Entertainment News/ ઓસ્કર એકેડેમીએ શેર કર્યો ‘ઓમ શાંતિ ઓમ’નો વીડિયો, શાહરુખ ખાને આપી દિલ જીતી લે તેવી પ્રતિક્રિયા

ઓસ્કર એકેડેમીએ Shah Rukh Khan ની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’નો આઇકોનિક વીડિયો શેર કર્યો છે. આ સન્માન બદલ શાહરુખ ખાને આભાર માનતા પોતાને ‘દુનિયાનો બાદશાહ’ ગણાવ્યો છે. વાંચો સંપૂર્ણ અહેવાલ.

Trending Entertainment
Shah Rukh Khan

Shah Rukh Khan Oscar Academy News: બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાનની (Shah Rukh Khan) લોકપ્રિયતા માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી, પરંતુ હવે હોલીવૂડની પ્રતિષ્ઠિત સંસ્થા ‘ધ એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ’ (ઓસ્કર એકેડેમી) પણ તેની દિવાની બની છે. તાજેતરમાં ઓસ્કર એકેડેમીએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પર શાહરુખ ખાનની સુપરહિટ ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’નો એક વીડિયો શેર કર્યો છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

‘કિસી ચીઝ કો શિદ્દત સે ચાહો’ ડાયલોગ થયો વાયરલ

ઓસ્કર એકેડેમીએ ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મના એવોર્ડ નાઇટ સીનનો તે પ્રખ્યાત મોનોલોગ શેર કર્યો છે જેમાં શાહરુખ ખાન (Shah Rukh Khan) કહે છે, “કિસી ચીઝ કો શિદ્દત સે ચાહો તો પૂરી કાયનાત ઉસે તુમસે મિલાને કી કોશિશ મેં લગ જાતી હૈ.” આ વીડિયો શેર કરતા એકેડેમીએ કેપ્શનમાં લખ્યું, “નસીબની એક વાત છે… તે ક્યારેય ચૂકતું નથી.”

શાહરુખ ખાનની ભાવુક પ્રતિક્રિયા

ઓસ્કર દ્વારા આ સન્માન મળતા શાહરુખ ખાને (Shah Rukh Khan) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ પોસ્ટને રીટ્વીટ કરી હતી. તેણે જૂની યાદો તાજી કરતા ભાવુક થઈને લખ્યું, “એકેડેમી એવોર્ડ્સ, ઓમની સ્પીચ દ્વારા તમે મને જૂની યાદોમાં પહોંચાડી દીધો… હવે મને ખરેખર લાગે છે કે હું દુનિયાનો બાદશાહ છું.”

દીપિકા પાદુકોણનું ડેબ્યૂ અને ફિલ્મની સફળતા

ફરાહ ખાન દ્વારા નિર્દેશિત ‘ઓમ શાંતિ ઓમ’ વર્ષ 2007 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી દીપિકા પાદુકોણે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પુનર્જન્મની આ વાર્તામાં અર્જુન રામપાલ અને શ્રેયસ તલપડે પણ મહત્વની ભૂમિકામાં હતા. આ ફિલ્મ આજે પણ બોલિવૂડની સૌથી યાદગાર ફિલ્મોમાંની એક ગણાય છે.

Shah Rukh Khan

Shah Rukh Khanનું આગામી પ્રોજેક્ટ: ‘કિંગ

વર્કફ્રન્ટની વાત કરીએ તો, શાહરુખ ખાન ટૂંક સમયમાં સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘કિંગ‘માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની પુત્રી સુહાના ખાન પણ નજરે પડશે, સાથે જ અભિષેક બચ્ચન અને દીપિકા પાદુકોણ પણ મહત્વના રોલમાં હશે. આ ઉપરાંત, અલ્લુ અર્જુનની ફિલ્મ ‘રાકા’માં પણ કિંગ ખાન કેમિયો કરી શકે છે તેવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.


આ પણ વાંચો:  અલ્લુ અર્જુન લેશે 125 કરોડ જ્યારે દીપિકાને મળશે માત્ર 25 કરોડ, 700 કરોડની ફિલ્મ ‘રાકા’નું બજેટ સાંભળી ચોંકી જશો

આ પણ વાંચો:  બંગાળી અભિનેતા રાહુલ બેનર્જીનું શૂટિંગ દરમિયાન દરિયામાં ડૂબી જવાથી મોત, મનોરંજન જગત સ્તબ્ધ

આ પણ વાંચો:  મારો આત્મા દાઉદમાં વસે છે’, અંડરવર્લ્ડ ડોન પર રામ ગોપાલ વર્માનું ચોંકાવનારું નિવેદન