Food Recipe: ઠંડી પડતાવેંત લીલી પાંદડાયુક્ત શાકભાજીની ભરમાર જોવા મળે છે. આ ઠંડીના દિવસોમાં પાલખ, બથુઆ, મેથી (Spinach, Bathua, Fenugreek) માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં મળી રહી છે. જો તમને પાલખનો સ્વાદ પસંદ હોય તો આ પાલખ કોર્નનું શાક (Palak Corn Recipe) બનાવીને ખાઈ શકો છો. પાલખ કોર્ન સબ્જી ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગે છે અને એને તમે રોટલી, પરોઠા કે નાન સાથે ખાઈ શકો છો. શિયાળામાં તો આ શાકને બાજરી કે મકાઈના રોટલા સાથે ખાશો તો પણ એનો સ્વાદ અનેકગણો વધી જશે! સૌથી ખાસ બાબત એ છે કે એને બનાવવાનું અત્યંત સરળ છે. જેને જમવાનું બનાવતા ન આવડતું હોય એમને પણ આ સરળ રેસિપી (Spinach Corn Winter Recipe) આવડી જશે. તો ચાલો જાણીએ પાલખ કોર્નની રેસિપી વિશે…
પાલખ કોર્નનું શાક (Palak Corn Recipe)… હૅલ્ધી રેસિપી
આ એક એવી રેસિપી છે જે હૅલ્ધી તો છે જ કારણ કે, એમાં ગુણકારી પાલખની ભાજીના અનેક પોષક તત્વો સમાવિષ્ટ હોય છે. પાલખ કોર્નનું શાક (Palak Corn Recipe)…આ ટેસ્ટી શાકને ડિનર તરીકે પણ ખાઇ શકાય છે. એ હૅલ્થ માટે લાભકારક હોવાની સાથોસાથ ટેસ્ટી રેસિપી (Tasty & Healthy Recipe) છે જેને ફટાફટ તૈયાર કરી શકાય છે. પાલખ (Spinach) એવી ભાજી છે જેમાં આયર્ન, વિટામિન અને મિનરલ્સ (Iron, Vitamins, Minerals) ભરપૂર માત્રામાં હોય છે. આમ જોઇએ તો બાળકો (Children) પાલખ ખાવાથી મોં ફેરવતા હોય છે, પણ આ રીતે પાલખ ખવડાવશો તો એ હોંશે-હોંશે ખાશે!
આ સંજોગોમાં તમે જો પરિવાર માટે નાસ્તો બનાવવાનો સરળ અને હૅલ્ધી વિકલ્પ શોધી રહ્યાં હો તો ફટાફટ પાલખ કોર્નનું શાક (Palak Corn Recipe) બનાવીને ખાઈ શકો છો. આ કેવળ હૅલ્ધી જ નહિં પણ ઝડપથી બની જતી રેસિપી છે આથી તમને વધુ વાર પણ નહિં લાગે! આ રેસિપીમાં આયર્ન ઉપરાંત, વિટામિન અને પણ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને અંદરથી સ્વસ્થ, મજબૂત અને એનર્જેટિક બનાવવામાં મદદ કરે છે.
શી રીતે બનાવશો પાલખ કોર્નનું શાક? (Palak Corn Recipe)
પાલખ કોર્નનું શાક બનાવવા માટે તમારે આટલી સામગ્રી (Ingredients)ની જરુર પડશે.

સામગ્રી
એક ઝૂડી પાલખ
1 વાડકી સ્વીટ કોર્ન
7-8 લસણની કળીઓ
2 ડુંગળી
1 ઈંચ આદુ
2 ટમેટાં
અડધી ચમચી હળદર
1 ચમચી ધાણાજીરું
1 ચમચી કશ્મીરી લાલ મરચું
1 ચમચી સબ્જી મસાલા અથવા ગરમ મસાલો
4-5 ચમચી તેલ
મીઠું સ્વાદાનુસાર
વઘાર માટે
દેશી ઘી
2 સૂકા લાલ મરચાં
સર્વિંગ માટે
અડધા લીંબુનો રસ
2 ચમચી સફેદ કે પીળું માખણ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ સારી ક્વોલિટીના સ્વીટ કોર્ન (Sweet Corn) લેવાના રહેશે જે જલદી ચડી જાય અને ખાવામાં પણ મુલાયમ હોય. બજારમાં સ્વીટ કોર્ન સરળતાથી મળી જાય છે. આ કોર્નને થોડી વાર ગરમ પાણીમાં પલાળી રાખો.
2. હવે પાલખ (Spinach)ને સાફ કરીને સારી રીતે ધોઈ લેવી અને અડધો કપ પાણી નાખીને કોઇ પૅનમાં હળવી સ્ટીમ કરી લેવી. પાલખને ઠંડી થવા દેવી અને પછી મિક્સર જારમાં હળવી પીસી લેવી.
3. એક કડાઈમાં સરસવનું તેલ (Mustard Oil) ઉમેરો. તેલમાં હીંગ અને જીરું નાખો અને એમાં 7-8 લસણ (Garlic)ની કળીઓને ઝીણી સમારીને ઉમેરી દેવી. હવે એમાં 2 નંગ ઝીણી સમારેલી ડુંગળી સાંતળવી અને ઝીણું સમારેલું આદુ ઉમેરવું.
4. હવે તમામ સૂકા મસાલા જેમ કે, હળદર, ધાણાજીરું, સબ્જી મસાલા અને કશ્મીરી લાલ મરચું ઉમેરવું. મસાલો સંતળાય એટલે 2 ટમેટાને છીણીને કે ગ્રેવી કરીને ઉમેરી દેવા. આ મસાલાને તેલ છૂટે ત્યાં સુધી પકાવી લેવું.
5. હવે પલાળેલા કોર્નમાંથી પાણી કાઢીને એમને મસાલામાં મિક્સ કરી લેવું. કોર્નને ઢાંકીને થોડી વાર પકાવી લેવા. એમાં વાટેલી પાલખ ઉમેરીને મિક્સ કરી લો અને 5-10 મિનિટ સુધી ઢાંકીને પકાવી લો.
6. આ શાકમાં માખણ ઉમેરો અને ન હોય તો દેશી ઘી, જીરું, સૂકા લાલ મરચાંનો વઘાર કરો. આનાથી શાકનો સ્વાદ અનેકગણો વધી જશે. અંતે લીંબુ નિચોવી લેવું.
તો તૈયાર છે તમારી ગરમાગરમ પાલખ કોર્ન સબ્જી (Palak Corn Recipe)…જેને તમે રોટલી, પરોઠા કે નાન સાથે અને ડુંગળીના લચ્છા સાથે સર્વ કરી શકો છો.
આ પણ વાંચો: શિયાળામાં હૅલ્ધી નાસ્તો છે મગની દાળ અને પાલખની ચીલા…પ્રોટીન અને આયર્નથી ભરપૂર…
આ પણ વાંચો: 1 જ કપ મગનીદાળ અને મુઠ્ઠીભર પાલખમાંથી પ્રોટીન-આયર્નથી ભરપૂર ક્રિસ્પી પુરી…બાળકોની મનપસંદ રેસિપી..!
આ પણ વાંચો: ફટાફટ ટેસ્ટી-હૅલ્ધી પાલખ ઇડલી બનાવો, બાળકોને ખવડાવો..ખુશ થઇ જશે!!
