Today Special: પ્રત્યેક વર્ષે 19 માર્ચના રોજ વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય રીડ ટૂ મી’ દિવસ (International Read To Me Day 2026, 19 March) મનાવવામાં આવે છે અને આજે એની વિશેષ ઉજવણી કરવામાં આવશે.
એનો મૂળ ઉદ્દેશ્ય બાળકોને પુસ્તકો વાંચીને સંભળાવવા પર ભાર મૂકે છે. ભલે ને 10 મિનિટ માટે હોય કે એક કલાક સુધી, બાળકોને પુસ્તકો વાંચીને સંભળાવવાથી આદત એમની કલ્પનાશીલતા, જ્ઞાન અને ભણવાની ક્ષમતાને શાળાએ જતા પહેલા જ વિકસિત કરવામાં ઘણી જ સહાયક સિદ્ધ થાય છે.

‘આંતરરાષ્ટ્રીય રીડ ટૂ મી’ દિવસ (International Read To Me Day 2026)નો ઉદ્દેશ્ય
આ દિવસનો મુખ્ય હેતુ છે, બાળકોમાં વાંચનની આદત વિકસાવવી (Reading Habit to Children) અને માતા-પિતા તથા શિક્ષકો (Parents & Teachers)ને પ્રોત્સાહિત કરવા માટે કે, તેઓ બાળકોને વાર્તાઓ કે સારા મહાનુભાવોની જીવનકથાઓ (Biographies) વાંચીને સંભળાવે. વિશ્વભરના શિક્ષણ નિષ્ણાતો માને છે કે, જો બાળકને બાળપણથી જ વાંચનના સંસ્કાર મળે તો તેની ભાષા, કલ્પનાશક્તિ અને વિચારોની શક્તિ ઝડપથી વિકસે છે.
આ પ્રવૃત્તિ એટલા માટે જરુરી છે કારણ કે, દુનિયાના અનેક દેશોમાં હજુ પણ સાક્ષરતા દર (Literacy Rate) ઘણો જ ઓછો છે. આ દેશોમાં બાળકો જીવનમાં પગરણ માંડે એ અગાઉ જ એમને ભણવાનું શીખવવામાં આવે છે જેનાથી એમની શિક્ષણમાં રુચિ વધે છે. જો તમે એક સુશિક્ષિત જગત (World) ઇચ્છતા હો તો આ સંદેશને ફેલાવો અને તમારા બાળકોને દરરોજ સારા પુસ્તકોમાંથી વાંચીને સંભળાવવાનું શરુ કરો!

‘આંતરરાષ્ટ્રીય રીડ ટૂ મી’ દિવસનો ઇતિહાસ (History)
ઈસા પૂર્વ ચોથી શતાબ્દીમાં સંદેશ ચિત્રોના માધ્યમથી લખવામાં આવતુ હતુ. વાસ્તવમાં ઈસા પૂર્વ 3,500 વર્ષ અગાઉ જે લોકો લેખન અને પઠનની કળા જાણતા હતા એ મોટાભાગે સાર્વજનિક રુપથી એનું પ્રદર્શન કરતા હતા. ઈસા પૂર્વ 23 માં રોમમાં પુસ્તકોનો ઉદ્ભવ થતાની સાથે જ વાંચનનો શોખ વધી ગયો. પણ વિડંબના એ હતી કે, એ સમયે પુસ્તકો અતિ દુર્લભ અને મોંઘા હોવાથી અમુક લોકો જ એ ખરીદી શકતા હતા.
15 મી શતાબ્દીમાં મુદ્રણ યંત્ર (Printing Press)ના વિકાસ બાદ, પુસ્તકો (Books) સામાન્ય જન માટે સુલભ બન્યા અને આમ થવાથી વાંચન સુવિધાને કારણે સાક્ષરતા દરમાં પણ વૃદ્ધિ થવા પામી હતી. ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન પણ સાક્ષરતા અને વાંચન વચ્ચેનો સંબંધ ઓર સુદ્રઢ બન્યો કારણ કે, પુસ્તકોની કિંમત ઘણી જ ઓછી થઇ ગઈ. 1920ના દશકમાં અમેરિકા (America)ના કેટલાક ભાગોમાં તો સાક્ષરતા દર 70 ટકાએ પહોંચી ગયો હતો.
આ દિવસની શરુઆત મૂળ રુપે ‘ચાઇલ્ડ રાઇટ્સ ફાઉન્ડેશન’ (Child Rights Foundation) દ્વારા ‘વયસ્ક સાક્ષરતા મિશન’ને પ્રોત્સાહિત કરવાના હેતુથી કરવામાં આવી હતી. આ અભિયાનની શરૂઆત, પ્રાપ્ત માહિતી મુજબ, વર્ષ 2016માં ઓસ્ટ્રેલિયન લેખિકા એમ્મા મેકટાગાર્ટ દ્વારા કરવામાં આવી હતી.
“એક બાળકના પાલન-પોષણ માટે આખા ગામની જરુર પડે છે અને આખા ગામને પ્રેરિત કરવા માટે એક બાળકની જરુર પડે છે.”
– ઓસ્ટ્રેલિયન લેખિકા એમ્મા મેકટાગાર્ટ (Emma McTaggart, Australian Author)
આ લક્ષ્ય પૂર્ણ કરવા માટે બાળકોને વાંચીને સંભળાવવું જરુરી છે કારણ કે, એક રિપોર્ટ અનુસાર, પ્રાથમિક વિદ્યાલયમાં બાળકોને વાંચીને સંભળાવવાથી વાસ્તવિક રીતે એમની ભણવાની રસરુચિ વધી જાય છે.

