Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

gujrat news/ ચોમાસાની ફાઇનલ તારીખ મળી ગઈ! જાણી લો ગુજરાતમાં કયા દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વર્ષ 2026 માં અલ નીનો સક્રિય થવાને કારણે ચોમાસું (Monsoon)નબળું રહેશે અને સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે. ગુજરાતમાં 21 થી 25 જૂન વચ્ચે ચોમાસું બેસવાની સંભાવના છે, વાંચો વિગત.

June 16, 2026June 16, 2026Kavita Solanki
Gujrat Top Stories Gujarat
Monsoon

Gujarat Monsoon Forecast 2026: ગુજરાતના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચોમાસાને લઈને થોડા ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, આ વર્ષે ચોમાસા પર વૈશ્વિક આબોહવાની ઘટના ‘અલ નીનો’ (El Nino) નું ગ્રહણ જોવા મળશે, જેના કારણે રાજ્યમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની પૂરી શક્યતા છે. જોકે, અરબ સાગર અત્યારે નિષ્ક્રિય હોવાથી અને પશ્ચિમી પવનો નબળા પડવાના કારણે ચોમાસાની પ્રગતિ થોડી ધીમી પડી છે, જેના લીધે લોકોને જૂનના મધ્યમાં પણ આકરી ગરમી અને બફારો સહન કરવો પડી રહ્યો છે.

પેસિફિક મહાસાગરમાં અલ નીનો સક્રિય, 197 જિલ્લામાં એલર્ટ

હવામાન વિભાગના સત્તાવાર અહેવાલ અનુસાર, ભૂમધ્ય પ્રશાંત મહાસાગર (Pacific Ocean) પર અલ નીનોની સ્થિતિ સંપૂર્ણપણે સક્રિય થઈ ચૂકી છે અને દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન આ સિસ્ટમ વધુ મજબૂત બનશે. આ નબળા ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે દેશના 197 જિલ્લાઓમાં તાત્કાલિક આકસ્મિક આયોજન (Contingency Plan) અને મોનિટરિંગ માટે કડક સૂચનાઓ આપી દીધી છે.

ખેડૂતોને સરકારની ખાસ સલાહ

અલ નીનોની સૌથી વધુ ઘાતક અસર સપ્ટેમ્બર મહિનામાં જોવા મળી શકે છે, જેના કારણે વરસાદમાં ભારે વધઘટ થશે. આ પરિસ્થિતિને જોતાં સરકારે ખેડૂત ભાઈઓને ખાસ અપીલ કરી છે કે તેઓ ખેતીમાં મોટું જોખમ લેવાના બદલે કઠોળ, જાડું ધાન્ય કે ઓછા પાણીએ અને ટૂંકા સમયમાં તૈયાર થઈ જાય તેવા પાકોનું જ વાવેતર કરે, જેથી મોટું આર્થિક નુકસાન ન થાય.

Monsoon

ગુજરાતમાં ક્યારે થશે Monsoonની વિધિવત એન્ટ્રી?

સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે પવનોની દિશા બદલાતા વિલંબ થયો છે. હવામાન વિભાગના લેટેસ્ટ મોડેલ્સ (NCMRWF) અનુસાર:

ગુજરાતમાં હવે 21 થી 25 જૂન 2026 દરમિયાન ચોમાસું (Monsoon) વિધિવત રીતે પ્રવેશે તેવી મજબૂત શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં 23 જૂન આસપાસ સત્તાવાર ચોમાસું બેસી જશે, જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત તરફ તે 25 જૂન પછી આગળ વધશે.

આગામી 7 દિવસ રાજ્યમાં પ્રી-મોન્સૂન વરસાદની આગાહી

એક તરફ ચોમાસું મોડું ચાલી રહ્યું છે, તો બીજી તરફ મધ્ય પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation) સક્રિય થયું છે. આ સિસ્ટમ તેમજ બંગાળની ખાડીમાં બનનારા સંભવિત લો-પ્રેશરના કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે:

સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, નર્મદા તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ (Monsoon)ચાલુ રહેશે.

18 થી 19 જૂન દરમિયાન વરસાદનો વ્યાપ વધતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ હળવા ઝાપટાં (Monsoon)પડી શકે છે. જોકે, ઉત્તર ગુજરાત અને કચ્છ પ્રદેશમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે.


આ પણ વાંચો : આ તારીખે બેસશે ચોમાસું, અંબાલાલ પટેલે કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની પણ કરી આગાહી

આ પણ વાંચો : ગુજરાતના આ વિસ્તારોમાં સૌથી પહેલા પહોંચશે ચોમાસું, જાણો આગાહી

આ પણ વાંચો : ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસું, અંબાલાલ પટેલે કરી વાવાઝોડા અને વરસાદની આગાહી

Post navigation

એરફોર્સ કર્મચારીની પત્નીનો ક્લાસમેટ પર બળાત્કાર, બ્લેકમેઇલ અને બળજબરીથી ધર્મપરિવર્તનનો આરોપ
ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી, 18 જૂને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે

More Posts

કામદારોની મોતનું જવાબદાર કોણ?/ મોટા બોરસરા ગામમાં ગેસ ગળતરથી 4 કામદારોના મોત

August 2, 2023August 2, 2023Maya Sindhav
Telephonic conversation

Exclusive Conversation/ ચીન સાથેના તણાવ વચ્ચે PM મોદી અને પુતિન વચ્ચે ટેલિફોનિક વાતચિત

December 16, 2022Rahul Rathod

Not Set/ રાષ્ટ્રપતિ બે દિવસના ગુજરાત પ્રવાસ પર પહોંચ્યા અમદાવાદ, રાજ્યપાલ – CMએ કર્યું સ્વાગત

January 21, 2018Harshid Patel
Aftab was Attacked

Shraddha Murder Case/ શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ પર હુમલાખોરોએ તલવાર વડે કર્યો હુમલો, વીડિયો આવ્યો સામે

November 28, 2022November 28, 2022Rahul Rathod
ગુજરાતમાં વસ્તીગણતરી (census) પ્રક્રિયાની સરકારે જાહેરાત કરી

Gandhinagar News/ ગુજરાતમાં બે તબક્કામાં થશે વસ્તીગણતરી, એપ્રિલથી શરૂ થશે પ્રક્રિયા

February 14, 2026jani

Lighterning strike/ અમદાવાદમાં સૈજપુર બોઘામાં વીજળી પડતા મકાનની છત તૂટી

June 29, 2023jani

Surat News/ સુરતમાં સમગ્ર શહેરમાં બોરવેલનું નેટવર્ક વિકસાવવામાં આવશે

September 2, 2024September 2, 2024jani
Junagadh

Junagadh News/ CA અપહરણ કેસ, 60 લાખની માંગણી છતાં પોલીસના ડરથી ખાલી હાથે ફરાર થયા આરોપીઓ

January 25, 2026January 25, 2026Kinjal Pradipkumar Patel

Gujarat News/ ગુજરાતમાં ઠંડા પવનો સાથે તીવ્ર ઠંડી; શીત લહેરોનુ યલો એલર્ટ

December 20, 2024Panara Mansi

Insta.. Down/ ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, યુઝર્સ ટ્ટીટર પર કરી રહ્યાં છે ફરિયાદ

September 22, 2022garima rao
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy