US Iran Peace Deal 2026: અમેરિકા(Trump) અને ઈરાન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા ભયાનક સૈન્ય તણાવ અને યુદ્ધને કાયમી ધોરણે રોકવા માટેની વાતચીત હવે આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. ઈરાનની અર્ધ-સરકારી સમાચાર એજન્સી ‘ફાર્સ ન્યૂઝ’ ના અહેવાલ મુજબ, બંને દેશો વચ્ચે સંભવિત શાંતિ સમજૂતી (Peace Deal) ને લઈને કેટલીક અત્યંત કડક શરતો પર સહમતિ સધાતી દેખાઈ રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ અંગે મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતી પર વાતચીત લગભગ નક્કી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
Trump એ ઈરાન સામે રાખેલી 5 મોટી શરતો
પ્રસ્તાવિત પીસ ડીલના ડ્રાફ્ટ મુજબ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(Trump) તેહરાન (ઈરાન) સામે મુખ્યત્વે નીચેની પાંચ મોટી શરતો મૂકી છે:
1.યુરેનિયમ અમેરિકાને સોંપવું: ઈરાન પાસે રહેલું આશરે 400 કિલોગ્રામ હાઈલી એનરીચ્ડ (સંવર્ધિત) યુરેનિયમ તેણે અમેરિકાને(Trump) સોંપવું પડશે. આ યુરેનિયમ પરમાણુ હથિયાર બનાવવા માટે અત્યંત મહત્વનું હોવાથી પશ્ચિમી દેશો માટે તે લાંબા સમયથી ચિંતાનો વિષય હતું.
2.પરમાણુ પ્રવૃત્તિઓ પર રોક: ઈરાન ભવિષ્યમાં માત્ર એક જ ન્યુક્લિયર ફેસિલિટી (પરમાણુ કેન્દ્ર) ચાલુ રાખી શકશે, જ્યારે તેની બાકીની તમામ પરમાણુ પ્રવૃત્તિઓ અને માળખા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
3.કોઈ વળતર નહીં: અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે યુદ્ધ દરમિયાન ઈરાનને થયેલા આર્થિક કે સૈન્ય નુકસાન માટે અમેરિકા કોઈ પ્રકારનું વળતર કે ભરણપોષણ ચૂકવશે નહીં.
4.ફ્રીઝ ફંડ રિલીઝ કરવાનો ઇનકાર: અમેરિકાએ હાલના તબક્કે વિદેશી બેંકોમાં જમા ઈરાનની અબજો ડોલરની ફ્રીઝ કરાયેલી સંપત્તિ (સ્થિર ભંડોળ) ને મુક્ત કરવાનો સાફ ઈનકાર કરી દીધો છે. વિવિધ મોરચે સંપૂર્ણ યુદ્ધવિરામ (Ceasefire) ની પ્રગતિના આધારે જ આગળનો નિર્ણય લેવાશે.
5.પરસ્પર હુમલા ન કરવાનો સુરક્ષા ક્લોઝ: સમજૂતીમાં એક મોટો સુરક્ષા ક્લોઝ સામેલ છે, જે મુજબ અમેરિકા અને તેના સાથી દેશો (જેમ કે ઈઝરાયેલ) ઈરાન કે તેના સહયોગી સંગઠનો પર હુમલો નહીં કરે. તેના બદલામાં ઈરાન પણ અમેરિકા કે તેના સાથીઓ પર કોઈ ‘પ્રિ-એમ્પટિવ’ (પહેલાથી આક્રમણ) હુમલો કરી શકશે નહીં.
જોકે, આ દાવો ઈરાની મીડિયાનો છે અને આ શરતો પર હજુ સુધી અમેરિકા(Trump) કે ઈરાન સરકાર દ્વારા સત્તાવાર રીતે કોઈ ખુલ્લી પુષ્ટિ કરવામાં આવી નથી.
સામે પક્ષે ઈરાનની પણ હતી આ 5 શરતો
આ પહેલાં વાતચીતના બીજા રાઉન્ડ દરમિયાન ઈરાને પણ યુદ્ધ રોકવા માટે પોતાની 5 શરતો રજૂ કરી હતી. જેમાં તમામ મોરચે યુદ્ધનો અંત લાવવો (ખાસ કરીને લેબનોનમાં સંઘર્ષ રોકવો), ઈરાન(Trump) પરથી તમામ આર્થિક પ્રતિબંધો હટાવવા, ફ્રીઝ કરાયેલી સંપત્તિ પાછી આપવી, યુદ્ધના નુકસાનનું વળતર મેળવવું અને વૈશ્વિક વેપાર માટે મહત્વની ગણાતી ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) પર ઈરાનની સાર્વભૌમત્વને માન્યતા આપવાનો સમાવેશ થતો હતો.
અમેરિકા-ઈરાન યુદ્ધની ટાઈમલાઈન (Timeline)
28 ફેબ્રુઆરી: અમેરિકા(Trump) અને ઈઝરાયેલે ઈરાનના અનેક શહેરો અને લશ્કરી ઠેકાણાઓ પર જોરદાર હવાઈ હુમલા કર્યા હતા, જેના કારણે બંને પક્ષો વચ્ચે આશરે 40 દિવસ સુધી ભયાનક સંઘર્ષ ચાલ્યો.
8 એપ્રિલ: બંને દેશો વચ્ચે કામચલાઉ યુદ્ધવિરામ (Ceasefire) થયો હતો.
યુદ્ધવિરામ બાદ બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે ઇસ્લામાબાદ (પાકિસ્તાન) માં બેઠક થઈ હતી. શરૂઆતમાં કોઈ નક્કર પરિણામ ન આવ્યું, પરંતુ ત્યારબાદ પાકિસ્તાનની મધ્યસ્થતામાં બંને પક્ષો વચ્ચે સતત ડ્રાફ્ટ પ્રસ્તાવોની આપ-લે થઈ રહી છે, જે હવે અંતિમ સમજૂતી તરફ આગળ વધી રહી છે.
આ પણ વાંચો :ટ્રમ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પની હત્યાનું મોટું ષડયંત્ર, ઈરાન કનેક્શન આવતા US એજન્સીઓ એલર્ટ
આ પણ વાંચો :ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ટ્રમ્પ પરિવારમાં લગ્નની શરણાઈઓ, ટ્રમ્પ જુનિયર બહામાસમાં કરશે લગ્ન
આ પણ વાંચો :શું ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલના વડાપ્રધાન બની શકે? જાણો ઈઝરાયલના કાયદા શું કહે છે
