દૈનિક રાશીભવિષ્ય
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Rashibhavishya:વિક્રમ સંવત ૨૦૮૨ના જેઠ અધિક વદ ત્રીજના દિવસે આજે બુધવાર, ૦૩ જૂન ૨૦૨૬ છે. આજની ત્રીજ તિથિ સવારે ૦૯:૨૧ વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ ચોથ તિથિનો પ્રારંભ થશે. ચંદ્ર ધન રાશિમાં સંચાર કરી રહ્યો છે અને ૦૪ જૂનના રોજ સવારે ૦૭:૪૫ વાગ્યા સુધી આ રાશિમાં રહેશે. પૂર્વાષાઢા નક્ષત્ર ૦૪ જૂનની સવારે ૧૨:૫૯ વાગ્યા સુધી રહેશે. શુભ યોગ આજે સવારે ૦૮:૧૨ વાગ્યા સુધી રહેશે, જ્યારે વણિજ કરણ પણ સવારે ૦૮:૧૨ વાગ્યા સુધી યથાવત રહેશે.
આજે પંચક અને વિંછુડો બંને નથી, જેના કારણે દિવસ સામાન્ય શુભ કાર્યો માટે અનુકૂળ માનવામાં આવે છે. સૂર્ય વૃષભ રાશિમાં સ્થિત છે. સૂર્યોદય સવારે ૦૫:૫૩ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭:૨૧ વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે ૧૦:૦૫ વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે ૦૭:૫૯ વાગ્યે થશે. આજે અભિજિત મુહૂર્ત નથી. રાહુકાળ બપોરે ૧૨:૩૬ થી ૦૨:૧૭ વાગ્યા સુધી રહેશે, તેથી આ સમયગાળા દરમિયાન નવા અને મહત્વપૂર્ણ કાર્યો શરૂ કરવાનું ટાળવું શુભ માનવામાં આવે છે.
આજનો દિવસ સંકટ ચતુર્થી તરીકે વિશેષ મહત્વ ધરાવે છે. ભગવાન શ્રી ગણેશજીની ઉપાસના, વ્રત, જાપ અને પૂજન કરવાથી જીવનના સંકટો દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે એવી ધાર્મિક માન્યતા છે. ભક્તો આજે ગણેશજીને દુર્વા, લાડુ અને લાલ ફૂલ અર્પણ કરીને વિશેષ પૂજા-અર્ચના કરે છે. આજનો દિવસ આધ્યાત્મિક સાધના, પ્રાર્થના અને સકારાત્મક સંકલ્પો માટે ઉત્તમ માનવામાં આવે છે.
તારીખ:-૦૩-૦૬-૨૦૨૬, બુધવાર/જેઠ અધિક વદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૫:૫૩ થી ૦૭:૩૫ |
| અમૃત | ૦૭:૩૫થી ૦૯:૧૫ |
| શુભ | ૧૦:૫૫ થી ૧૨.૩૭ |
| લાભ | ૦૫:૪૦થી ૦૭:૨૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૪૦થી ૦૯:૫૯ |
| અમૃત | ૦૯:૫૯થી ૧૧:૧૯ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મેષ (અ, લ , ઈ) :-
વિનમ્ર બનવાની જરૂર છે.
તમારા વખાણ થાય.
ધ્યાન રાખવાની ખાસ જરૂર છે.
કામમાં મોડું થાય.
શુભ કલર –પીળો
શુભ નંબર –૬

વૃષભ (બ, વ, ઉ) :-
બિનજરૂરી ચિંતા ન કરવી.
બોલવા પર ધ્યાન આપો.
નોકરીમાં મુશ્કેલી આવી શકે.
બાળકો સાથે દિવસ આનંદમય જાય.
શુભ કલર –પીળો
શુભ નંબર –૮

મિથુન (ક, છ, ઘ) :-
અત્તર લાગવીને ઘરેથી નીકળો.
નજીકની કોઈ વ્યક્તિ સાથે સમય સારો જાય.
અતિથિ ઘરે આવી શકે છે.
દિવસ સરસ જાય.
શુભ કલર – લાલ
શુભ નંબર –૭

કર્ક (ડ, હ) :-
દિવસ ચિંતામાં પસાર થાય.
ઓચિંતા ખર્ચ થાય.
એકાંત ગમે.
મતભેદનો સામનો કરવો પડે.
શુભ કલર –વાદળી
શુભ નંબર –૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
સિંહ (મ, ટ) :-
કોઈ રોકાણ કરવું નહિ.
જીવનસાથી સાથે સમય સારો જાય.
વિલંબમાં પડેલ કાર્ય પૂર્ણ થાય.
ભાગ્યના બળે કામ થાય.
શુભ કલર –સફેદ
શુભ નંબર –૪

કન્યા (પ, ઠ, ણ) :-
નિરાંત અનુભવાય.
ધન લાભ થાય.
ચિંતા દૂર થાય..
મિત્રો તરફથી ફાયદો થાય.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર –૯

તુલા (ર , ત) :-
સફળતા ખુશી લાવે.
પ્રયાસમાં સફળતા મળે.
વખાણ થાય.
તબિયતમાં ધ્યાન રાખવું.
શુભ કલર – પીળો
શુભ નંબર –૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
વૃશ્વિક (ન, ય) :-
સંતાન પર ગર્વ અનુભવાય.
બોલવા પર ધ્યાન રાખવું.
મદદરૂપ થવાય.
સાધન ચલાવતા ધ્યાન રાખવું.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૪

ધન (ભ, ધ, ફ, ઢ) :-
ધ્યાન અને યોગ થી ફાયદો થાય.
નવી તક મળે.
ખોટી ચિંતા ન કરવી.
સબંધો મજબૂત બને.
શુભ કલર – સોનેરી
શુભ નંબર –૧

મકર (ખ, જ) :-
ટીવી ઓછુ જોવાનું રાખો.
ધન અને બળના વિચાર આવે.
નવા ફેરફાર થાય.
નવો પ્રેમ મળે.
શુભ કલર – કેસરી
શુભ નંબર –૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કુંભ (ગ, શ, સ, ષ) :-
નવી ખરીદી થાય.
લઘુ ઉદ્યોગો વાળાને ફાયદો થાય.
ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
તમારા માટે નવી યોજના બને.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-
ભૂતકાળ યાદ ન કરવું.
વિદેશથી લાભ થાય.
સલાહ લઈને કાર્ય કરવું.
સન્માન થાય.
શુભ કલર – સફેદ
શુભ નંબર –૬
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોનું ધનનું આવાગમન સંપૂર્ણ દિવસ રહેશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:પગરખાં પહેર્યા વિના ટહેલવાથી શનિદોષ ઓછો થાય ખરો? જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કયો સમય ઉત્તમ રહેશે?
આ પણ વાંચો:મહાભારતની આ કથામાં છુપાયેલા છે કર્મોના રહસ્યો..! સારા લોકોને દુ:ખ કેમ સહન કરવું પડે છે?

