Gujarat weather: ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ (માવઠા)ની આગાહી કરવામાં આવી છે. ગરમી વચ્ચે બદલાતા હવામાનને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં અચાનક વરસાદ ખાબકી શકે છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો પણ નોંધાઈ શકે છે.
ગુજરાત (Gujarat) ના અનેક જિલ્લાઓમાં માવઠાની શક્યતા, એલર્ટ જાહેર
હવામાન વિભાગ દ્વારા દ્વારકા, જામનગર, રાજકોટ, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે.

તે ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે મહીસાગર અને પાટણ જિલ્લામાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે ખેડૂતો અને નાગરિકોને સાવચેત રહેવા સલાહ આપી છે. ખાસ કરીને ખેતી પાકોને નુકસાન ન થાય તે માટે યોગ્ય તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં એપ્રિલની શરૂઆતમાં માવઠું, ગાજવીજ સાથે વરસાદ, તેજ પવનની આગાહી
આ પણ વાંચો:રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ સાથે ભારે પવનની આગાહી
આ પણ વાંચો:ગુજરાતમાં હવામાનનો મોટો પલટો, બે વરસાદી સિસ્ટમ સક્રિય, 4 એપ્રિલ સુધી ગાજવીજ સાથે માવઠાની આગાહી
