bangladesh news/ બાંગ્લાદેશમાં ઓરીનો કહેર, 1,284થી વધુનાં મોત; સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- મને ફાંસી આપી દો

Bangladesh Measles Outbreak: બાંગ્લાદેશમાં ઓરીના રોગચાળાને કારણે 1,284થી વધુ લોકોનાં મોત થયાનો અહેવાલ છે. 2.4 લાખથી વધુ શંકાસ્પદ કેસ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રીએ જવાબદારી સ્વીકારતાં નિવેદન આપ્યું છે.

Top Stories Bangladesh News international
Bangladesh Measles Outbreak: બાંગ્લાદેશમાં ઓરીનો ભયાનક કહેર, 1,284થી વધુનાં મોત

Bangladesh News: બાંગ્લાદેશમાં ઓરીના રોગચાળાએ ગંભીર સ્વાસ્થ્ય સંકટ ઊભું કર્યું છે. અત્યાર સુધીમાં 1,284થી વધુ લોકોનાં મોત (Bangladesh Measles Outbreak) થયાનો અહેવાલ છે. વધતા મૃત્યુઆંક વચ્ચે દેશના સ્વાસ્થ્ય મંત્રી સરદાર મોહમ્મદ સખાવત હુસૈને (Bangladesh Health Minister) આ સ્થિતિની નૈતિક જવાબદારી સ્વીકારતાં કહ્યું હતું કે, “આ મારી જવાબદારી છે, મને ફાંસી પર લટકાવી દો, આ મારી નિષ્ફળતા છે.” જોકે, તેમણે પોતાના તરફથી પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા પૂરતા પ્રયાસ કર્યા હોવાનું પણ જણાવ્યું હતું.

Bangladesh Measles Outbreak: રસીકરણ અભિયાન અટકાવવાનો મુદ્દો ચર્ચામાં

આરોગ્ય સંકટને લઈને બાંગ્લાદેશમાં રાજકીય આરોપ-પ્રત્યારોપ શરૂ થયા છે. વડાપ્રધાન તારિક રહેમાનની આગેવાની હેઠળની વર્તમાન સરકારે આ સ્થિતિ માટે પૂર્વ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસને જવાબદાર ઠેરવ્યા છે. સરકારના જણાવ્યા અનુસાર, અગાઉનું રાષ્ટ્રીય રસીકરણ અભિયાન અટકાવવામાં આવ્યું હતું અને આરોગ્ય મંત્રાલય પાસે ઇમરજન્સી વેક્સિન (Measles Vaccination)નો જથ્થો પણ ઉપલબ્ધ નહોતો. આ સમગ્ર મામલાની તપાસ માટે ત્રણ સભ્યોના વિશેષ આયોગની રચના કરવામાં આવી છે.

Bangladesh Measles Outbreak: બાંગ્લાદેશમાં ઓરીનો ભયાનક કહેર, 1,284થી વધુનાં મોત
Bangladesh Measles Outbreak: બાંગ્લાદેશમાં ઓરીનો ભયાનક કહેર, 1,284થી વધુનાં મોત

2.4 લાખથી વધુ શંકાસ્પદ કેસ

સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાલયના આંકડા મુજબ, દેશમાં ઓરીના 2.4 લાખથી વધુ શંકાસ્પદ કેસ (Bangladesh Health Crisis) નોંધાયા છે. તેમાં મોટાભાગે છ મહિનાથી ઓછી ઉંમરનાં બાળકોનો સમાવેશ થાય છે, જેમને સમયસર રસી મળી નહોતી.

Bangladesh Measles Outbreak: બાંગ્લાદેશમાં ઓરીનો ભયાનક કહેર, 1,284થી વધુનાં મોત
Bangladesh Measles Outbreak: બાંગ્લાદેશમાં ઓરીનો ભયાનક કહેર, 1,284થી વધુનાં મોત

આંતરરાષ્ટ્રીય સહયોગથી રસીકરણ અભિયાન

ઓરીના ફેલાવાને રોકવા માટે સરકાર દ્વારા ઇમરજન્સી રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને યુનિસેફના સહયોગથી જર્મની, જાપાન, ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને ઇન્ડોનેશિયા સહિતના દેશો પાસેથી રસીઓ મંગાવવામાં આવી રહી છે. જોકે, રસીકરણ અભિયાન ચાલુ હોવા છતાં મૃત્યુઆંકમાં વધારો થવાની સ્થિતિ યથાવત્ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.


આ પણ વાંચો: ધાનેરામાં ઓરીનો ભરડો! 9 કેસ પોઝિટિવ આવતા આરોગ્ય કમિશનર એક્શનમાં..

આ પણ વાંચો: સ્કૂલોથી હાઇકોર્ટ સુધી બોમ્બની ધમકી, પાકિસ્તાન-બાંગ્લાદેશ કનેક્શન સામે આવ્યું

આ પણ વાંચો: પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના 6 બિન-મુસ્લિમ સમુદાયોએ ભારતમાં રહેવા વિઝા લેવો પડશે