Ahmedabad news: અવિરત વરસેલા અતિભારે વરસાદના કારણે અમદાવાદ-બાવળા હાઈવે પર (Ahmedabad Bavla Rain) અનેક સ્થળોએ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે. માર્ગ પર વરસાદી પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
દેવધોલેરા પાસે કાર વરસાદી પ્રવાહમાં તણાઈ
બાવળાના દેવધોલેરા નજીક (Devdholera Car Accident) એક કાર ધસમસતા વરસાદી પ્રવાહમાં તણાઈ જવાની ઘટના સામે આવી છે. અચાનક પાણીના જોરદાર પ્રવાહમાં કાર ફસાઈ(Car Swept Away in Flood) જતાં ઘટનાસ્થળે દોડધામ મચી ગઈ હતી.
કારમાં સવાર ચારથી પાંચ લોકોએ સમયસર જીવ બચાવ્યો
કારમાં ચારથી પાંચ લોકો સવાર હોવાનું(Ahmedabad Bavla Rain) જાણવા મળ્યું છે. સદનસીબે તમામ લોકોએ સમયસર કારમાંથી બહાર નીકળી જતાં મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ થઈ નથી.
સ્થાનિકોની મદદથી તમામ લોકો સુરક્ષિત બહાર કાઢાયા
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદે પહોંચ્યા હતા. તેમની મદદથી કારમાં સવાર તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
ઘટનાનો વીડિયો વાયરલ, સાવચેતી રાખવા તંત્રની અપીલ
કાર પાણીમાં તણાતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તંત્રે નાગરિકોને પાણી ભરાયેલા રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાંથી પસાર ન થવા તેમજ જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની અપીલ કરી છે.
આ પણ વાંચો: કાદવમાં ફસાયા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, વરસાદી અસરગ્રસ્તોની મુલાકાત દરમિયાન સ્થાનિકોએ કરી મદદ
આ પણ વાંચો: ઉતાવળી નદીના ધસમસતા પ્રવાહમાં રિક્ષા તણાઈ: ચાલકને શોધવા તંત્રએ નદી ખંગાળી
આ પણ વાંચો: નવસારીમાં પૂર બાદ કરુણ સ્થિતિ: મૃત્યુઆંક 17 પર પહોંચ્યો, કરંટ અને સાપ કરડવાથી પણ મોત નોંધાયા
