Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Himmatnagar news/ હિંમતનગરમાં સાયબર ઠગોના નેટવર્કનો પર્દાફાશ, 12 એકાઉન્ટમાં કરોડોની લેવડદેવડ આવી સામે

Himmatnagar Cyber Crime: હિંમતનગર સાયબર ક્રાઈમે મ્યુલ બેન્ક એકાઉન્ટ મારફતે સાયબર ફ્રોડની રકમ ફેરવતા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ₹14.24 કરોડના ફ્રોડની કડી સામે આવી, 9 આરોપીની ધરપકડ.

September 1, 2026Jaymin Dhiman
Gujarat Top Stories Others
Himmatnagar Cyber Crime: 12 બેન્ક ખાતાં મારફતે કરોડોની રકમ ફેરવાઈ, 9 આરોપીની ધરપકડ

Himmatnagar News: સાબરકાંઠા જિલ્લામાં સાયબર છેતરપિંડીની (Himmatnagar Cyber Crime) રકમને મ્યુલ બેન્ક એકાઉન્ટ મારફતે ફેરવતા નેટવર્કનો હિંમતનગર સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં હિંમતનગર અને ઈડર તાલુકાના આસપાસના વિસ્તારોમાં સાયબર ફ્રોડની રકમ માટે ઉપયોગમાં લેવાતા 12 બેન્ક એકાઉન્ટ સામે આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે 10 આરોપીઓની ઓળખ કરી છે, જેમાંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Himmatnagar Cyber Crime: ચાર રાજ્યોમાંથી 17 ફરિયાદો મળી

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે આ મ્યુલ બેન્ક એકાઉન્ટ (Mule Bank Account) સામે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર કેરળ, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી કુલ 17 ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદોના આધારે પોલીસે એકાઉન્ટના વ્યવહારો અને તેની સાથે સંકળાયેલા લોકોની તપાસ હાથ ધરી હતી.

રૂ.14.24 કરોડના સાયબર ફ્રોડની કડી

તપાસમાં આ નેટવર્ક સાથે સંકળાયેલા સાયબર ફ્રોડની (Cyber Fraud Network) કુલ રકમ રૂ.14 કરોડ 24 લાખ 59 હજાર 668 હોવાનું સામે આવ્યું છે. જ્યારે તપાસ હેઠળ આવેલા મ્યુલ એકાઉન્ટમાં રૂ.20 લાખ 31 હજાર 466ના વ્યવહારો થયાનું પોલીસને જાણવા મળ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ ઓનલાઈન છેતરપિંડીથી મેળવેલી રકમ મ્યુલ ખાતાધારકોના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવતા હતા. ત્યારબાદ ખાતાધારકોને વ્યવહાર બદલ 3થી 4 ટકા સુધીનું કમિશન આપવામાં આવતું હતું. કમિશન બાદની રકમ ATM, ચેક અથવા અન્ય માધ્યમથી ઉપાડી ફરી અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ રીતે સાયબર ફ્રોડની રકમને અનેક ખાતાઓ (Online Fraud) મારફતે ફેરવવામાં આવતી હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.

9 આરોપીઓ ઝડપાયા, એકની શોધખોળ

આ સમગ્ર કેસમાં પોલીસે અત્યાર સુધી 10 આરોપીઓની ઓળખ કરી છે. તેમાંથી 9 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે વધુ એક આરોપીને પકડવા માટે પોલીસની ટીમો તપાસ કરી રહી છે.

મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા તપાસ

હિંમતનગર સાયબર ક્રાઈમે હવે ઝડપાયેલા આરોપીઓના અગાઉના ગુનાહિત ઇતિહાસની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત મ્યુલ એકાઉન્ટનું નેટવર્ક અન્ય સાયબર ગુનાઓ સાથે સંકળાયેલું છે કે કેમ અને અન્ય જિલ્લાઓમાં પણ આ જ પદ્ધતિથી છેતરપિંડીની રકમ ફેરવવામાં આવી છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસનું મુખ્ય ધ્યાન આ નેટવર્કના સંભવિત મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા અને સાયબર ફ્રોડની રકમની વધુ વિગતો મેળવવા પર છે. સાથે જ છેતરપિંડીથી મેળવેલી રકમની રિકવરી માટે પણ કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.

@દિપકસિંહ રાઠોડ


આ પણ વાંચો: અમદાવાદમાં ડેન્ગ્યુની દહેશત! જુલાઈ કરતાં ઓગસ્ટમાં કેસ ચાર ગણાથી વધુ

આ પણ વાંચો: PM મોદીની મુલાકાત પહેલાં વડોદરા બનશે ચકાચક! શરૂ થયું ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન

આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસું પડ્યું ધીમું, 7 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી; જાણો ક્યાં પડશે ઝાપટાં

Post navigation

વરસાદની અછતને કારણેે કચ્છ-સૌરાષ્ટ્રને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવાની કોંંગ્રેસની ઉગ્ર માગ, 50 સ્થળે કોંગ્રેસનો યજ્ઞ
પરષોત્તમ સોલંકી હોસ્પિટલમાં દાખલ, પગમાં રસી થતાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર

More Posts

Surat Flood: MLA સામે મહિલાઓનો આક્રોશ

Surat News/ સુરત પૂર બાદ પાંડેસરામાં મહિલાઓનો ભાજપના MLA મનુ પટેલ સામે આક્રોશ, રાહત અને વળતર મુદ્દે ઉઠ્યા સવાલ

July 10, 2026Maya Sindhav
Chili Price

ભાવ વધારો/  ટામેટાં પછી મરચાંના ભાવ પણ વધશે? વરસાદ બની શકે છે વિલન !

July 3, 2023khusbu pandya

Mumbai/ MBBSમાં પ્રવેશ સમયે, પૂજા ખેડેકરે ફિટ હોવાનો દાવો કર્યો હતો

July 15, 2024Nikunj Patel
In new year, the state government gave a gift to IPS of Gujarat By giving it a promotion

Not Set/ નવા વર્ષે ગુજરાતના IPS ને રાજ્ય સરકારે આપી ભેટ, યથાસ્થાને આપી બઢતી

January 1, 2019January 1, 2019harshjit jani
મન કી બાત

MAN KI BAT/ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધન કરી રહ્યા છે PM મોદી, 2014 પછી 200 થી વધુ મૂર્તિઓ પરત લાવવામાં આવી

February 27, 2022February 27, 2022Maya Sindhav

Convention center/ G20 મોકલવા માટે ITPO કોમ્પ્લેક્સ તૈયાર, પ્રગતિ મેદાન 123 એકડમાં કેમ્પસ, પીએમ મોદી કરશે ઉદઘાટન

July 23, 2023jani

આગ/ મોબાઈલ ટાવરમાં લાગી ભીષણ આગ

March 20, 2021Vishal Khamar

Not Set/ #CAB/ શિવસેનાએ મારી પલટી – JDUમાં ઉઠ્યા વિરોધનાં સુર, શું થશે પાસ?

December 10, 2019December 10, 2019Bhavesh Vyas

Not Set/ અનેક પછડાટ બાદ પાકિસ્તાનને આવી અક્કલ, પાક. આર્મી ચીફ બાજવાએ આલાપ્યો શાંતિનો રાગ

March 18, 2021Paurav Joshi

Not Set/ રાજકારણનાં બદલતા રંગ : અલ્પેશ ઠાકોરનાં સમર્થન સંમેલનમાં શંકર ચૌધરી, કે.સી.પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા

October 9, 2019October 9, 2019Bhavesh Vyas
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy