Surat News/ સુરતમાં 4 રખડતા શ્વાનોએ બકરી પર કર્યો જીવલેણ હુમલો, CCTV વીડિયો વાયરલ થતાં લોકોમાં ભય

સુરતના બેગમપુરા વિસ્તારમાં ચાર રખડતા શ્વાનો (Surat Stray Dogs)એ એક બકરી પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના CCTVમાં કેદ થઈ છે. વીડિયો વાયરલ થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છે અને પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

Top Stories Gujarat Surat Breaking News
Surat Stray Dogs:બેગમપુરામાં 4 શ્વાનોએ બકરીનો શિકાર કર્યો, CCTVમાં કેદ ઘટના

Surat News: સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં આવેલા ઐતિહાસિક બેગમપુરા વિસ્તારના તુલસી ફળિયામાં રખડતા શ્વાનોના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચાર રખડતા શ્વાનો (Surat Stray Dogs)એ એક બકરી પર એકસાથે હુમલો કરીને તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના વિસ્તારના CCTV કેમેરામાં કેદ થઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

માહિતી મુજબ, આ ઘટના 10 જુલાઈની રાત્રે બની હતી. વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિક રહીશોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે વિસ્તારમાં નાના બાળકો અને વૃદ્ધો સતત અવરજવર કરતા હોવાથી આવી ઘટનાઓ ગંભીર જોખમ ઊભું કરી શકે છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બેગમપુરા અને આસપાસના વિસ્તારોમાં રખડતા શ્વાનો (Surat Stray Dogs)નો ત્રાસ લાંબા સમયથી યથાવત છે. આ અંગે સુરત મહાનગરપાલિકાને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અસરકારક કાર્યવાહી થઈ નથી તેવી ફરિયાદો કરવામાં આવી રહી છે.

Surat Stray Dogs:બકરી પર જીવલેણ હુમલો CCTVમાં કેદ

સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે પાલિકા તાત્કાલિક ડોગ કંટ્રોલ ટીમ મોકલીને હિંસક શ્વાનોને પકડવાની કાર્યવાહી કરે અને વિસ્તારમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરે.

ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં પણ સુરતમાં બાળકો પર રખડતા શ્વાનોના હુમલાની અનેક ઘટનાઓ સામે આવી હતી, જેમાં કેટલાક બાળકોને ઇજાઓ પહોંચી હતી. આ નવી ઘટનાએ ફરી એકવાર રખડતા શ્વાનોના પ્રશ્નને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે.

આ દરમિયાન, 19 મેના રોજ સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જાહેર સુરક્ષાને જોખમરૂપ બનતા ખતરનાક અને ગંભીર રીતે બીમાર શ્વાનો (Surat Stray Dogs) અંગે કાયદા અને સંબંધિત નિયમો મુજબ કાર્યવાહી કરવી જરૂરી છે તથા માનવ જીવનની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે.


આ પણ વાંચો:5.58 કરોડ પાણીમાં? સુરતમાં શ્વાનોના ઝુંડે સાડા ત્રણ વર્ષના બાળક પર કર્યો જીવલેણ હુમલો

આ પણ વાંચો:સુરતમાં 5 વર્ષનું બાળક બન્યું શ્વાનોના ટોળાનો ભોગ, કર્યો જીવલેણ હુમલો

આ પણ વાંચો:ડોગ લવર્સને સુપ્રીમ કોર્ટનો ઝટકો, રખડતા શ્વાનો મુદ્દે મહત્વનો ચુકાદો