે.
5. ત્વચા માટે
બીલી ફળના પલ્પને ફેસપેક (Face Pack)ના સ્વરુપમાં વાપરી શકાય છે. એમાં એન્ટિઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ચહેરાના સોજા ઘટાડે છે અને ખીલ વગેરે પણ એનાથી દૂર થાય છે.

શી રીતે ખાશો બીલીપત્ર? (How to Eat Bili Patra)
બીલીપત્રને તમે પાનની જેમ ચાવીને પણ ખાઇ શકો છો. આ માટે પાન પહેલા સાફ પાણીથી ધોઇ લેવા. તમે ઇચ્છો તો બીલીપત્રની ચા કે ઉકાળો પણ બનાવીને પી શકો છો. કેટલાક લોકો મધ (Honey) સાથે એને ખાવાનું પસંદ કરે છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: મહિલાઓ ખાસ વાંચો : શું વાળ ખરે છે અને ચહેરો ફિક્કો પડી ગયો છે? જાણો લોહી વધારવાની રીત
આ પણ વાંચો: પ્લેટલેટ્સ ઓછા થવાનું કારણ ફક્ત ડેન્ગ્યુ નથી: લક્ષણો, કારણો અને સારવાર જાણો
આ પણ વાંચો: શરીરનો આ ‘કચરો’ કિડની ફેલ થવાનો સંકેત છે! જો બ્લડ રિપોર્ટમાં આ લેવલ વધારે આવે તો ચેતી જજો
