Ahmedabad News/ ડૉ. પૃથ્રુલ દેસાઈ બન્યા ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ, ઈન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીની જગ્યા લેશે

ગુજરાત યુનિવર્સિટી(Gujarat University)ના નવા કુલપતિની નિમણૂક થઈ, ડૉ. પૃથ્રુલ દેસાઈને મળી જવાબદારી

Gujarat Ahmedabad Breaking News
Gujarat University

Ahmedabad News:  ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડૉ. પૃથ્રુલ દેસાઈની નિયુક્તિ કરવામાં આવી છે. કુલપતિની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા પર આખરે નિયુક્તિ થતાં અટકળોનો અંત આવ્યો છે.

Gujarat University: કોની જગ્યા લેશે અને કાર્યકાળ કેટલો

ડૉ. પૃથ્રુલ દેસાઈ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીનું સ્થાન લેશે. નિયુક્તિની જોગવાઈ અનુસાર, ડૉ. દેસાઈનો કાર્યકાળ પદનો ચાર્જ સંભાળ્યાની તારીખથી પાંચ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધીનો રહેશે. આ બંનેમાંથી જે સમયગાળો વહેલો પૂર્ણ થશે, તે મુજબ તેમનો કાર્યકાળ નક્કી થશે.

શૈક્ષણિક લાયકાત

ડૉ. પૃથ્રુલ દેસાઈએ વર્ષ 2010માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરતમાંથી ન્યુક્લિયર ફિઝિક્સ વિષયમાં Ph.D.ની પદવી મેળવી હતી. વર્ષ 1993માં તેમણે VNSGUમાંથી M.Sc. (Physics – Electronics)માં 62 ટકા ગુણ સાથે યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે વર્ષ 1991માં B.Sc. (Physics)માં 77 ટકા ગુણ મેળવીને પણ તેઓ યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે રહ્યા હતા.

કારકિર્દી અને અનુભવ

તેઓ કૉલેજમાં પ્રિન્સિપાલ તરીકે સેવા આપી રહ્યા છે. આ પહેલાં ડિસેમ્બર 1994થી મે 2012 સુધી તેમણે સુરતની નવયુગ સાયન્સ કૉલેજમાં ફિઝિક્સના લેક્ચરર તરીકે ફરજ બજાવી હતી.

તેમની શૈક્ષણિક અને સંસ્થાકીય કામગીરી બદલ તેમને વિવિધ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2021-22માં તેમને ‘ચુનીલાલ ઘેલાભાઈ શાહ શિક્ષણ રત્ન ઍવૉર્ડ’ એનાયત થયો હતો.

આ ઉપરાંત, વર્ષ 2023માં આઉટસ્ટેન્ડિંગ ઇન્સ્ટિટ્યૂટ/કૉલેજ ઑફ એજ્યુકેશન શ્રેણીમાં ‘SGCCI ગોલ્ડન જુબિલી મહાવીર સિન્થેસિસ ઍવૉર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 2012-13માં તેમને ‘SGCCI આઉટસ્ટેન્ડિંગ ઇન્સ્ટિટ્યૂટ ઍવૉર્ડ’થી સન્માનિત કરાયા હતા.

લગભગ ત્રણ દાયકાના શૈક્ષણિક અનુભવ અને વિવિધ જવાબદારીઓ નિભાવ્યા બાદ હવે ડૉ. પૃથ્રુલ દેસાઈ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે નવી જવાબદારી સંભાળશે.


આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં લાખોનું કૌભાંડ!? પૂર્વ કુલપતિના વિદેશ પ્રવાસને લઈ વિવાદ
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે જાહેર ફરિયાદો મંગાવાઈ, 30 ઓક્ટોબર સુધી રજૂઆતની તક
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાની મુશ્કેલી વધી: હવે ભરતી કૌંભાડની અંગે નિવૃત્ત હાઈકોર્ટ જજ કરશે તપાસ