વાર્તા અને વાંચનના સંસ્કાર બાળકના ઘડતર માટે જરુરી
જ્યારે એક નાનકડું બાળક રાત્રે સૂતા પહેલા પોતાની માતા (Mother)ની બાજુમાં બેસે અને તેની માતા હાથમાં એક વાર્તાનું પુસ્તક (Story Book) લઈને બાળકને રસપ્રદ વાર્તાઓ વાંચીને સંભળાવે છે ત્યારે બાળક (Kid)ની આંખોમાં ઉત્સુકતા, કૂતૂહલ છવાય છે અને મનમાં એક નવીન કલ્પના વિશ્વ ઊભું થાય છે. આ તદ્દન નોર્મલ લાગતી ક્રિયા બાળકના સર્વાંગી વિકાસમાં અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. વાંચીને સંભળાવવાના આ મહત્વ વિશે સૌને જાગૃત કરવા માટે દર વર્ષે 19 માર્ચે ‘ઇન્ટરનેશનલ રીડ ટુ મી ડે’ ઉજવવામાં આવે છે.
શિક્ષણવિદોના મત મુજબ, બાળકોને વાંચીને સંભળાવવાથી એમની ભાષાનો વિકાસ થાય છે, શબ્દભંડોળ વધે છે, કલ્પનાશક્તિ મજબૂત બને છે અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા (Concentration)માં પણ વધારો થાય છે. આ અંગેના અભ્યાસો દર્શાવે છે કે, જે બાળકોને બાળપણમાં વાર્તાઓ વાંચીને સંભળાવવામાં આવે છે તેઓ શાળા શિક્ષણમાં વધુ સફળતા પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત, વડીલો અને બાળકોના સંબંધો પણ સુદ્રઢ થાય છે.

ભારતમાં વાંચનની સ્થિતિ
ભારત (India)માં પણ બાળકોમાં વાંચનની આદત વિકસાવવા માટે વિવિધ પહેલો કરવામાં આવી રહી છે. ઘણી શાળાઓ (Schools)માં રીડિંગ ક્લબ, લાઈબ્રેરી પિરિયડ અને સ્ટોરીટેલિંગ સેશન જેમ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.

નિષ્ણાતોના મતે, માતા-પિતા અને શિક્ષકો બાળકોના વાંચન સંસ્કાર માટે સૌથી મહત્વપૂર્ણ છે. દરરોજ થોડો સમય કાઢીને બાળકોને વાર્તા વાંચીને સંભળાવવી તેમની જિજ્ઞાસા અને સર્જનાત્મકતા વધારવામાં મદદરૂપ બને છે. આ પ્રક્રિયા માત્ર શિક્ષણ પૂરતી નથી પણ માતા-પિતા અને બાળક વચ્ચે ભાવનાત્મક જોડાણ (Emotional Attachment) પણ મજબૂત બનાવે છે.

ડિજિટલ યુગમાં પુસ્તકો સાથેનો સંબંધ ભવિષ્યનું રોકાણ
શિક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે, વાંચન માત્ર શૈક્ષણિક સફળતા માટે જ નહીં પણ બાળકના સમગ્ર વિકાસ માટે મહત્વપૂર્ણ છે. જો માતા-પિતા રોજ થોડો સમય કાઢીને બાળકોને વાર્તાઓ વાંચીને સંભળાવે તો તે તેમની કલ્પનાશક્તિ, ભાષા અને વિચારશક્તિને મજબૂત બનાવે છે. ‘ઇન્ટરનેશનલ રીડ ટુ મી ડે’નો સંદેશ સ્પષ્ટ છે, બાળકોને વાંચીને સંભળાવો, કારણ કે વાર્તાઓમાં જ તેમના ઉજ્જવળ ભવિષ્યનું બીજ છુપાયેલું છે
શિક્ષણવિદો કહે છે કે, ડિજિટલ યુગમાં બાળકો વધુ સમય મોબાઇલ (Mobile) અને સ્ક્રીન પર વિતાવે છે. એટલા માટે પુસ્તકો સાથેનો સંબંધ જાળવી રાખવો અત્યંત જરૂરી બની ગયો છે.
ડિજિટલ યુગમાં જ્યાં બાળકોનો મોટો સમય મોબાઇલ અને સ્ક્રીન સામે પસાર થાય છે…ત્યારે પુસ્તકો સાથેનો સંબંધ જાળવી રાખવો અત્યંત જરૂરી છે. ‘ઇન્ટરનેશનલ રીડ ટુ મી ડે’ આપણને યાદ અપાવે છે કે, બાળકોને વાંચનના સંસ્કાર આપવા તેમના ભવિષ્ય માટેનું સૌથી મોટું રોકાણ છે.
આ પણ વાંચો: શા માટે મનાવાય છે ‘વિશ્વ NGO દિવસ’…..શું છે એનો ઇતિહાસ અને ઉદ્દેશ્ય?
આ પણ વાંચો: આજે રિસાયકલ કરો…આગામી પેઢીનું ભવિષ્ય બચાવો…આજે 18 માર્ચે ‘ગ્લોબલ રિસાયક્લિંગ ડે’ની વૈશ્વિક ઉજવણી..!
આ પણ વાંચો: પ્રત્યેક વ્યક્તિને સમાનતા અને સન્માન સહિત જીવવાનો પૂર્ણ અધિકાર…1 માર્ચે ‘શૂન્ય ભેદભાવ દિવસ’ની ઉજવણી…
