Lifestyle/ ચહેરા પર ડાઘ વિનાનો ઝગમગતો નિખાર જોઇએ….તો ઘરે જ બનાવો કેમિકલ ફ્રી સત્તૂનો ફેસ પૅક..!

શેકેલા ચણાને વાટીને સત્તુ બનાવવામાં આવે છે. એમાં મળી આવતા તત્વો સ્કિન માટે વરદાન સમાન હોય છે…સત્તુનો ફેસ પેક (Sattu Face Pack) ડેડ સ્કિન સેલ્સને દૂર…

Trending Fashion & Beauty Health & Fitness Lifestyle
Sattu Face Pack, મૃત કોષો, સ્કિન કેર, ગુલાબ જળ, શેકેલા ચણા

Lifestyle: ડાઘ વિનાની અને નિખરેલી ત્વચા માટે લોકો મોંઘી બ્યુટી ટ્રીટમેન્ટ પણ કરાવે છે પણ એમને મનવાંછિત પરિણામ મળતુ નથી! આ માટે તમે ઘરે બેઠા જ સત્તુનો ફેસ પેક (Sattu Face Pack) બનાવીને સારું પરિણામ મેળવી શકો છો.

શું તમે પણ ગ્લોઇંગ અને ઝગારા મારતી સ્કિન મેળવવા ઇચ્છો છો? બ્યુટી પાર્લરમાં મોંઘીદાટ ટ્રીટમેન્ટ કરાવો છો? વાસ્તવમાં, કુદરતે આપણને એવી ઘણી બક્ષિસો આપેલી છે જેનો ઉપયોગ કરીને આપણું જીવન અને પર્સનાલિટી બહેતર બની શકે છે. આવી જ એક કુદરતી બક્ષિસનું નામ છે સત્તુ!

Sattu Face Pack, મૃત કોષો, સ્કિન કેર, ગુલાબ જળ, શેકેલા ચણા

ત્વચાના નિખારમાં સુધારો લાવવા માટે તમે આ સામગ્રી વડે કેમિકલ ફ્રી ફેસપૅક (Chemical Free Face Pack) બનાવી શકો છો. જો તમારી સ્કિન પર તડકાને લીધે કે પછી સ્વિમિંગ કરવાથી ટેનિંગ થઇ ગયુ છે તો, તમારા માટે આ ફેસપૅક અકસીર સાબિત થશે. જો તમારા ચહેરા પર ડાઘા કે ઝાંય પડી છે તો, આ લેપ લગાવવાથી તે ઝાંખા થઇ શકે છે અને નિયમિત ઉપયોગથી લગભગ દૂર પણ થઇ શકે છે. સર્વાંગી રીતે જોઇએ તો ફક્ત 3 ચીજવસ્તુઓથી બનેલા આ ફેસપૅકના ઔષધીય ગુણો તમારી ત્વચા  માટે વરદાન સાબિત થઇ શકે છે.

સત્તુ મૃત ત્વચાને દૂર કરવામાં સહાયક

ઘણા લોકો જાણ્યે-અજાણ્યે સ્કિન કેર (Skin Care) પાછળ કેટલોય ખર્ચ કરી નાખતા હોય છે, પણ એમને મનવાંછિત પરિણામ મળતુ નથી! આ માટે તમે ઘરે બેઠા જ સત્તુનો ફેસ પેક (Sattu Face Pack) બનાવીને સારું પરિણામ મેળવી શકો છો. તમારી માહિતી માટે જણાવી દઇએ કે, સત્તુને શેકેલા ચણા (Roasted Chickpeas)ને વાટીને બનાવવામાં આવે છે. સત્તુમાં મળી આવતા તમામ તત્વો સ્કિન માટે વરદાન સમાન સાબિત થાય છે. જો તમે પણ ત્વચા સાથે સંલગ્ન સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે અને સ્કિનની ચમકને વધારવા માટે આ સત્તુથી બનેલો ફેસ પૅક અવશ્ય ટ્રાય કરી જોવો!

