Surat News/ સુરતમાં હત્યાના આરોપીનું ‘હાફ એન્કાઉન્ટર’

સુરત (Surat)ના લિંબાયત વિસ્તારમાં સગીરની હત્યાના આરોપી (Murder Accused)સાથે પોલીસનું ‘હાફ એન્કાઉન્ટર’ (Half Encounter)થયાની ઘટના સામે આવી છે

Gujarat Surat
સુરત (Surat)ના લિંબાયત વિસ્તારમાં સગીરની હત્યાના આરોપી (Murder Accused)સાથે પોલીસનું ‘હાફ એન્કાઉન્ટર’ (Half Encounter)થયાની ઘટના સામે આવી છે

Surat News : સુરત (Surat)ના લિંબાયત વિસ્તારમાં સુરત (Surat)ના લિંબાયત વિસ્તારમાં સગીરની હત્યાના આરોપી (Murder Accused)સાથે પોલીસનું ‘હાફ એન્કાઉન્ટર’ (Half Encounter)થયાની  ઘટના સામે આવી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમીના આધારે મીઠીખાડી વિસ્તારમાંથી આરોપીને શોધી કાઢવામાં આવ્યો હતો. જોકે, પોલીસે પકડવાનો પ્રયાસ કરતા આરોપીએ જ પોલીસ જવાન પર ચપ્પુથી હુમલો કર્યો હતો.

આરોપી સાથે પોલીસનું ‘હાફ એન્કાઉન્ટર’ (Half Encounter)

પરિસ્થિતિ ગંભીર બનતા લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ચૌહાણે સ્વબચાવમાં સર્વિસ રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ દરમિયાન એક ગોળી આરોપીના જમણા પગમાં વાગતા તે નીચે ઢળી પડ્યો હતો. ત્યારબાદ પોલીસે તેને કસ્ટડીમાં લઈને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. હોસ્પિટલ પહોંચ્યા બાદ આરોપી પીડાથી કણસી રહ્યો હતો અને ફરીથી આવી ભૂલ નહીં કરવાની વાત કરતો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક તપાસ મુજબ, 17 વર્ષીય અનુરાગ ઉર્ફે રાજ પવાર પોતાના મિત્ર સાથે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે ગણેશ નગર પાસે આરોપીની બાઈક સાથે ટક્કર થઈ હતી. આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો ઉગ્ર બનતા આરોપીએ ચપ્પુ વડે હુમલો કરી અનુરાગને ગંભીર ઇજા પહોંચાડી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.

હત્યાની ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે સતત સર્ચ ઓપરેશન હાથ ધરી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. વહેલી સવારે મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે મીઠીખાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. તે દરમિયાન આરોપીએ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ પર ચપ્પુથી હુમલો કર્યો હતો. જવાબી કાર્યવાહીરૂપે પોલીસે ફાયરિંગ કરતાં આરોપી ઘાયલ હાલતમાં ઝડપાઈ ગયો હતો.

ઘાયલ આરોપીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા કોન્સ્ટેબલ મુકેશ બાગુલને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી રાહુલ જોગી વિરુદ્ધ અગાઉ પણ મારામારી સહિતના અનેક ગુના નોંધાયેલા છે. હાલ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હોસ્પિટલ ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.


આ પણ વાંચો : દિલ્હી પોલીસે રોહિણીમાં બિહારના ચાર મોસ્ટ-વોન્ટેડ ગેંગસ્ટરોને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા

આ પણ વાંચો : સુરતમાં સસ્પેન્ડેડ PSI રણજીત કાસલેની એન્કાઉન્ટરની ધમકી આપવા બદલ ધરપકડ

આ પણ વાંચો : ભાજપ નેતાના ઘરે કરી હતી લાખોની ચોરી, 1 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો ગુનેગાર એન્કાઉન્ટરમાં ઠાર મરાયો