Ajab Gajab News/ બચ્ચાને બચાવવા મા કાર પર તૂટી પડી…વાયરલ વીડિયો! કારના બોનેટ પર ચડી ગયું રીંછ….કારમાં કાણું પાડી નાખ્યું!

UPI ના રિપોર્ટ અનુસાર, ત્યાંની પોલીસે આ ઘટનાનો ડેશકૅમ વીડિયો (Japan Bhalu video) સૌની સામે મૂક્યો છે. આ ફૂટેજમાં રસ્તાની બાજુમાં…

Trending Ajab Gajab News
Japan Bhalu Video... જાપાનમાં Terrifying રીંછનો Attack! કારમાં 1 જબરદસ્ત કાણું પાડી દીધું!

Ajab Gajab News: જાપાનના હોક્કાઈડો (Hokkaido Japan)ના બિફુકા વિસ્તારમાં આ અજબ બનાવ બન્યો હતો! UPI ના રિપોર્ટ અનુસાર, ત્યાંની પોલીસે આ ઘટનાનો ડેશકૅમ વીડિયો (Japan Bhalu video) સૌની સામે મૂક્યો છે. આ ફૂટેજમાં રસ્તાની બાજુમાં રીંછ દેખાય છે.

જરા વિચાર કરો કે રાતનો સમય હોય અને સૂમસામ રસ્તા પર તમે ગાડી ચલાવી રહ્યાં હો અને અચાનક સામે રીંછ આવી જાય! વળી એ એકલું નહીં એના બચ્ચાંની સાથે! જાપાનના હોક્કાઈડોમાં એક ડ્રાઈવર સાથે આમ જ બન્યું અને પછી જે થયું એણે રુંવાટા ઊભા કરી દીધા!

આ ઘટના 29 સપ્ટેમ્બરની છે, જેમાં જાપાનના હોક્કાઈડોના બિફુકા વિસ્તારમાં આ અજબ બનાવ બન્યો હતો! UPI ના રિપોર્ટ અનુસાર, ત્યાંની પોલીસે આ ઘટનાનો ડેશકૅમ વીડિયો (Japan Bhalu video) સૌની સામે મૂક્યો છે. આ ફૂટેજમાં રસ્તાની બાજુમાં રીંછ દેખાય છે. જોઈને જ અંદાજ આવે છે કે, એક માદા રીંછ છે અને બીજુ એનુ બચ્ચું…શરુઆતમાં તો બધુ શાંત લાગે છે… બંને રીંછ કાર (Car)થી દૂર ચાલી રહ્યાં હોય છે અને ડ્રાઈવર પણ સમજદારી દર્શાવીને ગાડીને હળવેકથી થંભાવી દે છે. પરંતુ, આ સાથે જ માદા રીંછ અચાનક પાછળ ફરે છે અને સીધી જ કાર તરફ દોટ લગાવે છે! આ (Japan Bhalu video) વિડીયો વાયરલ થયો છે.

Bear and Babies came on road
Bear and Babies came on road

જાપાનના રસ્તા પર દેખાયું રીંછનું રૌદ્ર સ્વરુપ

Japan Bhalu video માં દેખાયા મુજબ ત્યાર પછી તો જાણે સીન જ બદલાઇ ગયો! રીંછના બચ્ચાની માતા અચાનક કારના બોનેટ પર ઉછળીને ચડી જાય છે અને પંજા તથા દાંતથી એને બટકા ભરવા લાગે છે! આટલાથી પણ એનો ગુસ્સો શાંત ન થયો એ પાછળ હટે છે અને અનેક વાર કારના આગળના ભાગે ટક્કર માટે છે. કેટલીક વાર એના રૌદ્ર સ્વરુપનું તાંડવ ચાલ્યા કરે છે પછી એ પોતાના બચ્ચાને લઇને જંગલ તરફ જતી રહે છે. UPIના રિપોર્ટ અનુસાર, કારને ઘણું નિકસાન પહોંચ્યુ છે. બોનેટ પર ઉઝરડા અને ખાડા પડી ગયા અને એક જગ્યાએ તો કાણું પણ પડી ગયું!! રાહતની બાબત એ છે કે, કારની અંદર બેઠેલા ડ્રાઈવર સહીસલામત રહ્યો અને સ્થાનિક માહિતી મુજબ, રીંછ (Bear)ને પણ કોઈ ઈજા પહોંચી નહતી.

જાપાનનો રીંછનો વીડિયો (Japan Bhalu Video)

પોલીસનું કહેવું છે કે, આ વિસ્તાર આખો રીંછના કુદરતી નિવાસસ્થાન પાસે છે. આથી અહિંથી પસાર થનારા ડ્રાઈવર્સને વિશેષ ધ્યાન રાખવાનું કહેવામાં આવેલું છે. વાસ્તવમાં આ જંગલી જાનવર (Wild Animal), ખાસ કરીને માદા રીંછ પોતાના બચ્ચા અંગે બેહદ આક્રમક બની જાય છે. એમને લાગે છે કે સામેવાળાથી એના બચ્ચાને જોખમ છે! આથી એ વળતા પ્રહાર કરે છે. અહિં પણ કદાચ એમ જ બન્યું હતુ જેનો વિડિયો વાયરલ (Japan Bhalu Video) થયો છે.  જો કે, સપ્ટે્મ્બર-ઑક્ટોબર દરમિયાન, હોક્કાઈડોમાં રીંછને લઈને વિશેષ સાવધાની રાખવામાં આવે છે. સ્થાનિક પ્રશાસન અધિકારીઓનું કહેવું છે કે, રીંછથી અંતર બનાવી રાખવું અને સતર્ક રહેવું.

Bears on Road
Bears on Road

જો સમગ્ર જાપાન (Japan)ની વાત કરીએ તો હાલત ઓર પણ ગંભીર જણાય છે. એપ્રિલ 2025 થી માર્ચ 2026 સુધીમાં દેશમાં રીંછના હુમલાના 230 બનાવો નોંધાયેલા છે જે પૈકીના 13 લોકોએ તો જીવ પણ ગુમાવ્યો છે. આની સામે આજ સુધીમાં લગભગ 14,000 રીંછ પણ માર્યા (Death of Bear) ગયા છે. અહિંની સરકાર રીંછને સામાન્ય લોકોની સુરક્ષા માટે જોખમ માની રહી છે અને શિકારને ઉત્તેજન આપી રહી છે. એમનું લક્ષ્ય છે કે વર્ષ 2030 સુધઈમાં અનેક વિસ્તારોમાં રીંછની વસ્તી 30% થી વધારે ઘટી જાય! તો હવે પછી જ્યારે પણ જંગલ એરિયામાં (Forest Area)થી પસાર થાઓ અને રસ્તા પર કોઈ જંગલી પ્રાણી દેખાય તો યાદ રાખવું કે ગાડી રોકવી, શાંત રહેવું અને સાવધાનીથી અને સતર્કતાથી કામ લેવું.


આ પણ વાંચો : જાણીએ દુનિયાના 5 સૌથી ભારે વજન વાળા પંખીઓ વિશે…એકનું વજન તો 156 કિલોગ્રામ જેટલું!!

આ પણ વાંચો :

આ પણ વાંચો :