Sattu Face Pack, મૃત કોષો, સ્કિન કેર, ગુલાબ જળ, શેકેલા ચણા

ત્વચાના મૃત કોષો એને બેજાન બનાવી મૂકે છે અને ત્વચા તદ્દન નિષ્પ્રાણ પ્રતીત થાય છે. સત્તુથી તૈયાર કરવામાં આવતા આ ફેસ પૅકને નિયમિતપણે વાપરવાથી તમારી ત્વચાની રંગત અને નિખાર (Skin Glow)માં જે ફરક આવશે એ તરત નોટિસ થશે. સત્તુમાં પ્રાપ્ત થતા ઘટકો તમારી સ્કિન પર હાજર મૃત ત્વચાના કોષો અર્થાત્  ડેડ સ્કિન સેલ્સ (Dead Skin Cells)ને દૂર કરીને સ્કિનમાં પ્રાણ પૂરવાનું કાર્ય કરશે. આ ઉપરાંત, ખીલ અને ડાઘ-ધબ્બા (Pimples and Blemishes) થી મુક્તિ મેળવવા માટે પણ તમે આ ફેસ પૅકને નિયમિત રીતે વાપરી શકો છો.

શી રીતે બનાવશો સત્તુનો ફેસ પૅક? (How to make Sattu Face Pack)

હવે સત્તુનો ફેસ પૅક બનાવવાની સામગ્રી (Ingredients) અને વિધિ અંગે જાણીશું.

સામગ્રી

2 ચમચી સત્તુ

1/2 ચમચી હળદર પાવડર

1 ચમચી મધ

આવશ્યકતા અનુસાર ગુલાબજળ

Sattu Face Pack, મૃત કોષો, સ્કિન કેર, ગુલાબ જળ, શેકેલા ચણા

બનાવવાની વિધિ

એક વાડકીમાં સત્તુ અને હળદર (Sattu & Turmeric) મિક્સ કરવું. ત્યાર બાદ એમાં મધ અને ગુલાબજળ (Honey & Rose Water) મિક્સ કરીને એક સ્મૂધ પેસ્ટ બનાવી લેવી. હવે આ ફેસ પૅકને તમે તમારા સ્કિન કેર રુટિનમાં સામેલ કરી શકો છો. તમને અનુકૂળ હોય તો તમે એમાં લીંબુના થોડા ટીપાં પણ મિક્સ કરી શકો છો.

ફેસ પૅક લગાવવાની પદ્ધતિ

તમારે સૌપ્રથમ ચહેરાને સ્વચ્છ કરી લેવો. ત્યાર બાદ, આ કુદરતી ફેસ પૅકને સમગ્ર ચહેરા પર અને ગરદન પર અપ્લાય કરી લેવો. ઉત્તમ પરિણામો માટે આશરે 15-20 મિનિટ સુધી આ ફેસ પૅકને ચહેરા પર લગાવીને રાખવો. એ પછી જ્યારે પણ તમે નવશેકા પાણી (Warm Water)થી ચહેરાને ધોશો તો તમને જાતે જ ફરક ખબર પડશે.

જો કે, આ ફેસ પૅક ચહેરા પર અપ્લાય કરતા અગાઉ ત્વચા પર એની કોઇ આડઅસર થાય છે કે નહિં એ ચેક કરવા માટે પૅચ ટેસ્ટ (Patch Taste) કરવાનું ભૂલવું નહિં! અને એને દર અઠવાડિયે કેવળ એક વાર લગાવવો હિતાવહ છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: શિયાળામાં સ્કિન ડ્રાય થાય તો ઘરે જ બનાવો 4 વસ્તુઓથી એવોકાડો ફેસપેક…શુષ્કતા દૂર કરવાની કુદરતી ટિપ્સ..!

આ પણ વાંચો: હળદરનો ફેસપૅક ત્વચાને બનાવશે ગ્લોઇંગ…માત્ર 3 વસ્તુઓથી બની જશે!

આ પણ વાંચો: શું તમારી ત્વચા સંવેદનશીલ અને શુષ્ક છે? સાવધાની સહિત લગાવો ચોખાના લોટનો ફેસપૅક…