Navratri 2026/ 18 કે 19 ઑક્ટોબર….ક્યારે છે મહાઅષ્ટમી? જાણીએ પંચાંગ અનુસાર સાચી તારીખ વિશે…

ઉદયા તિથિના આધારે મહાઅષ્ટમી (Maha Ashtami 2026)નું કન્યાપૂજન 19 ઓક્ટોબરે સોમવારના દિવસે કરવામાં આવશે. શાસ્ત્રોમાં આ દિવસે મા દુર્ગાના મહાગૌરી…

Trending Religious Rashifal Dharma & Bhakti
Maha Ashtami 2026 નું Amazing પર્વ ક્યારે છે....કન્યા પૂજનનું Auspicious મુહૂર્ત જાણો!

Navratri 2026: શારદીય નવરાત્રિ (Shardiya Navratri 2026)માં અષ્ટમી તિથિએ કન્યા પૂજન કરવાની પરંપરા છે. આ દિવસે ઘણાના ઘરે અષ્ટમી (Maha Ashtami 2026)નો ઉપવાસ, વ્રત, હવન અને કન્યાપૂજન કરવામાં આવે છે. આ વર્ષે મહાઅષ્ટમી તિથિ અંગે લોકોમાં ઘણી મૂંઝવણ છે. કોઈ 18 ઓક્ટોબર તો કોઈ 19 ઓક્ટૉબરે મહાઅષ્ટમી દર્શાવી રહ્યાં છે. જાણીએ પંચાંગ અનુસાર,મહાઅષ્ટમીની સાચી તારીખ કઈ છે?

નવરાત્રિ મહાઅષ્ટમી 2026 તિથિ (Maha Ashtami 2026 Date)

હિન્દુ પંચાંગ અનુસાર, આ વર્ષે અષ્ટમી તિથિ 18 ઓક્ટોબરે સવારે 08:27 કલાકથી શરુ થઈને 19 ઓક્ટોબરે સવારે 10:51 મિનિટ સુધી વિદ્યમાન રહેશે. ઉદયા તિથિના આધારે મહાઅષ્ટમીનું કન્યાપૂજન 19 ઓક્ટોબરે (19 October 2026, Kanya Pujan) સોમવારના દિવસે કરવામાં આવશે. શાસ્ત્રોમાં આ દિવસે મા દુર્ગાના મહાગૌરી સ્વરુપની પૂજા કરવાનું વિધાન છે.

Kanya Pujan Shubh Mahurat 2026
Kanya Pujan Shubh Mahurat 2026

મહાઅષ્ટમીએ કન્યાપૂજનનું શુભ મુહૂર્ત (Kanya Pujan Shubh Mahurat)

જ્યોતિષ વિદોના મતે, 19 ઓક્ટોબરે અષ્ટમીએ કન્યા પૂજનના ત્રણ વણબૂઝ્યા મુહૂર્ત દર્શાવવામાં આવેલા છે.

પ્રથમ મુહૂર્ત (બ્રહ્મ મુહૂર્ત)- સવારે 04:52 વાગ્યાથી સવારે 05:40 વાગ્યા સુધી

બીજું મુહૂર્ત (અમૃત કાળ)- સવારે 07:28 વાગ્યાથી સવારે 09:16 વાગ્યા સુધી

ત્રીજુ મુહૂર્ત (અભિજીત મુહૂર્ત)- સવારે 11:49 વાગ્યાથી બપોરે 12:34 વાગ્યા સુધી

કન્યાઓના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લેવા અને દાન-દક્ષિણા આપવી.
કન્યાઓના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લેવા અને દાન-દક્ષિણા આપવી.

અષ્ટમીએ કન્યાપૂજનની વિધિ

1. મહાઅષ્ટમીના એક દિવસ પહેલા ઘરે-ઘરે જઈને પોતાના ઘરે પધારવાનું નિમંત્રણ આપવું. સામાન્ય રીતે 2 થી 10 વર્ષ સુધીની કન્યાઓને પૂજા (Puja) માટે આમંત્રિત કરવામાં આવે છે.

2. અષ્ટમીની તિથિએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને પછી ઘરમાં ગંગાજળ (Gangajal) છાંટીને એને પવિત્ર કરી લેવું.

3. ઘરમાં પધારતી કન્યાઓનું સ્વાગત કરવું અને એક થાળમાં એમના ચરણ ધોવા અને સ્વચ્છ કપડાથી લૂછવું.

4. કન્યાઓને આદર સહિત પ્રેમથી આસન પર બેસાડવી. કન્યાઓની સાથે એક બાળકને બટુક ભૈરવના પ્રતીકરુપે બેસાડવાની પણ પરંપરા છે.

5. કન્યાઓના માથા પર કુમકુમ અથવા સિંદૂરથી તિલક કરવું. એમને પુષ્પો વગેરે અર્પિત કરવા અને માતા દુર્ગાનું સ્મરણ કરતા-કરતા સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરવી.

6. ત્યાર બાદ આ કન્યાઓને પૂરી, હલવો, ચણા અને અન્ય સાત્વિક ભોજન પીરસવું.

7. ભોજન કરાવ્યા બાદ એમને તમે કોઈ મીઠાઈ અથવા ફળ પણ અર્પણ કરી શકો છો.

8. અંતે કન્યાઓને સામર્થ્ય અનુસાર, દાન-દક્ષિણા, ફળ, ભેટ અથવા ચુંદડી આપવી. એમના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લેવા. મા દુર્ગાનો જયકાર કરવો.


આ પણ વાંચો: નવરાત્રીમાં વસ્ત્રો ધારણ કરતા પહેલા જોઈ લો આ લિસ્ટ…જાણો કયા દિવસે કયો રંગ પહેરવો શુભ છે?

આ પણ વાંચો:

આ પણ વાંચો: શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે બનશે ત્રિગ્રહી યોગ…3 રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે…આર્થિક ઉન્નતિના યોગ!