Dharma & Bhakti/ રાહુ-સૂર્યની યુતિથી બનશે ગ્રહણ યોગ…4 રાશિઓએ અત્યંત સાવધાન રહેવું!

ક્રૂર ગ્રહ રાહુ અને ગ્રહોના રાજા સૂર્ય એક જ રાશિમાં ગોચર કરશે જેથી ગ્રહણ યોગ (Grahan Yog 2026)નું નિર્માણ થશે! 4 રાશિઓ પર એની વધુ ખરાબ અસરો થઇ શકે છે અને એ રાશિઓ છે…

Trending Religious Rashifal Dharma & Bhakti
Grahan Yog 2026, સૂર્ય, રાહુ ગ્રહ, 10 મે 2026, ઉપાય

Dharm & Bhakti: વર્ષ 2026ની 10 મેના રોજ રાહુ અને સૂર્યની યુતિથી એક અશુભ ગ્રહણ યોગ (Grahan Yog 2026) રચાવા જઇ રહ્યો છે. આ યોગનો કઇ-કઈ રાશિઓ પર ખરાબ પ્રભાવ પડશે અને એનાથી બચવાના સટીક ઉપાયો કયા-કયા છે એ વિશે જાણીશું….

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આવનારી 10 મેના રોજ ગ્રહોની એક અશુભ સ્થિતિનું નિર્માણ થવા જઇ રહ્યું છે. આ પરિસ્થિતિમાં ક્રૂર ગ્રહ રાહુ (Rahu Grah) અને ગ્રહોના રાજા સૂર્ય (Surya Grah) એક જ રાશિમાં ગોચર કરશે જેથી ગ્રહણ યોગનું નિર્માણ થશે! જ્યોતિષવિદોના મતે, આ યુતિનો નકારાત્મક પ્રભાવ અનેક રાશિના જાતકોના જીવન પર જોવા મળી શકે છે. આ પૈકી 4 રાશિઓ પર એની વધુ ખરાબ અસરો થઇ શકે છે અને એ રાશિઓ છે…મેષ, સિંહ, વૃશ્ચિક અને કન્યા…

રાહુ-સૂર્ય યુતિથી સર્જાશે ગ્રહણ યોગ (Grahan Yog 2026)

વિશેષ કરીને, 4 રાશિઓ પર આ ગ્રહણ યોગની વધુ ખરાબ અસરો થઇ શકે છે અને એ રાશિઓ મેષ, સિંહ, વૃશ્ચિક અને કન્યા છે.

Grahan Yog 2026, સૂર્ય, રાહુ ગ્રહ, 10 મે 2026, ઉપાય

1. મેષ રાશિ- કેરિયરમાં પડકારો

ગ્રહણ યોગના કારણે મેષ રાશિ (Mesh Rashi)ના જાતકોએ કાર્યક્ષેત્રમાં સાવધાન રહેવાની આવશ્યકતા છે. આ દરમિયાન, તમારા બનતા કાર્યો બગડી શકે છે, અધિકારીઓ સાથે તમારા વૈચારિક મતભેદો સર્જાઇ શકે છે. રોકાણ વિષયક બાબતોમાં સાવચેતી રાખવી નહિં તો આર્થિક નુકસાન થઇ શકે છે.

Grahan Yog 2026, સૂર્ય, રાહુ ગ્રહ, 10 મે 2026, ઉપાય

2. સિંહ રાશિ- માન-પ્રતિષ્ઠા ખરડાશે

સિંહ રાશિ (Sinh Rashi)ના સ્વામી જ સૂર્ય દેવ છે. આથી રાહુ સાથે એમની આ યુતિ આ જાતકો માટે તણાવપૂર્ણ સાબિત થશે. સમાજમાં તમારી છબી ખરડાઇ શકે છે. આ સમય દરમિયાન, ગુસ્સા પર નિયંત્રણ રાખવું અને કોઇ પણ નિર્ણયને હાલ ટાળવો જ બહેતર રહેશે.

Grahan Yog 2026, સૂર્ય, રાહુ ગ્રહ, 10 મે 2026, ઉપાય

3. કન્યા રાશિ- સ્વાસ્થ્ય અને ધન હાનિ

10 મે બાદ, કન્યા રાશિ (Kanya Rashi)ના જાતકો માટે સમય ઉતાર-ચડાવપૂર્ણ રહેશે. અચાનક સ્વાસ્થ્ય બગડવાના કારણે જૂના રોગ ફરીથી ઉથલો મારવાની સંભાવના છે. વ્યર્થનો ખર્ચ તમારા બજેટને હલબલાવી શકે છે આથી જ નાણાકીય મામલે સતર્કતા રાખવી.

Grahan Yog 2026, સૂર્ય, રાહુ ગ્રહ, 10 મે 2026, ઉપાય

4. વૃશ્ચિક રાશિ- કૌટુંબિક કલહના સંકેત

ગ્રહણ યોગના અશુભ યોગની અસર વૃશ્ચિક રાશિ (Vrushik Rashi)ના જાતકોના કૌટુંબિક જીવન પર પડી શકે છે. પરિવારજનો વચ્ચે તાલ-મેલની કમી અને નાના-નાની વાતે વિવાદ થવાના યોગ છે. વાણી પર સંયમ રાખવો અને વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવી.

ગ્રહણ યોગથી બચવાના ઉપાયો (Grahan Yog Upay)

રાહુ અને સૂર્યની યુતિથી જે અશુભ ગ્રહણ યોગ રચાશે એના દુષ્પ્રભાવોને ઓછા કરવા માટે જાતકોએ ભગવાન શિવ (Lord Shiva)ની ઉપાસના કરવી જોઇએ. 10 મેના રોજ ‘ॐ નમ: શિવાય’ મંત્રનો જાપ કરવો શુભ રહેશે. આ ઉપરાંત, આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવાથી પણ ઉત્તમ રહેશે. આ દિવસે દાન-પુણ્ય કરવાથી પણ ગ્રહોની શાંતિ (Grah Shanti) થાય છે.


આ પણ વાંચો:

આ પણ વાંચો: 

આ પણ વાંચો: રક્ષાસૂત્ર ઉતાર્યા બાદ ભૂલથીયે ન કરવું આ કામ…અજાણતા છીનવાઇ શકે છે સુખ-ચેન…!!