Food Recipe: બેસનયુક્ત અર્થાત્ ચણાના લોટથી બનેલો નાસ્તો પ્રોટીનથી ભરપૂર હોય છે. આ નાસ્તાને બેસનની પપડી અથવા ‘પપડિયાઁ’ (Besan Papdi Recipe or Besan ki Papdiyan) કહે છે. બુંદેલખંડ અને મધ્ય પ્રદેશમાં લોકો એને ઘણા ઉત્સાહથી આરોગે છે.
નાસ્તામાં કશુંક હૅલ્ધી અને ચટપટું ખાવું હોય પણ દરરોજ બનાવવાની ઝંઝટમાંથી છૂટવા માગતા હો તો આજે અહિં તમને એવા નાસ્તાની રેસિપી દર્શાવવા જઈ રહ્યા છીએ જે મહીના સુધી ખરાબ નહિં થાય કે ખોરો પણ નહિં થાય! આ નાસ્તા (Snacks)ને એક વાર બનાવીને લાંબો સમય સ્ટોર કરી શકાય છે. અહિં સૌથી ખાસ બાબત એ છે કે, એને બનાવવા માટે મેંદો, સોજી કે અન્ય લોટનો ઉપયોગ કરવાની જરુર નથી. આને તમે કેવળ બેસનથી તૈયાર કરી શકો છો.
બેસનયુક્ત અર્થાત્ ચણાના લોટથી બનેલો નાસ્તો પ્રોટીનથી ભરપૂર (Protein rich Snack) હોય છે. આ નાસ્તાને બેસનની પપડી અથવા ‘પપડિયાઁ’ કહે છે. બુંદેલખંડ અને મધ્ય પ્રદેશ (Bundelkhand & MP)માં લોકો એને ઘણા ઉત્સાહથી આરોગે છે. તહેવારો પર ખાસ કરીને પાતળી પાતળી બેસન પપડી બનાવવામાં આવે છે. તો ચાલો જાણીએ….એને બનાવવાની રેસિપી વિશે…
શી રીતે બનાવશો બેસનની પપડી? (Besan Papdi Recipe)
બેસનની પપડી (Besan Papdi) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
2 કપ બેસન
1 કપ ઘઉંનો લોટ (વૈકલ્પિક)
સ્વાદાનુસાર,
હળદર
લાલ મરચું
મીઠું
જીરું
અજમો
સફેદ તલ
હીંગ
ચિલી ફ્લેક્સ
કસૂરી મેથી
2-3 ચમચી તેલ
આવશ્યકતા અનુસાર પાણી
તળવા માટે તેલ

Besan Papdi બનાવવાની વિધિ
1. સૌપ્રથમ 2 કપ બેસન લો અને એમાં 1 કપ ઘઉંનો લોટ ચાળીને ઉમેરો. તમે ઈચ્છો તો ફક્ત બેસનથી પણ એને બનાવી શકો છો. પરંતુ લોટ ઉમેરવાથી એને વણવાનું થોડું આસાન થઈ જાય છે અને એનો સ્વાદ પણ લોકોને ઘણો જ પસંદ પડે છે.
2. હવે એમાં હળદર, લાલ મરચું, મીઠું, જીરું, અજમો, સફેદ તલ અને હીંગ ઉમેરી દો. એમાં થોડા ચિલી ફ્લૅક્સ અને કસૂરી મેથી પણ નાખવા. મોણ માટે 2-3 ચમચી તેલ મિક્સ કરી દો.
3. આ તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. હવે થોડું-થોડું પાણી મિક્સ કરતા જઇને એક ટાઈટ લોટ બાંધો. પૂરી જેવો સખત લોટ બાંધવાનો છે જેટલો લોટ ટાઇટ હશે એટલી પપડી વધુ ક્રિસ્પી બનશે. લોટને 10 મિનિટ સુધી રેસ્ટ આપવો.
4. હવે લોટના નાના-નાના લુવા લો અને પાતળી-પાતળી પપડી વણી લો. એ પૂરીથી પાતળી હોવી જોઇએ. તમે ઈચ્છો તો એક મોટી રોટલી જેવું વણીને વાડકી અથવા ગ્લાસ વડે પપડીઓને કટ કરી શકો છો. આ પ્રમાણે તમામ પપડી બનાવી લો.
5. કડાઈમાં તેલ ગરમ કરો અને તેલ એકદમ ગરમ થાય પછી ધીમી ફ્લેમ કરીને જેટલી સમાય એટલી પપડીઓ તેલમાં ઉમેરી દો. ફરીથી ગૅસ ફાસ્ટ કરી દો. નહિં તો એ ક્રિસ્પી નહિં બને!
6. પપડીઓને બંને તરફ પલટાવતા જઇને પપડી હળવી સોનેરી થાય ત્યાં સુધી તળી લો.
7. તમામ પપડીઓને આ રીતે તળી લો અને એક પ્લેટમાં કાઢીને ઠંડી કરી લો. ત્યાર બાદ એરટાઈટ ડબ્બામાં તમે એમને 1 મહીના સુધી સ્ટોર કરી શકો છો.
તો તૈયાર છે તમારી ખસ્તા અને કુરકુરી બુંદેલખંડી પપડી (Bundelkhandi Besan Papdi)…જેને તમે એકવાર બનાવીને આખો મહિનો ચા સાથે અથવા એમ જ ખાઈ શકો છો.
આ પણ વાંચો: ઝટપટ પૌષ્ટિક નાસ્તો બનાવવાનો એક બહેતરીન વિકલ્પ…મોરિંગા પોડી ઈડલી…સરળ રેસિપી..!
આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હાઈ-પ્રોટીનથી સભર મલ્ટીગ્રેઈન ઢોંસા…સ્વાદ અને સ્વાસ્થ્યની સંભાળ એકસાથે!
આ પણ વાંચો: ફટાફટ ટેસ્ટી-હૅલ્ધી પાલખ ઇડલી બનાવો, બાળકોને ખવડાવો..ખુશ થઇ જશે!!
