Ahmedabad News : અમદાવાદ શહેરમાં ઉનાળાની ગરમી વચ્ચે પાણીની સમસ્યા (Water Crisis)વધુ ગંભીર બની રહી છે. શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી દસથી વધુ સોસાયટીઓમાં છેલ્લા દસ દિવસથી પાણીની ભારે સમસ્યા સર્જાઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘરોમાં આવતું પાણી પ્રદૂષિત (Polluted Water)અને દુર્ગંધ મારતું હોવાથી પીવા તો દૂર, રોજિંદા ઉપયોગ માટે પણ અયોગ્ય બન્યું છે.
લોકોનો આક્ષેપ છે કે પાણીની સમસ્યા (Water Crisis)અંગે કોર્પોરેટરને પણ જાણ કરવામાં આવી હતી

રહેવાસીઓએ અનેક વખત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. લોકોનો આક્ષેપ છે કે સમસ્યા અંગે કોર્પોરેટરને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી.

સ્થાનિક મહિલાઓ અને વડીલોને સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે. પાણીમાં ગંદકી અને દુર્ગંધના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર પણ ખતરો ઊભો થયો છે. અનેક પરિવારો હાલ પીવાનું પાણી ખરીદવા મજબૂર બન્યા છે.
રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે. ઉનાળામાં પાણીની અછત અને પ્રદૂષિત પાણીની સમસ્યા એ ઓઢવ વિસ્તારના લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે.
આ પણ વાંચો : અમદાવાદમાં દૂષિત પાણીની સમસ્યા વકરી, છેલ્લા 5 વર્ષમાં 3 લાખથી વધુ ફરિયાદો
આ પણ વાંચો : અમદાવાદના નરોડા વિધાનસભા મતવિસ્તારમાં પાણીની સમસ્યા
આ પણ વાંચો : અમદાવાદના સરસપુરમાં પ્રદુષિત પાણીની સમસ્યા, કોર્પોરેશનમાં રજૂઆતો કરવા છતાં પણ પરિણામ શૂન્ય
