Gandhinagar News: નાગરિકોને સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી (Dahegam Food Safety Raid) મળી રહે તે માટે ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા સેન્ટ્રલ એફએસએસએઆઈ દ્વારા દહેગામ તાલુકાના કડાદરા ગામમાં તપાસ ઝુંબેશ હાથ (Gandhinagar Food Safety) ધરવામાં આવી હતી. સંયુક્ત કાર્યવાહીમાં બે પેઢીઓની તપાસ દરમિયાન શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
Dahegam Food Safety Raid: બે પેઢીઓમાંથી રૂ.35 લાખથી વધુનો જથ્થો સીઝ
તપાસ દરમિયાન કડાદરા ખાતે આવેલી બે પેઢીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી. બંને સ્થળેથી કુલ રૂ.35 લાખથી વધુ કિંમતનો શંકાસ્પદ ઘી(Kadadara Ghee Seizure) , વેજિટેબલ ફેટ અને પામોલિન તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હોવાનું તંત્રએ જણાવ્યું છે.
શ્યામ વેગોફ્સમાંથી પામોલિન તેલનો જથ્થો જપ્ત
શ્રી શ્યામ વેગોફ્સ ખાતે તપાસ દરમિયાન લેબલ વગરના પેકેટ તથા ટેન્કમાંથી પામોલિન તેલના નમૂના લેવામાં આવ્યા હતા. અહીંથી કુલ 1,858 કિલોગ્રામ પામોલિન તેલનો જથ્થો સીઝ (Suspicious Ghee Gujarat) કરાયો છે, જેની અંદાજિત કિંમત રૂ.3,15,860 હોવાનું જણાવાયું છે.
જોગી જલિયાણ ડેરીમાંથી ઘી અને વેજિટેબલ ફેટ સીઝ
શ્રી જોગી જલિયાણ ડેરી ખાતે એફએસએસએઆઈની ટીમે તપાસ હાથ ધરી હતી. અહીંથી શંકાસ્પદ ઘી અને વેજિટેબલ ફેટના નમૂના લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન અંદાજે 7,000 કિલોગ્રામ ઘી અને વેજિટેબલ ઓઈલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત રૂ.32 લાખ હોવાનું તંત્રએ જણાવ્યું છે.
ચાર નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા
કાર્યવાહી દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસર એન.એમ. પરમાર અને તેમની ટીમે પામોલિન તેલ, ઘી અને વેજિટેબલ ફેટ સહિતના કુલ ચાર નમૂના લીધા હતા. આ નમૂનાઓ ગુણવત્તા અને સલામતીની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
લેબ રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી
તંત્રના જણાવ્યા પ્રમાણે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જો ખાદ્ય પદાર્થો નિયમો વિરુદ્ધ હોવાનું સાબિત થશે તો સંબંધિત પેઢીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતી પ્રવૃત્તિઓ સામે તપાસ ઝુંબેશ (Food Safety Raid) આગળ પણ ચાલુ રાખવામાં આવશે.
આ પણ વાંચો: સુરતમાં ખાદ્ય પદાર્થોમાં ગડબડ,ઘી-આઈસ્ક્રીમના સેમ્પલ ફેલ, મનપાની કડક કાર્યવાહી
આ પણ વાંચો: રાજ્યવ્યાપી દરોડામાં રૂ. 41 લાખના ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો જપ્ત-નાશ કરાયો
આ પણ વાંચો: ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ કોઇપણ ભોગે ચલાવી નહીં લેવાય ,કડક કાર્યવાહી થશે:આરોગ્યમંત્રી
