Entertainment News : બોલિવૂડના જાણીતા અભિનેતા સુદેશ બેરી (Sudesh Berry)ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના ખુલ્લેઆમ વખાણ કરતા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર ગણાવ્યા હતા. એટલું જ નહીં, તેમણે કહ્યું કે જો તેમને તક મળે તો તેઓ પ્રધાનમંત્રીના પગ ધોઈને તેનું પાણી પીવા પણ તૈયાર છે. સુદેશ બેરીના આ નિવેદન (Sudesh Berry Statement) બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ બની છે.
મોદીને ભગવાન સમાન ગણાવ્યા

ઇન્ટરવ્યુ દરમિયાન સુદેશ બેરી (Sudesh Berry)એ જણાવ્યું કે તેઓ હજુ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વ્યક્તિગત રીતે મળ્યા નથી, છતાં તેઓ તેમનો એટલો જ આદર કરે છે જેટલો ભગવાનનો કરવામાં આવે છે.
તેમણે કહ્યું કે, “જેમ આપણે ભગવાનને જોયા નથી છતાં તેમની પૂજા કરીએ છીએ, તેમ હું પણ મોદીજીનો ખૂબ આદર કરું છું. જો મને તક મળશે તો હું તેમના પગ ધોઈને તેનું પાણી પીવા માંગીશ.”
સીજેપી પર કર્યા કટાક્ષ
સુદેશ બેરીએ વાતચીત દરમિયાન જંતર-મંતર પર વિરોધ કરી રહેલા સીજેપી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આવા લોકો દેશને આગળ વધારવાને બદલે પાછળ ખેંચી રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે જો ખરેખર સમાજની સેવા કરવી હોય તો બાળકો માટે બગીચા, વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમ અને લોકો માટે આરોગ્ય સુવિધાઓ ઊભી કરવી જોઈએ. માત્ર વિરોધ પ્રદર્શનથી દેશનો વિકાસ શક્ય નથી.
પાર્ટીના નામ પર પણ ટિપ્પણી
સુદેશ બેરીએ સીજેપીના નામ પર પણ કટાક્ષ કરતાં કહ્યું કે પાર્ટીનું નામ કોઈ વિચિત્ર પ્રાણી પરથી રાખવામાં આવ્યું હોય એવું લાગે છે. તેમણે વ્યંગમાં કહ્યું કે “હાયના પાર્ટી કેમ નહીં?”
‘રામરાજ્ય આવી ગયું છે’
અભિનેતાએ વધુમાં દાવો કર્યો કે તેમના મત પ્રમાણે દેશમાં રામરાજ્ય (Ram Rajya Statement) આવી ગયું છે. જ્યારે તેમને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ એક અનુભવ કરવાની બાબત છે અને તેને શબ્દોમાં સમજાવી શકાય તેમ નથી.
મોદી સરકારના નેતાઓના કર્યા વખાણ
ઇન્ટરવ્યુ દરમિયાન સુદેશ બેરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કામની પ્રશંસા કરી હતી. તેમના કહેવા મુજબ આ તમામ નેતાઓ દેશના હિતમાં કાર્ય કરી રહ્યા છે અને કારણ વગર તેમની ટીકા કરવી યોગ્ય નથી.
