Bhavnagar News/ ભાવનગરમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખ, માતા પર હુમલાનો આક્ષેપ

કોંગ્રેસ(Congress)ના વોર્ડ પ્રમુખ અને તેમની માતા પર કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા હુમલો (Assault)કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે

Gujarat Others
કોંગ્રેસ(Congress)ના વોર્ડ પ્રમુખ અને તેમની માતા પર કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા હુમલો (Assault)કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે

Bhavnagar News : ભાવનગર શહેરમાં હુમલાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોંગ્રેસના વોર્ડ પ્રમુખ અને તેમની માતા પર કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે.

અજાણ્યા શખ્સો દ્વારા હુમલો (Assault)કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ

માહિતી મુજબ, કારની ટક્કર બાદ મામલો શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સમજાવવા જતા વિવાદ વધ્યો અને વાત મારામારી સુધી પહોંચી ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ ઘટનામાં ચાર અજાણ્યા શખ્સો તેમજ એક મહિલાના સંડોવણીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. હુમલામાં વોર્ડ પ્રમુખ અને તેમની માતા ઇજાગ્રસ્ત થયા હતા.

ઇજાગ્રસ્ત માતા-પુત્રને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

હાલ સમગ્ર બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોલીસે મામલાની વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓની ઓળખ માટે પ્રયત્નો તેજ કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો : સુરતના વેસુમાં મધ્યરાત્રે ક્રિકેટ રમતા યુવકો પર ચપ્પુ-કુહાડીથી જીવલેણ હુમલો

આ પણ વાંચો : ચાંદલોડિયામાં અસામાજિક તત્વોનો આતંક,વેપારી પર હુમલો

આ પણ વાંચો : આણંદમાં ચૂંટણી પહેલા હિંસા, વોર્ડ 13ના કોંગ્રેસ ઉમેદવાર હર્શિલ દવે પર હુમલો, આંકલાવમાં પણ મારપીટની ઘટના