Gandhinagar News/ ગુજરાતમાં પરિવાર દીઠ પાંચ લિટર અને સંસ્થાદીઠ 25 લિટર કેરોસીન મળશે

ગુજરાતમાં રાજ્ય સરકારે દરેક જિલ્લામાં કેરોસીનના વિતરણની જાહેરાત કરી છે. તે મુજબ કુટુંબ દીઠ પાંચ લિટર અને સંસ્થા દીઠ 25 લિટર કેરોસીન મળશે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારની સૂચનાનુસાર રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં LPG ઉપરાંત કેરોસીનના વિતરણની વધારાની વ્યવસ્થા કેરોસીન ડીલર એસોસિયેશન તથા ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે ગોઠવવામાં આવેલ છે.

કેરોસીન ફાળવણી:કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યને કુલ 1,452 કિલોલીટર કેરોસીન ફાળવવામાં આવ્યું છે. જિલ્લાવાર વિતરણ:ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં 36 કિલોલિટર કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. આ કેરોસીનનું વિતરણ ગ્રામીણ વિસ્તારોમાંકરવામાં આવશે જેમાં પરિવાર દીઠ પાંચ લિટર તથા સંસ્થાઓ દીઠ 25 લિટર વિતરણ કરવામાં આવશે. જે પૈકી મોટા પરિવારો તથા મોટી સંસ્થાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.

આ કેરોસીનનો ઉપયોગ ફક્ત રાંધવા માટે તેમજ પ્રકાશની વ્યવસ્થા કરવા માટે કરી શકાશે ઓનલાઈન પ્લેટફોર્મ:કેરોસીન ફાળવણી માટેની અરજીઓ સ્વીકારવા માટે NIC દ્વારા ખાસ ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે, જે ગત સોમવાર થી ચાલુમાં છે જેનું URL: https://ipds.gujarat.gov.in/ છે. સ્ટોરેજ ડેપો:રાજ્યમાં કેરોસીન સંગ્રહ માટે બરોડા અને પાલનપુરખાતે બે સ્ટોરેજ ડેપો નિયત કરવામાં આવ્યા છે. વિતરણ કેન્દ્રોમાં જોઈએ તો દરેક તાલુકામાંએક પેટ્રોલપંપપરથીકેરોસીન વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જિલ્લા સ્તરે ઓછામાં ઓછા 12,000 લિટર કેરોસીનની (એક ટેન્કર લોડ) ઓનલાઈન માંગણી મળેથી તાત્કાલિક કેરોસીનનું વિતરણ દરેક તાલુકાના એક પેટ્રોલ પંપ પરથી કરવામાં આવશે. ભાવ નિર્ધારણ: ટ્રાન્સપોર્ટ તથા બીજા ખર્ચને ધ્યાનમાં લઈને કેરોસીનની ભાવ બાંધણી કરવામાં આવેલ છે. જે પ્રતિ લીટર 61.40 થી 66.14 વચ્ચે નિયત કરેલ છે.


આ પણ વાંચો: અમદાવાદ-સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં LPG સિલિન્ડરની તીવ્ર અછત,જૂની અરજીઓ પણ મહિનાઓથી અટવાઈ

આ પણ વાંચો: કોમર્શિયલ LPGના ભાવમાં મોટો વધારો, રેસ્ટોરાં-હોટેલોમાં જમવાનું 5થી 10 ટકા, કેટલાક સ્થળોએ 20 ટકા સુધી મોંઘું થશે

આ પણ વાંચો: ભારતમાં ઇંધણ પર ભારે નુકસાન, OMCsને પેટ્રોલ, ડીઝલ,LPG પર ₹40,000 કરોડથી વધુનો ઝટકો